તમારા છોડમાં કાળી - પીળી ચુસીયા જીવાંત મોલો આવી છે ?
તમારા છોડ ઉપર સફેદ માખી આવી છે ?
પટેલ એગ્રો રાજકોટના ઉત્કૃષ્ટ ફ્લેવર વાળા
ઓર્ગનિક દેશી બીજ માંથી તંદુરસ્ત ઉત્પાદન લેવા માટે
દર અઠવાડિયે નીમ એક્સટ્રેક 1500 પીપીએમ સ્પ્રે કરો
1 લીટર પાણીમાં 4 મિલી નીમ એક્સટ્રેક્ટ 1500 પીપીએમ + ½ ટી સ્પૂન હળવો સાબુ પાવડર .
પાંદડાં પર (ઉપર અને નીચે) દર અઠવાડિયે નિયમિત રીતે છાંટતા રહો અથવા દર 3 દિવસે સક્રિય જંતુઓ માટે સ્પ્રે બાયો પેસ્ટીસાઇડ નો સ્પ્રે કરો.
એઝારીડેક્ટિન ૧૫૦૦ પીપીએમ એ એક લીમડા આધારિત જૈવિક-જંતુનાશક છે જેમાં પ્રતિ મિલિયન (અથવા ૦.૧૫%) ૧૫૦૦ ભાગો હોય છે, જે કુદરતી જંતુ નિયંત્રણ સંયોજન છે, જેનો ઉપયોગ ચૂસનારા અને ચાવનારી જીવાતોને નિયંત્રિત કરવા માટે ખેતીમાં વ્યાપકપણે થાય છે.
વધુ વિગતમાટે પટેલ એગ્રો એગ્રોનોમીસ્ટ નો સંપર્ક કરો 9825229966
જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી મોલોની શરૂઆત થાય છે અને ફેબ્રુઆરીમાં ઉપર ખૂબ જ વધી જાય છે. તે આછા લીલા , કાળા અથવા સહેજ પીળા રંગની અને પાંખો વિનાની હોય છે. મોલોનું શરીર પોચું હોય છે અને આકાર લંબગોળ હોય છે. તે છોડનાં પાનની નીચેની બાજુએ ચોંટી રહી ત્યાંથી રસ ચૂસે છે, પરંતુ મોસમના અંત ભાગમાં અથવા પરિપક્વ થવા આવે ત્યારે પાંખવાળી મોલો દેખાય છે. પાંખો પારદર્શક, આગળથી લાંબી, પહોળી અને પાછળથી નાની હોય છે.
મોલોમશી આવવાની શરૂઆત થાય ત્યારે પાક ઉપર રાખનો છંટકાવ કરવામાં આવે છે: આ રીતે કાપડની પોટલીમાં રાખ નાખીને છોડપર સતત ચાર દિવસ રાખનો છંટકાવ કરવામાં આવે છે. ખેતી કરતા ખેડૂતોનું માનવું છે કે રાખનો છંટકાવ કર્યો પછી ૨૦ દિવસ સુધી મોલોમશી જોવા મળતી નથી. ત્યાર બાદ જો મોલોમશી દેખાય તો ફરીથી રાખનો છંટકાવ કરવામાં આવે છે. આ સિવાય જો જંતુનાશક છાંટવું હોય તો ડાયમેથોએટ છાંટી શકાય 9825229966