Total Pageviews
સફેદ માખી જેવા ચૂસિયા પ્રકારની જીવાતો દ્વારા આ રોગ થાય છે. શિયાળાના શરૂઆતમાં ટામેટાં, રીંગણ, મરચી અને અન્ય શાકભાજી વર્ગના પાકમાં કોકડવા રોગની ફરિયાદ સાંભળવા મળે છે. છોડ ચીમળાઈ જાય છે પાન કઢંગા અને વિચિત્ર આકારના કૂક્ડાઇ ગયેલ આકારના થઇ જાય છે .
આ રોગના નિયંત્રણ માટે રાજકોટ જિલ્લાના લીલાપુર ગામના ખેડૂત નો પ્રયોગ જાણવા જેવો છે , ગોપાલભાઈ રામાણી ખાટી છાશ અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. ગોપાલભાઈના જણાવ્યા મુજબ રોગ આવવાની શરૂઆત થાય ત્યારે
ગાય ના દૂધની ખાટી છાશ 100 મિલી લઈને એક લિટર પાણીમાં માં મિશ્ર કરી તેમાં 60 મિલી ગૌમૂત્ર નાખીને છોડ ઉપર પમ્પ દ્વારા આઠ-દસ દિવસમાં અંતરે બે છંટકાવ કરવાથી ફાયદો થાય છે. "
૪૫ વર્ષીય ખેડૂત શ્રી ગોપાલભાઈ સાત ધોરણ સુધી ભણેલા છે. તેમની પાસે ૬૦ વીઘાં પિયત જમીન છે. તેમાં તેઓ કપાસ, મગફળી, શાકભાજી વગેરેનું વાવેતર કરે છે.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
સ્ટ્રોબેરી શિયાળુ છોડ છે, શિયાળામાં કિચન ગાર્ડનમાં સ્ટ્રોબેરી રેઈઝ બેડમાં કરી શકાય એટલે કે માટીના પાળા ઉપર તેના બીજ નહિ પણ શક્કર ( કટકા ) વાવીને કરી શકાય જમીન અથવા પાળો સતત ભેજ વાળો રહેવો જોઈએ. તેના રોપ અથવા શક્કર કટકાથી કુંડામાં ઉગાડી શકાય છે . જો RKGC ફેસબુકમાં તમારા બધાની ડિમાન્ડ આવશે તો આપણે સ્ટ્રોબેરી ઉગાડનાર પાસેથી શિયાળામાં રોપ મંગાવી આપીશું . વધુ માહિતી 9825229766. આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
હા, ઉગાડી શકાય . સામાન્ય રીતે ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય ત્યાં આદુની ગાંઠોમાંથી (rhizomes) લીલા ફણગા ફૂટે છે, સ્થાનિક બજાર માંથી સારું આદુ લઈને તમે સીધું કુંડામાં રોપી શકો છો.
આદુ ક્યારે વાવવું તેની સીઝન નકી કરવા આ પ્રયોગ કરો .આદર્શ રીતે, આદુને એક અઠવાડિયા માટે કપડામાં વીંટીને ઠંડી અને અંધારી જગ્યાએ (રેફ્રિજરેટરમાં નહીં, કદાચ કેબિનેટ અથવા ડ્રોઅરમાં ) રાખો અને પછી જ્યારે તમે તેને ખોલશો, ત્યારે જો લીલા ફણગા બહાર નીકળેલા જોવા મળે તો સમજો કે આદુ વાવવાનો સમય છે. તમે આદુ વાવવા માટે લાંબુ અને છીછરું કુંડું વાપરી શકો છો, કારણ કે તે ૧ ફૂટ જેટલી માટીમાં પણ ખૂબ સારી રીતે ઉગી શકે છે.
બાયોસોફ્ટ બ્યુવેરિયા બેસિયાના ઉપર આધારિત જૈવિક દવા છે. તે ચૂસીયા પ્રકારની જીવાત, દરેક પ્રકારની ઈયળ, મિલિબગ, મોલો વગેરેના વ્યવસ્થાપન માટે ઉપયોગી છે . છોડ ઉપર આવતી જીવાત અને જમીન કે માટીમાં રહીને નુકશાન કરતી જીવાતના નિયંત્રણ માટે વાપરી શકાય છે. 1 લીટર પાણીમાં 3 ગ્રામ મિક્સ કરી છંટકાવ કરવો અને જમીનમાં પણ આ દ્રાવણ પાવું
🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
છોડના મૂળને મજબૂત કરવા અને ફૂલ-ફળના વિકાસ કરાવવા માટે ફોસ્ફરસ સાથે કેલ્શિયમની આવશ્યકતા છે ત્યારે એક કુદરતી જૈવિક પદાર્થ બોનમીલ છે, બોનમીલમાં મુખ્યત્વે ફોસ્ફરસ (Phosphorus) અને કેલ્શિયમ (Calcium) ભરપૂર માત્રામાં હોય છે. ફોસ્ફરસ મૂળના વિકાસ અને ફૂલ આવવા માટે જવાબદાર છે, જ્યારે કેલ્શિયમ છોડની કોષદીવાલ (Cell wall) ને મજબૂત બનાવે છે. તે છોડના મૂળને મજબૂત અને ઊંડા બનાવવામાં મદદ કરે છે.
✓ જે ફૂલ ખરવાની સમસ્યા ઘટાડે છે. ✓ લીંબુ, જાસુદ અને અન્ય ફળ આપતા છોડમાં ફળ બનાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. ✓ માટીમાં ધીમે-ધીમે ઓગળીને લાંબા સમય સુધી પોષણ આપે છે. ✓ જે છોડનો વિકાસમાં સુધારો કરે છે. ✓ બોનમીલનું કામ છોડના પાયાને મજબૂત કરવાનું છે. કુંડા દીઠ ૧–૨ ચમચી સ્પૂન સપ્લીમેન્ટ મહિનામાં ૧ વાર આપતા રહો.
મૂળના વિકાસ માટે અને વધુ ફળો લાવવા માટે રોક ફોસ્ફેટ (Rock Phosphate) અથવા બોનમીલનો સૌથી નજીકનો અને સચોટ વિકલ્પ છે. તે કુદરતી ખડકોમાંથી મળતું ખનિજ છે. તે ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત છે તે ધીમે-ધીમે (Slow-release) છોડને પોષણ આપે છે અને મૂળ મજબૂત કરે છે.આ ખાતર તમારે દર 15 દિવસે દરેક પ્લાન્ટ માં રિંગ પદ્ધતિ થી માટીમાં નિયમિત આપવાથી છોડમાં પુષ્કળ ફળો આવે છે અને ગુલાબમાં નાખો તો ગુલાબનો છોડ ફૂલોથી ભરાય જાય છે .
કેળાની છાલનું ખાતર (Banana Peel Fertilizer) ઘરે બનાવો .કેળાની છાલમાં પોટેશિયમની સાથે સાથે થોડી માત્રામાં ફોસ્ફરસ પણ હોય છે . છાલને સૂકવીને તેનો પાવડર બનાવી માટીમાં ભેળવો અથવા તેને પાણીમાં પલાળીને તે પાણી છોડને આપો. તે ફૂલ લાવવા માટે ખૂબ જાણીતું છે. કેળાની છાલ સીધી જમીનમાં નાખતા નહીં તે માખીને આકર્ષીને નુકશાન કરશે.
બજારમાં મળતી તૈયાર માટીને બદલે ઘરે પોટિંગ મિક્સ બનાવવું સહેલું છે. એટલું યાદ રાખો કે એક સારું પોટિંગ મિક્સ છોડને ટેકો આપવા માટે પૂરતું ઘટ્ટ, પોષક તત્વોથી ભરપૂર અને હવા-પાણીની અવરજવર માટે છિદ્રાળુ હોવું જોઈએ.
પોટિંગ મિક્સ માટે જોઈએ માટી (Soil): બગીચાની માટી વાપરી શકાય છે, પરંતુ તેને જંતુમુક્ત (Sterilize) કરવી જરૂરી છે જેથી રોગ કે નીંદણ ન થાય.
બીજું જો માટી ચીકણી હોય તો રેતી (Sand) જોઈએ તે માટીમાં હવાની અવરજવર વધારે છે. પોષણ માટે જોઈએ સારું ફળદ્રુપ કમ્પોસ્ટ (Compost) તે ભેજ જાળવી રાખે છે અને છોડને પોષક તત્વો પૂરા પાડે છે.
જો તમે તેમાં કોકોપીટ ઉમેરો તો તે મિશ્રણને હલકું અને છિદ્રાળુ રાખે છે અને નિતાર વધારે છે.જો તમે તેમાં થોડું પર્લાઇટ (Perlite) તે જ્વાળામુખીનો પથ્થર ઉમેરો છો તો તે પણ માટીમાં ડ્રેનેજ (પાણીના નિકાલ) માં મદદ કરે છે.
સફળ ગાર્ડનર વર્મિક્યુલાઇટ (Vermiculite) પણ ઉમેરે છે જે હલકું હોય છે અને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.
વધુ વિગત માટે WWW.GROWDESI.COM અથવા પટેલ એગ્રો 9825229766.
રાખ (Wood Ash) લાકડાની રાખમાં કેલ્શિયમ અને કાર્બોનેટનો સારો સ્ત્રોત હોય છે. તે માટીની એસિડિટી ઘટાડે છે અને છોડને મજબૂતી આપે છે ત્યારે ધ્યાન રાખો કે એક કુંડા દીઠ મુઠીભર રાખનો જ ઉપયોગ કરવો, વધુ પડતી રાખ જમીનનો pH બગાડી શકે છે.
બીજું સોયાબીન મીલ (Soybean Meal) જો તમારે નાઈટ્રોજનની સાથે થોડો ફોસ્ફરસ જોઈએ છે, તો સોયાબીન ખોળ ઉત્તમ છે. તે સંપૂર્ણપણે વનસ્પતિ આધારિત છે.
હવાની અવરજવર માટે કાણાં હોય તેવું કન્ટેનર અથવા કાણા પાડેલો પીવીસી 8 ઇંચ થી મોટી પાઇપ લો અથવા પ્લાસ્ટિક ડોલમાં કાણાં પાડો .
લીલો કચરો (નાઈટ્રોજન સ્ત્રોત): શાકભાજી અને ફળોની છાલ, વપરાયેલી ચાની ભૂકી, લીલા પાન.
સૂકો કચરો (કાર્બન સ્ત્રોત): સૂકા પાંદડા, પૂંઠાના નાના નાના ટુકડા (Cardboard), છાપાના ટુકડા અથવા લાકડાનો વેર.
પ્રથમ પડ (Base layer): પાત્રના તળિયે ૨-૩ ઇંચ સૂકા પાંદડા અથવા પૂંઠાના ટુકડા પાથરો. આ વધારાનું પાણી શોષી લેશે અને હવાની અવરજવર જાળવશે.
બીજું પડ (Green layer): તેની ઉપર રસોડાનો લીલો કચરો (શાકભાજીની છાલ વગેરે) નાખો.
ત્રીજું પડ (Brown layer): ફરીથી સૂકો કચરો , કોકોપીટ અથવા માટીનું પાતળું પડ નાખો.
પ્રક્રિયા ઝડપી બનાવવા (Starter): થોડી ખાટી છાશ, ગોળનું પાણી અથવા જૂનું તૈયાર ખાતર ઉપર છાંટો. આનાથી સૂક્ષ્મજીવો (Microbes) ઝડપથી સક્રિય થશે. વધુ વિગત માટે 9825229966 ઉપર microbes લખી વોટ્સએપ કરો.
જ્યાં સુધી પાત્ર ભરાઈ ન જાય ત્યાં સુધી ગ્રીન પછી બ્રાઉન તેમ પડ કરતા રહો.
ભેજ જાળવો: હવા આપો (Aeration): અઠવાડિયે એકવાર મિશ્રણને ઉપર-નીચે કરો. ઓક્સિજન મળવાથી કચરો ઝડપથી સડશે અને ગંધ નહીં આવે. જો દુર્ગંધ આવે, તો તેનો અર્થ છે કે તેમાં હવા ઓછી છે અથવા લીલો કચરો વધી ગયો છે. થોડા સૂકા પાન ઉમેરવાથી ગંધ દૂર થઈ જશે.
કચરો સંપૂર્ણપણે કાળો અને માટી જેવો ભરભરો થઈ જશે. તેમાંથી માટી જેવી સુગંધ આવશે. આ તમારું 'બ્લેક ગોલ્ડ' તૈયાર છે!
યાદ રાખો કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવામાં રાંધેલો ખોરાક,ડેરી પ્રોડક્ટ્સ (દૂધ, પનીર) માંસ કે હાડકાં, પ્લાસ્ટિક કે કાચ વાપરવાના નથી.
બાયોફિલ્ડમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ,પોટાશ અને ઝીંકના મિત્ર બેક્ટેરિયા છે
- સંપૂર્ણપણે જૈવિક ખાતર છે
- માટી અને જમીનને ફળદ્રુપ બનાવે છે
- છોડ કે પાકને જૈવિક ખોરાક પૂરો પાડે છે
- લાંબા સમય સુધી તેની અસર રહે છે
- સંપૂર્ણપણે ઝેર મુક્ત છે
- ખૂબ જ અસરકારક છે
- 1 લીટર પાણીમાં 1 ગ્રામ બાયોફિલ્ડ મિક્સ કરી છોડ ઉપર છંટકાવ કરવો તેમજ આજ દ્રાવણ જમીન કે કુંડામાં છોડ દીઠ 100 મિલીનું દ્રાવણ પાવું🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડા કે ગ્રોબેગની માટીમા ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડની પોષક તત્વોની ઘટની પૂરતી કરીને છોડની તંદુરસ્તી વધારવી વધુ પાંદડા અને વધુ ફળો મેળવવા .
જૈવિક સ્પૂન સપ્લિમેન્ટ એટલે જમીનમા ફૂગ લાગી હોય તેના લીધે પ્લાન્ટમાં સુકારો લાગ્યો હોય તો મિત્રફુગની હેલ્પ લઈને ફૂગ ફુગને ખાય છે તેથી નુકશાનકારક ફુગનું જૈવિક નિયંત્રણ મળે છે અને છોડ બચી જાય છે .
ફ્લાવરીંગ સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડના મૂળને વધુ પોષકત્ત્વો આપીને વધુ ફૂલો લાવવાનું ઓર્ગેનિક પોષણ આપવું તેને લીધે પુષ્પો વધુ ખીલે છે અને વધુ ફળો મળે છે . ફૂલો આવવાનું શરૂ થાય ત્યારથી દર અઠવાડિયે એક ચમચી જમીનમાં ગોડ કરીને આપવું
ફ્રૂટ સ્પૂન સપ્લિમેન્ટ એટલે આવેલ ફળોને ઓર્ગેનિક પોટાશની પૂરતી કરીને ફળો વધુ રસદાર અને પરિપક્વ બનાવવામાં મદદ મળે છે . ફળો લાગી ગયા પછી દર અઠવાડિયે એક ચમચી જમીનમાં ગોડ કરીને આપવું
ફ્રૂટ ક્વોલિટી સ્પૂન સપ્લિમેન્ટ એટલે આવેલ ફળોને ઓર્ગેનિક પોષણ અને સુક્ષ્મ તત્વો ની પૂરતી કરીને ફળોને પરિપક્વ બનાવવામાં મદદ મળે છે . ફળો લાગી ગયા પછી દર અઠવાડિયે એક ચમચી જમીનમાં ગોડ કરીને આપવું .
ગ્રોથ સ્પૂન સપ્લિમેન્ટ એટલે છોડની વિકાસ અવસ્થામાં ઓર્ગેનિક પોષણ નું સંતુલન કરીને છોડનો સર્વાગિક વિકાસ કરવો . છોડ રોપ્યા પછી જેમ જેમ મોટો થાય તેમ તેમ આ સ્પૂન સપ્લિમેન્ટ દર ૧૦ દિવસે જમીનમાં આપતા રહેવું .
રૂટ સ્પૂન સપ્લિમેન્ટ ખૂબ અગત્યનું સ્પૂન સપ્લિમેન્ટ છે કારણકે છોડના મૂળનો જેટલો વિકાસ તેટલું પોષણ વધુ ખેંચીને વધુ ફૂલો અને વધુ વિકાસ કરી આપણને વધુ પાંદડા અને વધુ ફળો મળે છે . છોડ રોપ્યા પછી દર ૧૫ દિવસે રૂટ સપ્લિમેન્ટ આપવાનું રાખો .
શ્રેષ્ઠ સ્થાન પસંદ કરો: જ્યાં પૂરતો તડકો અને હવા આવતી હોય તેવી જગ્યા પસંદ કરો.
શું રોપવું તે નક્કી કરો: તમારી પસંદગી અને ઋતુ મુજબ શાકભાજી કે ફળ પસંદ કરો.
કન્ટેનર તૈયાર કરો: પસંદ કરેલા છોડ મુજબ ગ્રોબેગ - કુંડામાં ડ્રેનેજ હોલ (કાણાં) તપાસો.
માટી ભરો: ગ્રોબેગ કુંડાને યોગ્ય પોટિંગ મિક્સથી ભરો (ઉપરથી ૧-૨ ઇંચ જગ્યા ખાલી રાખો).
સાચી રીતે વાવેતર કરો: બીજ કેટલી ઊંડાઈએ વાવવું અને એક છોડથી બીજા વચ્ચે કેટલું અંતર રાખવું તેની સમજ.
યોગ્ય રીતે પાણી આપો: છોડના મૂળ સુધી પાણી પહોંચે તે રીતે અને માટીના ભેજ મુજબ પાણી આપો.
ખાતર આપો (Feeding): છોડના વિકાસ માટે સમયાંતરે જૈવિક પ્રવાહી કે ઘન ખાતર આપો.
રોજિંદી સંભાળ: પીળા પાન દૂર કરવા અને છોડની સ્થિતિ તપાસવી.
યોગ્ય સમયે લણણી: ફળ કે શાકભાજી બહુ પાકી જાય તે પહેલાં તેને તોડી લેવા
૧. યોગ્ય છોડ, યોગ્ય પાત્ર (Right Plant, Right Pot): દરેક છોડને તેના મૂળના વિકાસ માટે અમુક ચોક્કસ જગ્યાની જરૂર હોય છે. મોટા છોડને મોટું કુંડું અને નાના છોડને નાનું કુંડું..
૨. ઉચ્ચ ગુણવત્તાવાળી પોટિંગ માટીનો ઉપયોગ કરો (Use High-Quality Potting Soil): સીધી જમીન પરની માટીનો ઉપયોગ ટાળો. કુંડા માટે ખાસ બનાવેલી હળવી અને પોચી 'પોટિંગ મિક્સ' માટી વાપરો જેથી હવા અને પાણીની અવરજવર સારી રહે.
૩. પૂરતો સૂર્યપ્રકાશ પૂરો પાડો (Provide Adequate Sunlight): મોટાભાગના શાકભાજીને દિવસના ઓછામાં ઓછા ૬ થી ૮ કલાક સીધા સૂર્યપ્રકાશની જરૂર હોય છે. તમારા કુંડાને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો તડકો મળે.
૪. નિયમિતપણે પાણી આપો (Water Consistently): કુંડામાં રહેલી માટી જમીન કરતા વહેલી સુકાઈ જાય છે. માટીના ભેજને તપાસીને જરૂર મુજબ નિયમિત પાણી આપો, જેથી છોડ સુકાઈ ન જાય.
૫. નિયમિત ખાતર આપો (Fertilize Regularly): પાણી આપતી વખતે પોષક તત્વો કુંડામાંથી બહાર નીકળી જતા હોય છે. તેથી છોડના સારા વિકાસ માટે દર થોડા અઠવાડિયે જૈવિક ખાતર આપતા રહો.ફળદ્રુપ વર્મીકમ્પોસ્ટ માટે પટેલ એગ્રો 9825229966
૬. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા (Good Drainage ): કુંડાના તળિયે કાણાં હોવા ખૂબ જરૂરી છે. જો વધારાનું પાણી બહાર નહીં નીકળે, તો છોડના મૂળ સડી જશે.
૭. નાની શરૂઆત કરો (Start Small): શરૂઆતમાં માત્ર ૨ થી ૩ કુંડાથી શરૂઆત કરો. એકવાર તમને તેનો અનુભવ થઈ જાય, પછી તમે બગીચો મોટો કરી શકો છો.
૮. દરરોજ તમારા છોડનું નિરીક્ષણ કરો (Observe Your Plants Daily): રોજ છોડને જોવાથી તમને તેના પર આવતી જીવાત કે રોગની વહેલી ખબર પડશે અને તમે તેને તરત અટકાવી શકશો.
૯. વારંવાર લણણી કરો (Harvest Often): જેમ જેમ ફળ કે પાન તૈયાર થાય તેમ તેને ઉતારતા રહો. આનાથી છોડને નવા ફળ અને પાન પેદા કરવા માટે પ્રોત્સાહન મળશે.
૧૦. શીખતા રહો (Keep Learning): દરેક સીઝન નવું શીખવે છે. કયો છોડ સારો થયો અને કયો નહીં, તેનું ધ્યાન રાખો અને આગામી સમય માટે સુધારો કરો.
RKGC સાથે જોડાયેલા રહો , વધુ વિગત માટે 9825229766
કિચન ગાર્ડનિંગ માત્ર મિનિમમ જરૂરી સાધનો (Tools) વસાવો :
Hand Trowel: માટી ખોદવા અને છોડ રોપવા માટે નાનકડું ટૂલ
Pruning Shears: ડાળીઓ કાપવા માટે સિકેટર
Watering Can: છોડને હળવેથી પાણી આપવા માટેનો ઝારો.
લીફી પ્લાન્ટ્સ (Leafy Plants) એટલે કે પાંદડાવાળા માટે ટિપ્સ
લીફી પ્લાન્ટ્સ માટે ખાસ સંભાળની ટિપ્સ ( Tips)
સૂર્યપ્રકાશ: દિવસના ૪ થી ૫ કલાકનો તડકો પણ આ છોડ માટે પૂરતો છે. બહુ સખત તડકામાં પાન કરમાઈ જાય છે, તેથી થોડી છાયાવાળી જગ્યા પણ ચાલે.
પાણી: માટી હંમેશા ભેજવાળી (Moist) હોવી જોઈએ, પણ ચીકણી કે પાણી ભરાયેલી નહીં. સ્પ્રે બોટલથી પાણી આપવું શ્રેષ્ઠ છે જેથી નાના છોડ નમી ન પડે.
ખાતર: દર ૧૫ દિવસે પ્રવાહી ખાતર (જેમ કે સીવીડ લિક્વિડ અથવા છાશનું દ્રાવણ) આપવાથી પાંદડા વધુ લીલાછમ અને મોટા થશે. વધુ વિગત અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
લીફી પ્લાન્ટ્સ (Leafy Plants) એટલે કે પાંદડાવાળા શાકભાજી
જેમ કે પાલક, મેથી, તાંદળજો, લેટીસ કન્ટેનર ગાર્ડનિંગ માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ છે.
૧. સૌથી લોકપ્રિય લીફી પ્લાન્ટ્સ
પાલક (Spinach): પોષક તત્વોથી ભરપૂર અને ઉગાડવામાં સરળ.
મેથી (Fenugreek): ખૂબ જ ઝડપથી (૬-૭ દિવસમાં) ઉગી નીકળે છે.
લેટીસ (Lettuce): સલાડ માટે ઉત્તમ, તેને ઓછો તડકો હોય તો પણ ચાલે છે.
કોથમીર (coriander ): રસોડામાં રોજિંદો ઉપયોગ.
આ એક્ઝોટિક બીજ માટે સંપર્ક કરજો પટેલ એગ્રો ભૂતખાના ચોક 9825229766
- ચિનિરિટર્ન અબામેકટિન આધારિત સરસ જૈવિક જંતુનાશક દવા છે
- લીફમાયનોર ( પાનકોરીયા ) થ્રિપ્સ, કથીરીના નિયંત્રણ માટે શ્રેષ્ઠ છે
- છોડ કે પાકમાં ખૂબ જ સરસ વિકાસ/વૃધ્ધિ આપે છે
- છોડ કે પાકને લીલોછમ રાખે છે
- દર મહિને એકવાર ચિનિરિટર્નનો છંટકાવ કરી શકાય છે
- 1 લીટર પાણીમાં 1 થી 2 મિલી મિક્સ કરી ઘાટો છંટકાવ કરવો
🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડ કે ગ્રોબેગની માટી ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
લીફી પ્લાન્ટ્સ માટે કુંડાની પસંદગી (Container Selection)
લીફી પ્લાન્ટ્સના મૂળ બહુ ઊંડા જતા નથી, તેથી તમારે ખૂબ ઊંડા કુંડાની જરૂર નથી.
ઊંડાઈ: ૬ થી ૮ ઇંચ ઊંડાઈ પૂરતી છે.
પહોળાઈ: કુંડું જેટલું પહોળું હશે, તેટલા વધુ પાંદડાવાળા શાકભાજી ઉગાડી શકાશે. ટેરેસ માટે 'ટ્રે' (Tray) અથવા ‘લંબચોરસ ગ્રો બેગ્સ' શ્રેષ્ઠ છે. વધુ વિગત માટે વોટ્સએપ કરો 9825229966
કિચન ગાર્ડનને સેટ કરવાની ઉત્તેજનામાં,આપણે ઘણીવાર આ નાના પણ અતિ મહત્વના પરિબળ ને ભૂલી જઈએ છીએ. તે છે કુંડાની સાઈઝની પસંદગી .
કુંડુ અથવા તો CONTAINER તમે લાકડાના બોક્સ માં , પ્લાસ્ટિક ડોલ માં,મોટા પ્લાસ્ટિક ડ્રમ માં કે માટીના કુંડા અથવા હવે આવેલા વિવિધ સાઈઝ ના હળવા ગ્રોબેગની પસંદગી કરી શકો છો.
સાઈઝ વધુ મહત્વની છે, કારણ કે કુંડાનું કદ કયો છોડ રોપવો છે તેના ઉપર છે . છોડની વિવિધતા માટે તમને જોઈતા કન્ટેનર અથવા કુંડાની સાઈઝ પસંદ કરો.
વિવિધ સાઈઝ ની ગ્રોબેગ તમને રાજકોટમાંથી સિર્ટીફાઇડ ગાર્ડન શોપ પટેલ એગ્રો માંથી મળશે : સંપર્ક વોટ્સએપ 9825229966
લીફી પ્લાન્ટ્સ (Leafy Plants) એટલે કે પાંદડા - સેલડ
લીફી પ્લાન્ટ્સ માટે માટી અને વાવેતર (Soil & Sowing)
માટી: લીફી પ્લાન્ટ્સને નાઈટ્રોજનયુક્ત માટી ગમે છે. અગાઉ જણાવ્યા મુજબ ૧ ભાગ માટી + ૧ ભાગ ખાતર + ૧ ભાગ કોકોપીટનું મિશ્રણ વાપરો.
વાવેતર: બીજને માટી ઉપર છાંટી દો (Broadcasting) અને પછી તેના પર માટીનું પાતળું પડ ઢાંકી દો. બીજ બહુ ઊંડા ન નાખવા. લીફી પ્લાન્ટ નું વાવેતર ઘાટું કરો . એક્ઝોટિક બીજ માટે પટેલ એગ્રો 9825229766
કુંડામાં પાણી આપવાનો સાચો નિયમ
ફિંગર ટેસ્ટ (Finger Test): તમારી આંગળી માટીમાં ૧ ઇંચ જેટલી ડુબાડો. જો માટી કોરી લાગે, તો જ પાણી આપો.
ડ્રેનેજ: ખાતરી કરો કે કુંડાના તળિયેથી વધારાનું પાણી બહાર નીકળી જાય છે.
લણણી (Harvesting ' રીત)
આ પાંદડાવાળા શાકભાજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તેને વારંવાર લણી શકો છો:
જ્યારે પાન ખાવા લાયક મોટા થાય, ત્યારે તેને નીચેથી ૧ ઇંચ છોડીને કાપી લો.
આમ કરવાથી છોડ ફરીથી નવા પાન આપશે. તમે એક જ વાવેતરથી ૩ થી ૪ વાર લણણી કરી શકો છો. એક્ઝોટિક વેજિટેબલ બીજ માટે સંપર્ક કરો પટેલ એગ્રો 9825229766
મોટાભાગના માટી NPK રેશિયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
તમે શું ઉગાડી રહ્યા છો ?તેના આધારે,
તમારે આ પ્રમાણને સમાયોજિત કરવાની જરૂર પડશે:
નાઈટ્રોજન (N): છોડના વાનસ્પતિક વિકાસ માટે
ફોસ્ફરસ (P): છોડના મજબૂત મૂળ અને ફૂલો માટે.
પોટેશિયમ (K): છોડના એકંદર સ્વાસ્થ્ય અને ફળની ગુણવત્તા માટે
આ ઉપરાંત છોડને વિવિધ સૂક્ષ્મ તત્તવોની જરૂર હોય છે . કાયા છોડને કઈ અવસ્થાએ ક્યુ પોષણ આપવું જોઈએ ? વધુ વિગત માટે 9825229766 અથવા 9825229966 ઉપર વોટ્સએપ કરો
- બાયોફિલ્ડ એ ગ્રેન્યુલ ફોર્મમાં જૈવિક ખાતર છે
- બાયોફિલ્ડ ગ્રેન્યુલમાં N P K ના બેક્ટેરિયા છે જે જમીનમાં રહી છોડને મુખ્ય તત્વો પૂરાં પાડે છે
- બાયોફિલ્ડ ગ્રેન્યુલ ખૂબ જ લાંબા સમય સુધી તત્વો પુરા પાડે છે
- બાયોફિલ્ડ દાણાદાર ખાતર 1 છોડ દીઠ 50 ગ્રામ આપી શકાય છે
- જૈવિક હોવાથી કોઈ આડ અસર થતી નથી કે ગંધ આવતી નથી
- આ ખાતર ખૂબ જ સારું જમીન/માટી સુધારક છે🌸🍆🍐🍊🍅🌱ઓર્ગનિક શાકભાજી ઉગાડવી છે તો કુંડ કે ગ્રોબેગની માટી ઓર્ગનિક ખાતર વાપરો - રોગ જીવાત માટે પણ સાચી ઓર્ગનિક જૈવિક પ્રોડક્ટ કે નીમ તમારા છોડને આપો બઝારમાં મળતા કેમિકલને બદલે સાચી પસંદગી કરવી જોઈએ . વધુ માહિતી માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક , 9825229766
જાસુદ અનેક જાતો
સંવર્ધન :
કટકા કલમ થી થાય
ફૂલ નો રંગ :
ગુલાબી, લાલ, સફેદ, ભૂરા, મરૂન, પીળા,વગેરે.
નોંધ :
બાગમાં સર્વ સામાન્ય હોય છે. પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ ટકી શકે છે.
બગીચાના કુંડા માં નીચેથી કાણું પાડવામાં આવે છે , શા માટે ?
છોડમાં વોટર લોગીંગ ન થવું જોઈએ પાણીનું ભરાઈ રહેવું શ્વશન ક્રિયા કરતા અટકાવે છે એટલેજ કુંડા કે ગ્રોબેગમાં નીચે વધારાનું પાણી નીકળી જવા માટે કાણા હોય છે .
વધુ પડતું પાણી પકડાય ન રહે તે માટે પ્લાન્ટ ના મૂળને દરેક કુંડામાં સેન્ડી સોઇલ/ કમ્પોસ્ટ હોવું જોઈએ, પોરસ જોઈએ, કુંડા કે ગ્રોબેગમાં આપણે સૌથી નીચે કાંકરા અને ઉપર પોટમીક્ષ નાખીયે છીએ એટેલે વધારાનું પાણી નીકળી જાય . છોડને ભેજ જોઈએ છે , જો આવું કરીયે તો મૂળ સડશે નહિ એટલે છોડ લીલાછમ રહેશે.
આપણા રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી RKGC ના કોઈ મિત્ર પાસે વધારાનો રોપ હોય તો ફેસબુકમાં અરસ પરસ આદાન-પ્રદાન કરી હર્બ પ્લાન્ટને વહેંચો, કોઈ પાસે હર્બના રોપ તૈયાર થયા હોય અને બીજા હર્બ સામે એક્ષચેન્જ કરવા હોય તો પણ ફેસબુકના માધ્યમથી આદાન પ્રદાન કરો.

તમારા બગીચામાં વાવેલા ગુલાબ હોય કે જાસુદ કે પછી રીંગણાં કે દુધી આ બધા છોડના ફળ ઉતારવા કે છોડની નકામી ડાળી કાપવી હોય તો સાડી કતાર કે ચપ્પુનો ઉપયોગ કરવાથી છોડના ટીશ્યુ ડેમેજ થવાથી તે જગ્યાએ થી હવામાં રહેલા વનસ્પતિને લગતા બેક્ટેરિયા રોગ લાગવાની શક્યતા રહે છે. આ માટે તમારે એક હોર્ટિકલચર ફાલ્કન સિકેટર વાપરવું જોઈએ, 12 મીમી જેવી ડાળી હોઈ તો રેગ્યુલર ફાલ્કન સિકેટર તમને ઉપયોગી થશે. બઝારમાં સિકેટર તમને પટેલ એગ્રોમાંથી મળી જશે 9825229966
જીવામૃત બનાવવાની સરળ રીત :
10 લીટર પાણી લો તેમાં
250 મિલી દેશી ગાયનું ગૌમૂત્ર ,
500 ગ્રામ દેશી ગાયનું તાજુ છાણ,
50 ગ્રામ દેશી ગોળ ,
50 ગ્રામ ચણાનો લોટ.એક મુઠી વડ કે તળાવની માટી
આ બધુ સારી રીતે હલાવી પ્લાસ્ટિક કેનમાં છાંયડે રાખો.
દિવસમાં બે વાર ઘડિયાળની દિશામાં ક્લોકવાઈઝ હલાવો . 24 થી 72 કલાક ( થોડી બદબુ આવશે તેથી જગ્યા પસંદગી ખાસ પહેલાથી કરવી ) આ રીતે રહેવા દઈ પછી ઉપયોગ કરો. બની શકે તો મિત્રોએ સાથે મળીને પોતાના કિચન ગાર્ડનની જરૂરિયાત જેટ્લુજ બનાવવું , કારણ કે જીવામૃત સાચવી શકાતું નથી.
વાપરવાની રીત :
1 લિટર પાણીમાં 100 મીલી જીવામૃત ઉમેરી હલાવી છોડ પર સ્પે કરવો તથા મૂળમાં પણ આપી શકો . એકલુ જીવામૃત સીધું છાંટવાના ઉપયોગમાં ન લેવું. ઉપર જણાવ્યા મુજબ સાદા પાણીમાં મિશ્રણ કરીને જ વાપરવું.
સારા બોન્સાઇ માટે યોગ્ય છોડની પસંદગી એ નવા નિશાળીયા માટે સૌથી મહત્વપૂર્ણ પસંદગી છે. જેમ આપણે જાણીએ છીએ કે બોન્સાઇ નું મહત્તમ કદ માત્ર ૩૦ થી ૬૦ સે.મી.ની ઊંચાઈ સુધીનું હોય છે. છોડના મૂળને સારી જગ્યા પૂરી પાડવા માટે પાત્રની ઊંડાઈ પહોળાઈ અને રોપણી માટે વપરાતા પાત્રના પ્રકારનું પણ ધ્યાન રાખવું જોઈએ. પસંદ કરેલ છોડ પણ તે વિસ્તારની પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુસાર હોવા જોઈએ. બોન્સાઇ બનાવવા માટે મુખ્યત્વે નાના પાંદડાવાળા છોડ અને પહોળા અને મોટા આકારના પાંદડાઓ પર પ્રાધાન્ય આપવામાં આવે છે. છાલ આકર્ષક હોવી જોઈએ અને ઉપરના ભાગની સરખામણીએ તળિયે થડ જાડી હોવી જોઈએ જે પરિપકવતાનો આભાસ આપે છે. ઝાડને કુદરતી દેખાવ આપતા ઉપલી બાજુની શાખાઓ વ્યાસમાં નાની હોવી જોઈએ.
બીટએ કંદમૂળ પ્રકારનો પાક છે જે એક મીઠી, તંદુરસ્ત અને એન્ટીઓકસીડન્ટથી ભરપુર વનસ્પતિ છે. સામાન્ય રીતે, આ એન્ટીઓક્સીડન્ટ બીટના લાલ રંગદ્રવ્યની અંદર હોય છે. બીટ સરળતાથી ઊગી શકે છે
આબોહવા :
બીટ એ ઠંડી ઋતુનો પાક છે. બીટને ઠંડા વાતાવરણમાં તમામ વર્ષ દરમ્યાન સરળતાપૂર્વક સારી રીતે ઉગાડી શકાય છે. સારી ગુણવત્તાવાળા કંદ મેળવવા ર૦° થી ર૫° સે. તાપમાન અનુકૂળ છે.
આદર્શ સમયઃ
સપ્ટેમ્બર નવેમ્બર માસમાં બે છોડ વચ્ચેનું અંતર ૩૦ થી ૪૫ સે.મી. હોવું જોઈએ. બીજના અંકુરણ માટે ૧૦ થી ૧૫ દિવસ લાગે છે. આ દરમ્યાન નિયમિત રીતે પાણી આપવું જોઈએ. જ્યારે રોપા ૩ થી ૫ સે.મી. જેટલા વધે ત્યારે ૫ થી ૧૦ સે.મી.ના અંતરે નબળા રોપાને કાઢી નાખવામાં આવે છે. જેથી એક જગ્યાએ માત્ર એક જ રોપો રહે. બીટના વાવેતરથી પરિપક્વતા સુધી પહોંચતા બે મહિના જેટલો સમય લાગે છે.
કાપણી:
બીટનો પાક ૯ થી ૧૦ અઠવાડિયામાં તૈયાર થાય છે. જ્યારે બીટનો વ્યાસ ૩ થી ૩.૫ સે.મી. જેટલો થાય ત્યારે પાન સાથે જમીનમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવે છે
બીટ ના પાનની ભાજી પણ બને છે , પાલક સાથે બીટના પાનની ભાજી બનાવી શકાય છે
વધુ વિગત તથા માહિતી માટે RKGC ફેસબુક કોમ્યુનિટી માં જોડાવ અને બીજ માટે પટેલ એગ્રો ભૂતખાના ચોક રાજકોટ 9825229966 નો સંપર્ક કરી શકો












.jpg)




Photo courtesy : google Image