જો તમે સોઈલલેસ મીડિયમ (જેમ કે કોકો પીટ + પરલાઇટ) વાપરો છો, તો તમે તમારા મિશ્રણમાં સૂકા જૈવિક પોષક તત્વો ભેળવો જેમ કે ૫૦% કોકોપીટ સાથે ૩૦% પરલાઇટ અથવા વર્મીક્યુલાઇટ (હવા અવરજવર માટે) અને ૨૦% વર્મીકમ્પોસ્ટ અળસિયાનું ખાતર ઉમેરો .સાથે જીવાતો રોકવા અને ધીમે ધીમે ફોસ્ફરસ મેળવવા માટે કુંડા દીઠ ૧ ચમચી લીમડાનો ખોળ અને ૧ ચમચી બોન મીલ ઉમેરો.
pH લેવલ: મોટાભાગના છોડ ૫.૫ થી ૬.૫ ની વચ્ચે સારી રીતે વધે છે. જો pH ખૂબ વધારે કે ઓછો હોય, તો પોષક તત્વો હાજર હોવા છતાં છોડ "ભૂખ્યો" રહે છે.
EC/TDS: આ તમારા દ્રાવણની "તીવ્રતા" માપે છે.
પાંદડાવાળી શાકભાજી: 800–1200 ppm
ફળ આપતા છોડ: 1500–2500 ppm
પ્રો-ટિપ: હંમેશા "ડી-ક્લોરિનેટેડ" પાણીનો ઉપયોગ કરો. જો નળના પાણીનો ઉપયોગ કરતા હોવ, તો તેને ૨૪ કલાક સુધી બહાર રહેવા દો જેથી પોષક તત્વો ઉમેરતા પહેલા ક્લોરિન ઉડી જાય.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
Photo courtesy : google Image