ટ્રાયકોડર્માં વિરીડી નામની ઉપયોગી મિત્ર ફૂગ વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે , જે માટીમાં રહેલી નઠારી નુકશાનકારક ફૂગને ખાય છે. ટૂંકમાં ફૂગ- ફૂગને ખાય તેવી કુદરતી જૈવિક ફૂગનાશક છે. ખુબ ઉપયોગી મિત્ર ફંગસ છે જે મનુષ્ય ને જરા પણ હાનિ નથી કરતી .
તમારા કુંડા,ગ્રો બેગ અને બગીચા માટે ટ્રાયકોડર્માંનું નાનું પેકેટ લઇ આવો . આ મિત્ર ફૂગ નું સ્પૂન સપ્લીમેન્ટ- જૈવિક ફૂગનાશક મેળવવા પટેલ એગ્રો સીડ્સ, ભુતખાના ચોક નો સંપર્ક કરો. 9825229966
એક ચમચી ટ્રાઈકોડર્મા એક લીટર પાણી સાથે મેળવી કુંડાને આપી દો. જૈવિક નિયંત્રણ કરો કુંડાની માટી સમૃદ્ધ બનશે .
રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક યુઝર્સને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
જાતે પકવો જાતે ખાવ કોન્સેપ્ટ મુજબ આપણા હોમ ગાર્ડનમાં વાવેલા છોડને રોગ-જીવાતથી મુક્ત રાખવા બે ત્રણ પદ્ધતિ વાપરી શકાય.
- જીવાતને વીણી લઈને નાશ કરવો.
- પાણીનો સ્પ્રે કરી ને જીવાતને ધોઈ નાખવી.
- જંતુનાશક અથવા ફૂગનાશકનો છંટકાવ કરવો.
આજકાલ ઘણા મિત્રો ઘરમાં મરચું- લસણ- હિંગ વગેરેનો રસ બનાવીને ઉપયોગ કરે છે. ગૌમૂત્ર નો છંટકાવ કરી શકો, મોલો હોય તો રાખ છંટકાવ કરી શકો, યલો સ્ટીકી ટ્રેપ સ્ટ્રીપ વાપરી શકો, બ્રમ્હ્રાસ્ત્ર ઘેર બેઠા બનાવી શકો, કૂકડ આવ્યો હોય તો બકરીના દૂધમાં પાણી ઉમેરી છાંટી શકો. વગેરે. ફૂગના રોગ માટે કોપર પાવડર છાંટી શકો.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.