Total Pageviews

કિચન ગાર્ડનની માટીને જીવંત રાખવા જીવામૃત બનાવવાની રીત



જીવામૃત બનાવવાની સરળ રીત : 

10 લીટર પાણી લો તેમાં 
250 મિલી દેશી ગાયનું ગૌમૂત્ર , 
500 ગ્રામ દેશી ગાયનું તાજુ છાણ, 
50 ગ્રામ  દેશી ગોળ , 
50 ગ્રામ ચણાનો લોટ.એક મુઠી વડ કે તળાવની માટી 
 આ બધુ સારી રીતે હલાવી પ્લાસ્ટિક કેનમાં છાંયડે રાખો. 
દિવસમાં બે વાર ઘડિયાળની દિશામાં ક્લોકવાઈઝ હલાવો . 24 થી 72 કલાક ( થોડી બદબુ આવશે તેથી જગ્યા પસંદગી ખાસ પહેલાથી કરવી )  આ રીતે રહેવા દઈ પછી ઉપયોગ કરો.  બની શકે તો મિત્રોએ સાથે મળીને પોતાના કિચન ગાર્ડનની જરૂરિયાત જેટ્લુજ બનાવવું , કારણ કે જીવામૃત સાચવી શકાતું નથી. 

વાપરવાની રીત : 

1 લિટર પાણીમાં 100 મીલી જીવામૃત ઉમેરી હલાવી છોડ પર સ્પે કરવો તથા મૂળમાં પણ આપી શકો . એકલુ જીવામૃત સીધું છાંટવાના ઉપયોગમાં ન લેવું. ઉપર જણાવ્યા મુજબ સાદા પાણીમાં મિશ્રણ કરીને જ વાપરવું.

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments