બગીચાના કુંડા કે ગ્રોબેગ માં થોડું પણ ટીપે ટીપે પાણી મળી રહે તેવો જુગાડ આપણે કરી શકીયે આપણી કોઈ પણ કોલ્ડ્રિંક્સ ની ખાલી બોટલ માં ઢાંકણામાં નાનુ કાણું પાડી તેમાં સુતરની દોરી પરોવીને તમારા પોટની માટી માં દબાવી દો તો કેશાકર્ષણના નિયમ અનુસાર થોડું થોડું પાણી માટીને મળતું રહેશે , બોટલને તળિયેથી કાપેલ રાખશો તો ફરી પાણી બોટલ માં ભરવું સહેલું પડશે
આજકાલ બજાર માં કોલ્ડ્રિંક્સની બોટલ માં ફિટ થાય તેવા ટપકનીયા પણ મળે છે જે બોટલના આંટામાં ફિટ થઇ જાય છે તેમાં એક નાનો વાલ્વ હોઈ છે જે ટીપે ટીપે પોટ કે ગ્રોબેગને પાણી આપ્યા કરશે , અમેઝોન કે રાજકોટ ગાર્ડન સેન્ટર માં તમને મળી જશે . વધુ વિગત માટે 9825229966
ગ્રો બેગ ને ડ્રિપ થી પાણી આપી શકાય ?
ચોક્કસ , દરેક છોડ ને સમયસર પિયત આપવું ખુબજ જરૂરી છે તેમાં ઇઝરાયેલ ની આધુનિક પદ્ધતિ દ્વારા ડ્રિપ ફિટ કરાવીએ તો આપડે બગીચાને નિશ્ચિત સમયે , નિશ્ચિત મુદત માટે પાણી આપી શકીયે , દરેક ગ્રો બેગ માં આપે વિવિધ શાકભાજી ઉગાડ્યા છે ત્યારે કોઈ છોડ ને વધુ તો કોઈ છોડ ને ઓછું પાણીની જરૂર છે તેના આયોજન માં ડ્રિપ ખુબજ ઉપયોગી થશે
આપને 16 મિમિ ની લેટ્રાલ ટ્યુબ , કનેક્ટર , ડિસ્ટ્રીબ્યુટ ટ્યુબ અને 2 લીટર પ્રતિ કલાક વાળા ડ્રિપર ની જરૂર પડશે
અંદાજે આ ખર્ચ 3000 જેવો થશે તમારા સ્ટોરેજ માંથી પાણી આવે છે ત્યાં નાનકડું સ્ક્રીન ફિલ્ટર લગાડશો તો વધુ સારું રહેશે
વધુ વિગત માટે આપ સંપર્ક કરશો 9825229966
ખેતી માં પાક ને પાણી પાવા માટે અલગ અલગ પદ્ધતિ જેવી કે ધોરીયા ક્યારા પદ્ધતિ , ફુવારા પદ્ધતિ , ટીપા પિયત પદ્ધતિ અને માટી માં પાણી સચવાય રહે તેની ઝેબા પદ્ધતિ હોય છે ;
ઘરઆંગણે ની કુંડ કે ગ્રો બેગ માં પિયત આપવા આપણે પાઇપ દ્વારા કે ડોલ દ્વારા આપીયે છીએ , ટીપા પિયત પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન દ્વારા દરેક ગ્રોબેગ ને ટીપે ટીપે આપવા પદ્ધતિ લગાડી શકીયે , એક માળ ની ટાંકી ; માંથી ફિલ્ટર લગાડેલ ડ્રિપ ટ્યુબ દ્વારા આપી શકાય , આ ડ્રિપ ટ્યૂબ જાતે અથવા પ્લમ્બર દ્વારા લગાડી શકાય ;
ડ્રિપ ટ્યૂબ માં જરૂરિયાત મુજબના ડ્રિપર એટલે કે ટપકણીયા લગાડી શકાય , ડ્રિપર કલાકે બે લીટર , 4 લીટર અને 8 લીટર વાળા આવતા હોઈ છે , ડ્રિપ પદ્ધતિમાં ફિલટર લગાડવું આવશ્યક છે ;
જરૂરિયાત ;
નાનું સ્ક્રીન ફિલ્ટર ;
સાદી ડ્રિપ ટયુબ ;
આઉટલાઈન ડ્રિપર ;
ડ્રિપ ટ્યૂબ થી છોડ સુધીની કનેક્ટિંગ ટયુબ અને કનેક્ટર ;
એન્ડ કેપ ;

શાકભાજીને સફળતાપુર્વક ઉગાડવામાં પાણી અગત્યની છે. માટીના સ્પર્શથી પણ શાકભાજીને પાણી આપવાની જરૂરીયાત છે કે નહિ તે જાણી શકાય છે.
ગ્રોબેગ માં રોજ થોડું થોડું પાણી આપવા એક પાણી ના જારા ની આવશ્યકતા રહે છે,
યાદ રાખો માટી ના સ્પર્શ થી તમારા કુંડામાં પાણી ની જરૂરિયાત છે કે તે પહેલા ચકાસવું , ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું.અને ઉનળામાં માટી સુકાય નહિ તે ધ્યાન રાખવું , ઉનાળામાં સવારે અથવા સાંજે પાણી આપવાનું રાખવું બપોરે તડકામાં નહિ , શાકભાજીને સાધારણ રીતે સાંજે પાણી આપવું. સુર્યના તાપમાં પાણી આપવું હિતાવહ નથી.