
કિચન ગાર્ડનિંગ માં નોન-જીએમઓ બીજ સાથે ઓર્ગેનિક રીતે બાગકામ કરવું હંમેશા સારું છે. પરંતુ દેશી બીજ -દાદીમાનું બીજ એટલે કે વારસાગત બીજ, ઓર્ગેનિક લેબલ વિના પણ, મોટાભાગે રસાયણ મુક્ત હોય છે. બીજ કોઈપણ કિચન ગાર્ડનિંગ માટે પ્રારંભિક બિંદુ છે - દેશી બીજ- દાદીમાનું બીજ. આવા બીજનો ડી એન એ તમને પ્રાપ્ત થનાર સ્વાદિષ્ટ શાકભાજી પેદાશનું કદ અને ગુણવત્તા નક્કી કરે છે. આપણે દેશી કહીયે છીએ તે એટલે નેટિવ બીજ અથવા તો વારસાગત બીજ. ગામડામાં તેને દાદીમાએ સાચવેલું બીજ પણ કહે છે .
શું આ અત્યારે મળે છે ? આપણી RKGC કોમ્યુનિટીના આગ્રહ થી આ વર્ષે આખા દેશમાંથી વિવિધ પ્રાંતમાંથી દાદીમાનું બીજ ખુબજ પ્રયત્ન કરવાથી થોડું મળ્યું છે . બીજ મેળવવા માટે અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે. વધુ વિગત અને નોંધણી માટે 9825229766
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966

દેશી બીજ કોને કહેવાય શું બજારમાં મળતા બીજ દેશી હોઈ છે ખરા ?
ના,દેશી બીજ મેળવવા આજે ઘણા મુશ્કેલ છે.દેશી બીજ એટલેકે વારસાગત બીજ એ સ્વપરાગીત બીજ છે.આવા શાકભાજીઓ અને ફૂલ છોડની જાતની પેઢી દર પેઢી પસાર થાય છે છતાં પોતાની આનુવાંશિકતા પ્રમાણે શ્રેષ્ઠ સ્વાદ, રંગ અને અનન્ય લક્ષણ જાળવી રાખે છે.
દેશી બીજ દાદીમાનું બીજ ફરી ફરી વાપરી શકાય છે.આવા બીજમાં વિવિધ સાઈઝના ફળો આવે છે તે તેની લાક્ષણિકતા છે .આપણા દેશી બીજમાં પોતાનો સ્વાદ અને સુગંધ અનોખો જાળવી રાખે છે, હા કદાચ એવું બને કે આધુનિક હાઈબ્રીડ બીજ કરતા તેમાં રોગ પ્રતિકારક શક્તિનો અભાવ હોઈ શકે છે. આવું બીજ આપણે RKGC કોમ્યુનિટી ના આગ્રહ થી આખા ભારતમાંથી દાદીમાનું બીજ ખુબજ સીમિત માત્રામાં ઉપલબ્ધ થવાની ધારણા છે.
વહેલાતે પહેલા ના ધોરણે આપણે પટેલ એગ્રો 9825229766 ના માધ્યમથી ફક્ત નોંધાવેલા સભ્યોને આપીશું .આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966