ફૂગ જેવી લગતી આ જીવાત ફૂગ નથી એમીલીબગ હઠીલી જીવાત છે તેના બચ્ચા જમીનમાં ઈંડા મુકે છે અને ત્યાંથી ક્રાઉલર થડ દ્વારા ઝાડ પર ચડે છે. બહુ ઉપદ્રવ થયેલી ટોચની ડુંખ મીલીબગ સહીત સીકેટરથી કાપી કચરોમાં નિકાલ કરી છોડને રક્ષિત કરો
શેમ્પુ અથવા ડીટર્જન્ટ સાથે નીમ ૧૫૦૦ પીપીએમ ૪ થી ૫ મિલી/લીટર પાણીમાં છંટકાવ વારંવાર કરો
એકલ દોકલ મીલીબગને ચીપિયા વડે વીણી લ્યો.
જાસુદ, ચંપો વગેરે છોડ મીલીબગને બહુ ગમે.
ઈમીડાકલોપ્રીડ અથવા રોગર જંતુનાશક સાથે ડીટર્જન્ટ અડધી ટી સ્પુન સાથે ઘાટો છંટકાવ કરો.
મિલીબગને ઓળખો
સફેદ રુંવાટી ધરાવતા નાના કીટક કે જે સફેદ ફૂગ જેવા દેખાય છે તે છોડની ટોચની ટોચ ઉપરની જગ્યાએ એકઠા થયેલા દેખાય છે મિલીબગ થડ દ્વારા ઉપર ચડે છે તેથી થડ ફરતે પ્લાસ્ટિક ટ્રેપ લગાડીને ઉપર ગ્રીસ લગાડી દેવામાં આવે તો મીલીબગ ઝાડ ઉપર કે છોડ ઉપર ચડી શકતા નથી , એટલું ધ્યાન રાખોકે જે પ્લાંટમાં આવી ટેપ લગાડી તેની કોઈ ડાળી બીજા ઝાડ સાથે કે દીવાલને ટચ ના થવી જોઈએ . કુંડા કે ગ્રોબેગ ને છુટા છુટા રાખો .
મીલીબગ થોડા હોયતો ચીપિયાથી વીણી લ્યો અથવા જે ડાળીમાં ટોચ ઉપર ભેગા થયેલા હોય તે ડાલી સિકેટર થી કાપીને કચરા માં નાખો .
જરૂર પડે તો પિચકારી રૂપે પાણી થી ધોઈ નાખો,
મીલીબગના ઈંડા પહેલા વરસાદ પછી માટીમાંથી ક્રોઉલર રૂપે બહાર આવે છે અને તે છોડ પર ચડીને નુકસાન કરે છે .
ચોમાસુ બેસે એટલે જાસુદ, ચંપો, લીમડો અને બીજા શાકભાજીમાં આ સફેદ જીવાતનો ઉપદ્રવ શરુ થાય વરસાદ આવે પછી તેના સેંકડો ક્રાઉલર - બચ્ચા જમીનમાંથી ઝાડના થડ દ્વારા ચડીને ટોચની કૂણી ડાળીઓમાં રસ ચૂસે અને તેની હગાર સુગરી હોવાથી કીડીઓ પણ ત્યાં આવે અને તે તેને ખેંચી જાય તો તે એક છોડ થી બીજા છોડ પર સ્થાળાંતર થાય છે , આ ફૂગ નથી આ ખુબ નુકશાનકારક જીવાત છે તેને મીલીબગ કહે છે .
કંટ્રોલ કેમ કરવો
આમતો હઠીલી જીવાત જંતુનાશક દ્વારા કંટ્રોલ સહેલ્લો બને પરંતુ આપણે જંતુનાશકનો ઉપયોગ નહિ કરીયે
શું કરવું ?
᐀ જો તમારા છોડમાં કીડી સાથે મીલીબગ હોય તો તમે ખુબ મોડા છો
᐀ એકલ દોકલ મીલીબગ હોય તો વીણી લ્યો અને તેને ગટરમાં વહાવી દ્યો અથવા નાશ કરો , બહાર ફેંકતા નહિ .
᐀ ટોચની ડાળીઓ માં વધુ હોય છે તે કાપીને મીલીબગનો નાશ કરો
᐀ છોડમાં ઉપદ્રવ હોય તે છોડનું કુંડુ જુદું કરો જેથી મીલીબગ ચાલીને તમારા બીજા છોડ ઉપર ના ચડે ,
᐀ ચાલીને મીલીબગ થડ થી ચડે છે , છોડ બીજા છોડ સાથે ટચ થતો હોય તો દૂર કરો
᐀ જાસુદ , ચંપો , મીઠા લીમડાના છોડના થડ ઉપર પ્લાસ્ટિક પટ્ટો લગાડી તેના ઉપર ગ્રીસ નું લેયર કરી દ્યો મિલીબગ ચડશે નહિ .
᐀ કોઈ પણ જન્તુનાશકથી મીલીબગને મારે પણ જો તેના શરીર નું ઉપરનું સિલ્કી પડ ધોવાયેલું હોય તો , કોઈ પણ દવા સાથે થોડું ડિટર્જન્ટ નાખો દા .ત. 1500 PPM નીમ 5 મિલી એક લીટર પાણી સાથે 10 ટીપા લીકવીડ ડિટર્જન્ટના અઠવાડિયામાં બે વાર સ્પ્રેય કરો
᐀ નીમ દ્રાવણનું ના માટીમાં પણ ડ્રેન્ચિંગ કરજો અથવા પટેલ એગ્રો માંથી મંગાવી છાંટો .
᐀ રોગર જંતુનાશક સાથે પણ ડિટર્જન્ટ વાપરવું ફરજીયાત છે
વધુ વિગત માટે RKGC ફેસબુક પેજમાં કોમેન્ટ બોક્સમાં ફોટો સાથે પ્રસના પૂછી શકો છો અથવા 9825229966 પાર વોટ્સએપથી મોકલી શકો છો
પ્રવીણ પટેલ
એગ્રોનોમીસ્ટ
આપણા કિચન ગાર્ડનમાં સફેદ આકારની ચુસીયા જીવાત જે ખાસ કરીને જાસુદ , પપૈયા , ચંપો અને મોટાભાગના શાકભાજીમાં દેખાત છે તેને મીલીબગ કહેછે , મીલીબગનો ઉપદ્રવ વધુ હતો ત્યારે 1 લિટર પાણીમાં 5 થી 8 મિલી લીંબુનો રસ નાખી છંટકાવ કરવાથી સારું પરિણામ ખેડૂતોને મળ્યું છે. અમારા અવલોકન પ્રમાણે ખટાશથી જીવાતની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા થાય છે. એકદમ અક્સીર પદ્ધતિ માલુમ પડી છે. અથવા નીમ ઓઇલ સાથે ચપટીક ડિટર્જન્ટ સાથે છાંટવાથી પરિણામ મળે છે , આ જીવાત ઉડતી નથી તે તમારા છોડમાં થડ કે બીજા છોડ ને ડાલી અડતી હોઈ ત્યાંથી તમારા છોડ પર આવે છે
થડ પર શેલો ટેપ લગાડવાથી તે છોડ ઉપર ચડી સકતી નથી
મારા છોડવાઓ ઉપર કીડીઓ બહુ આંટા મારે છે,
તમાર છોડ ઉપર કીડીઓ છે તેનો મતલબ કે તમારા છોડમાં મીલીબગ અથવા મોલોમશી નામની જીવાત નો ઉપદ્રવ છે કારણ કે આ જીવાતની હગાર સુગરી હોય છે તેથી કીડી આવે છે અને આ કીડી મીલીબગને એક છોડ થી બીજા છોડ ઉપર પણ લઇ જઈ શકે તેથી ઝડપથી મીલીબગ અને મોલોનું નિયંત્રણ નીમ 1500 પીપીએમ નું દ્રાવણ સાથે ડિટર્જન્ટ નો છાંટીને કરો. વધુ વિગત માટે કોમ્યુનિટીના વોટ્સએપ ગ્રુપમાં લખો 9825229966
ગરમીની શરૂઆત થઇ છે મિલીબગ નામની સફેદ ફૂગ જેવી ચુસીયા જીવાત જોવા મળી રહી છે તેને બની શકે તો વીણીને કચરા માં નાખવી અથવા ટોચની ડાળીમાં વધુ હોય છે તે ડૂંખ કાપીને કચરામાં નાખવી
જરૂર પડે તો નીમ સાથે ડિટર્જન્ટ અથવા લિક્વિડ સોપ,
એપલ સીડર, વિનેગર, ખાસ પ્રકારની જંતુનાશક માટીનો છંટકાવ, લીંબુ અથવા મીન્ટનું દ્રાવણ વગેરે માંથી કોઈ પણ એક સાથે ડિટર્જન્ટ સાથે ઉપયોગ ખાસ કરવો.
જો કંટ્રોલ ન થાય તો રોગર સાથે ડિટર્જન્ટનો સ્પ્રે કરવો.
વધુ વિગત માટે 9825229766