ચોમાસે વૃક્ષ વાવતા પહેલા શું કાળજી રાખવી ?







જયા વૃક્ષ વાવવું હોય ત્યા ર-ર-ર કુટ નો ખાડો કરો. આ ખાડામાં દેશી ખાતર અથવાતો બઝારમાં મળતું સેન્દ્રીય ખાતર અને ખાડા દીઠ બે મુઠી રાસાયણીક ડીએપી ખાતરથી ખાડો ભરી દો.
દેશી ખાતર અને ડીએપી નાખીને ભરેલ માટીમાં જયા વૃક્ષ વાવવાનું છે તેનાથી નજીક આપણે રેતી અથવાતો કાંકરાનો એક કોલમ બનાવવો છે. આ માટે એક ૬ ઇંચ ડાયામીટરનો ૩ ફુટનો પાઇપ લ્યો. તેમાં ઉપરના ભાગે સામસામે ૧ર મીમી ના કાણા કરો. તેમાં એક લોખંડના સળીયાને ભરાવી દો. તમારું મનગમતું વૃક્ષ વાવીને રોપની બાજુમાં માટી ભરતા પહેલા આ પાઇપને ઉભો કરો રોપ ફરતી માટી ઉમેરી બરાબર દબાવો અને પીવીસી પાઇપની અંદર નાના કાંકરા કપચી અથવાતો રેતીથી આ પાઇપને ભરી દો.ચારે તરફથી રોપ વાવી દીધા પછી માટીને દબાવીને ધીરેથી આ કોલમને પહેલેથી રાખેલા લોખંડના સળીયા દ્વારા ખેંચી લો.

ફરી થોડી માટીનો થર કરી પાણી આપી દો. હવે થશે એવું કે દર વખતે તમે જયારે પાણી આપશો ત્યારે મોટાભાગનું પાણી આ રેતી સાથે મુળ સુધી નીચે ઉતરી જશે. જયા રેતી છે ત્યાંજ પાણી નાખવામાં આવે તો પણ છોડને પુરતું થઇ પડશે. આવી રીતે કરવાથી શરૂઆતના દોઢ વર્ષમાં જ વૃક્ષ ઘટાટોપ થઇ જશે.

0 comments

Add a heading by kheti rajkot