રાજકોટ કિચન ગાર્ડનિંગ માં કંદમૂળ પાકની માહિતી



કંદમૂળવાળા શાકભાજી (ગાજર, બીટ, મૂળા, ડુંગળી,શક્કરિયા,રતાળુ ) વાવવાના હોય તેટલી જમીનમાં થોડી રેતી મિકસ કરી દેવી અથવા સેન્દ્રિય ખાતર વધારે પ્રમાણમાં ભેળવવું. જેથી તેને ઉગવામા સરળતા રહે અને તે સારી રીતે ઉગી શકે. અળવીને ઉનાળા તથા ચોમાસા એમ બન્ને ૠતુમાં જે જગ્યામા ભેજનું પ્રમાણ સતત જળવાઈ રહેતું હોય તેવી જગ્યાએ વાવવી. 

સાથે બીજા પાકો વિષે નોંધો કે ગુવાર એક ફૂટ ઉંચાઈ પછી પીન્ચીગ કરવું. રીંગણ અને પપૈયામા પાણી ઓછું આપવું અને પાણીની ખેચ આપ્યા બાદ પાણી આપવું. રીંગણની જાત ઓછા બીજ હોય એવી પસંદ કરવી. આદુ, હળદર અને સુરણ પણ કુંડ કે ગ્રોબેગમાં વાવી શકાય

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot