બજારમાં મળતી તૈયાર માટીને બદલે ઘરે પોટિંગ મિક્સ બનાવવું સહેલું છે. એટલું યાદ રાખો કે એક સારું પોટિંગ મિક્સ છોડને ટેકો આપવા માટે પૂરતું ઘટ્ટ, પોષક તત્વોથી ભરપૂર અને હવા-પાણીની અવરજવર માટે છિદ્રાળુ હોવું જોઈએ.
પોટિંગ મિક્સ માટે જોઈએ માટી (Soil): બગીચાની માટી વાપરી શકાય છે, પરંતુ તેને જંતુમુક્ત (Sterilize) કરવી જરૂરી છે જેથી રોગ કે નીંદણ ન થાય.
બીજું જો માટી ચીકણી હોય તો રેતી (Sand) જોઈએ તે માટીમાં હવાની અવરજવર વધારે છે. પોષણ માટે જોઈએ સારું ફળદ્રુપ કમ્પોસ્ટ (Compost) તે ભેજ જાળવી રાખે છે અને છોડને પોષક તત્વો પૂરા પાડે છે.
જો તમે તેમાં કોકોપીટ ઉમેરો તો તે મિશ્રણને હલકું અને છિદ્રાળુ રાખે છે અને નિતાર વધારે છે.જો તમે તેમાં થોડું પર્લાઇટ (Perlite) તે જ્વાળામુખીનો પથ્થર ઉમેરો છો તો તે પણ માટીમાં ડ્રેનેજ (પાણીના નિકાલ) માં મદદ કરે છે.
સફળ ગાર્ડનર વર્મિક્યુલાઇટ (Vermiculite) પણ ઉમેરે છે જે હલકું હોય છે અને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે.
વધુ વિગત માટે WWW.GROWDESI.COM અથવા પટેલ એગ્રો 9825229766.

બીજની શરૂઆત: ચોમાસામાં પટેલ એગ્રોમાંથી લાવેલા દેશી બીજને ગ્રોબેગ કે કુંડામાં ૧/૪ ઇંચ ઊંડે વાવો. ૧૦ થી ૨૧ દિવસમાં અંકુર દેખાશે. અંકુર દેખાય એટલે તેને તડકા વાળી જગ્યા પાસે રાખો
ખાતર: ૩-૪ અઠવાડિયાના છોડ થાય ત્યારે જ હળવું ખાતર વર્મી કમ્પોસ્ટ આપો.
ટ્રાન્સ પ્લાન્ટિંગ: જો છોડ નજીક નજીક હોય તો તેને ૧૮-૨૪ ઇંચ ઊંડા કુંડામાં પણ ઉગાડી શકાય છે. તેમાં બગીચાની માટીને બદલે 'પોટિંગ મિક્સ' વાપરવું. જેથી મૂળનો વિકાસ સારો થાય. શરૂઆતમાં તેમને પવન અને સખત તડકાથી બચાવો.સીધો સૂર્યપ્રકાશ અને સેન્દ્રીય માટીવાળી જગ્યા પસંદ કરો. જ્યાં ગયા વર્ષે ટામેટાં, મરચાં વાવ્યા હોય તે પોટમાં રીંગણ ન વાવો. બે છોડ વચ્ચે ૨-૩ ફૂટ અંતર રાખો.અથવા એક કુંડામાં એકજ રીંગણ વાવો
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
જો તમારી પાસે બજેટ નથી, તો તમારી આસપાસની ખેતરાઉ માટીનો ઉપયોગ કરો. પણ માટીની ગુણવત્તા તપાસો: જો તે ખૂબ ચીકણી (clay) હોય તો પાણી ભરાઈ રહેશે,
અને જો રેતાળ હોય તો પોષક તત્વો ટકશે નહીં.
ખેતરાઉ માટીમાં ઘરે બનાવેલું મફત કમ્પોસ્ટ એટલે કે રસોડાના કચરા (કેળાની છાલ, ડુંગળીના ફોતરાં, ચાની પત્તી, ઈંડાના કવચ) માંથી બનાવેલું કમ્પોસ્ટ ભેળવો
આ કમ્પોસ્ટને તમારી સ્થાનિક માટીમાં ઉમેરવાથી માટી ફળદ્રુપ બનશે. હજુ વધુ સારો રસ્તો એ છે કે તેમાં ૪૦% સ્થાનિક માટી, ૪૦% ટોપસોઈલ અને ૨૦% કમ્પોસ્ટનું મિશ્રણ ઉત્તમ રહે છે. જો તમે નર્સરીમાંથી બેગ ખરીદો છો, તો ખર્ચ થઈ શકે છે.
નોંધ: સસ્તું વર્મીકમ્પોસ્ટ કે કોકોપીટ ખરીદો છો તેમાં નઠારા રોગકારક આવી શકે છે સારી ગુણવત્તાનું કમ્પોસ્ટ અને કોકોપીટ જ પસંદ કરો.આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
ગ્રો-બેગ એક પ્લાસ્ટિક યુવી સ્ટેબીલાઈઝ્ડ બેગ છે જે કિચન ગાર્ડન માટે ખાસ બનાવવામાં આવે છે. ઉંચ્ચ ક્વોલીટીની ગ્રો-બેગ બેથી ચાર વર્ષ વાપરી શકાય છે. જેમાં અંદાજે ૧૫ થી ૨૦ કિલો પોટ મિક્ષ સમાય છે. આ પોટામિક્સમાં ફળદ્રુપ માટી , કોકોપીટ ,સેન્દ્રીય ખાતર , વર્મીકમ્પોસ્ટ ,સીવીડ અને પોષક તત્વો નાખવા જોઈએ આવા પોષક તત્વો થી સમૃદ્ધ પોટમીક્ષ સાથે ગ્રોબેગ જોઈતી હોય તો અગાઉથી ઓર્ડર આપીને પટેલ એગ્રો 9825229766 મેળવી શકાય છે .
ફળદ્રુપ પોટમિક્ષ સાથેની ગ્રો-બેગ કિચન ગાર્ડન માટે ઉત્તમ છે.
જેમાં તમે ટામેટા, મરચા, કોબી, દુધી, કોથમીર, તાંજળીયો, મેથી, ફુદીનો, પાલખ, બીટ, રીંગણ, ગાજર, લસણ, મૂળા અને ફૂલછોડ વગેરે ઉગાડી શકો છો.

આ ગ્રોબેગ સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે ફરી શકે છે તેથી ખુબ જ સરળ છે. ગ્રો બેગમાં ફળદ્રુપ માટી, કોકોપીટ, વર્મીકમ્પોસ્ટ, સીવીડ, પોષકતત્વો, સેન્દ્રીયખાદ અને જરૂરી માઈક્રો ઓર્ગેનીઝ્મ ઉમેરેલ તૈયાર મળે છે. પરંતુ જો તમે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટીના ફેસબુક ફોલોવર હો તો તમને ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે.
ડીલીવરી ચાર્જ અલગ રહેશે, અગાઉથી ઓર્ડર આપવો જરૂરી છે . રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી - પટેલ એગ્રો સીડ્સ વધુ માહિતી જાણવા 9825229766
વર્મીકમ્પોસ્ટ કેવી રીતે બને ?
વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા સમજો તો સમજાય કે બજારમાં 20 રૂપિયે કિલો વેંચતા
વર્મીકમ્પોસ્ટ કેવા હોય ?
ચાલો સમજીયે અળસિયાની કમાલ ને !
અળસિયા નર અને માદા બંનેના પ્રજનન અંગો ધરાવે છે. પુખ્ત અળસિયા દર પંદર થી વીસ દિવસે સમુહમાં ઈંડા મુકે છે. જેને ʻકકુનʼ કહે છે. જેમાંથી બચ્ચા તૈયાર થાય છે. અળસિયાને ઊંઘ કે આરામ નથી. જન્મે ત્યારથી સતત માટી/ સેન્દ્રિય પદાર્થ ખાય છે. દરેક અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન કરતા દોઢ થી બે ગણી માટી ખાય છે. અને હગાર બહાર કાઢે છે. આ હગાર હ્યુમસ સ્વરૂપે હોય છે. જેમાં સામાન્ય જમીન કરતા પાંચ થી દસ ગણા લભ્ય પોષક તત્વો હોય છે. આમ અળસિયું ખેતીમાટે વરદાન છે .
અળસિયા પોતાના શરીરમાંથી જે હગાર બહાર કાઢે છે તેને વર્મીકાસ્ટ કહે છે. અળસિયાથી બનાવેલ ખાતરને વર્મીકમ્પોસ્ટ કહે છે. તથા કમ્પોસ્ટીંગની પ્રક્રિયા દરમ્યાન એકઠા કરેલ પ્રવાહીને વર્મીવોસ કહે છે. અને અળસિયાના ઉછેરને વર્મીકલ્ચર કહે છે.
પટેલ એગ્રો રાજકોટ તેના સેમિનારમાં વર્મીકમૉસ્ટ ખાતર બનાવવા માંગતા ખેડૂતોને કહે છે કે વર્મિકંપોસ્ટ યુનિટમાં આશરે ૪૫ થી ૫૦ દિવસે તેના યુનિટની ઉપર ઘાટા ભૂખરા રંગનાં દાણા જોવા મળશે. ધીરે ધીરે આખી બેડ આવા દાણાદાર પાવડરની તૈયાર થાય છે . આ વખતે ચાર-પાંચ દિવસ સુધી યુનિટમાં પાણી બંધ કરવું જેથી અળસિયા વર્મીબેડમાં નીચે જતા રહેશે. ઉપરના થરનો દાણાદાર પાવડર હળવા હાથે વર્મીબેડને અડચણ કર્યા વગર અલગ કરી .શંકુ આકારનો ઢગલો કરી લેવો જેથી અળસિયા નીચેના ભાગમાં જતા રહેશે . આ એકઠા કરેલ દાણાદાર પાવડરના જથ્થાને છાયા વાળી જગ્યાએ આશરે ૧૨ કલાક રાખો ત્યાર બાદ પેકીંગ કરી પોતાના ખેતર માં નાખી તમારી જમીન સમૃદ્ધ બનાવી વધુ સારો ઓર્ગનિક પાક મેળવો
વર્મીકમ્પોસ્ટ માં માટી નહિ અળસિયાની હગાર હોવી જોઈએ
ખેડૂતોના યુનિટમાં બનેલું પ્યોર ફળદ્રુપતા થી ભરપૂર વર્મીકમ્પોસ્ટ ખરીદવા માટે રાજકોટ નું સ્થળ છે
પટેલ એગ્રો સીડ્સ , ભૂતખાના ચોક ,
ઢેબર રોડ , રાજકોટ 9825229766
માટીએ આપણા છોડનો આધાર છે જે છોડને ટેકો આપે છે અને મૂળને વિકસિત થવામાં મદદ કરે છે. માટી ફળદ્રુપ જોઈએ, ખેતરાઉ માટી ખુબ સારી, કાળી ચીકણી માટીને બદલે લાલ માટીમાં પોરોસીટી વધુ હોય છે તેનો ઉપયોગ કરી શકાય.
માટીને વધુ સારી બનાવવા માટે કોકોપીટ, વર્મીકમ્પોસ્ટ, સેન્દ્રીય ખાતર, સી-વીડ, પોષક તત્વો અને જૈવિક બાયો ફર્ટીલાઈઝર નાખવું જોઈએ. માટીમાં સત્વ હશે, પોષણથી ભરપુર હશે તો છોડ વધુ સારા થશે તે યાદ રાખજો. એટલે ગ્રો બેગમાં પોટમિક્સ ખુબજ અગત્યનું છે.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડનકોમ્યુનિટી ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
ઘણી નર્સરીવાળા પોટિંગ સોઇલ કે જે ખેતરાઉ માટી અથવા તો જ્યાં ખોદકામ થાય છે ત્યાંથી મિક્સ માટી એકઠી કરેલ હોય તેને પોટિંગ મિક્ષ તરીકે આપી દેતા હોય છે. હકીકતે પોટિંગ મિક્ષ અને પોટિંગ સોઇલ જુદું છે.
પોટિંગ મિક્ષમાં વિવિધ જરૂરી તત્વોનું મિશ્રણ હોય છે. તમારા કિચન ગાર્ડનમાં તમે કુંડા કે ગ્રો બેગમાં શું વાવેતર કરવા માંગો છો તેના આધારે પોટિંગ મિક્ષ અલગ અલગ લેવું જોઈએ. એકલી ખેતરાઉ માટીમાં ગાયનું છાણ નાખી દ્યો તેવું નહિ કરતા , માટી પણ સારી લેજો , તંદુરસ્ત છોડનો આધાર ફળદ્રુપ માટી છે એટલે એમા કોમ્પ્રોમાઈઝ ન કરતા .
પોટિંગ મિક્સમાં સોઇલ લેસ મીડિયા સાથે પોષક તત્વો ઉમેરેલ હોય છે. દા.ત. સ્ટરીલાઈઝ કોકોપીટ, પર્લાઈટ, ઓર્ગેનિક મેટર, પીટમોસ, વર્મીક્યુંલાઈટ, વર્મીકમ્પોસ્ટ, સીવીડ, બાયો ફર્ટીલાઈઝર વગેરે છોડની આવશ્યકતા મુજબ મિક્સ કરીને લેવું જોઈએ. જે છોડ માટે ઓર્ગેનિક પોષક તત્વોનો ખજાનો હોય .
પોટિંગ મિક્સ માટે અગાઉથી ઓર્ડર આપીને તૈયાર કરાવવું જોઈએ. તમારી ગ્રો બેગની સાઈઝના આધારે જથ્થો તૈયાર કરાવવો જોઈએ. એક સામાન્ય ગ્રો બેગમાં 15 થી 20 કિલો પોટમીક્ષ સમાય છે .
સર્ટિફાઈડ પોટિંગ મિક્સ મેળવવા માટે ઓથોરાઇઝ ગાર્ડન સેન્ટર પટેલ એગ્રો સીડ્સ ભુતખાના ચોકનો સંપર્ક કરો. 9825229966
પોટિંગ મિક્સ એટલે વજનમાં હળવું પોરસ મટીરીયલ કે જે ભરભરું અને પાણીને ઝડપથી શોષી લઈને વધારાના પાણીને નીતારીને છોડમાં મૂળને હવાની હેરફેર આપતું પોટિંગ મિક્સ જે મૂળના વિકાસમાટે અનુરૂપ હોય .
કન્ટેનર તરીકે એટલે કે કુંડા તરીકે લાકડાનું બોક્સ, માટીનું કુંડુ, સિમેન્ટ નું કુંડુ, પ્લાસ્ટિકની ગ્રો બેગ કે શણમાંથી બનાવેલ કોથળા પણ ચાલે. તમારી પાસે રહેલું કોઈ પણ કન્ટેનર તમારા બગીચાનું સાધન થઇ શકે ,
હવે તો બજાર માં પ્લાસ્ટિકની ગ્રો બેગ મળે છે તેમાં પોટિન્ગ મિક્સ નાખી તમારા મનગમતા શાકભાજી કે ફૂલછોડ ઉછેરી શકાય ટૂંકમાં છોડ ને આધાર આપવા માટીની જરૂર છે તે કેમ ભરો છો તે તમારી મરજીની વાત છે ,
આજ કલ પ્લાસ્ટિકના મોટા ડ્રમ ને ઉભા કાપી ને મોટા આડા કુંડા લોકો બનાવે છે , મન હોય તો માળવે જવાય , આપડે તો શાકભાજી વાવી ને તેના ફળો ખાવા છે , તો ચાલો શરુ કરો હોમ ગાર્ડનિંગ, લઇ આવો ગ્રો બેગ , ભરો પોટ મિક્સ અને ઉગાડો મનગમતા શાકભાજી ......
ખુબ અગત્યનો સવાલ કારણ કે છોડ જ્યાં ઉગાડવા છે તે માટે તંદુરસ્ત અને પોષક તત્વોથી રીચ પોટમીક્ષ માટી હોવી જોઈએ એટલે જ તમારે પોટમિક્ષ હમેશા સારું લેવું જોઈએ અથવા વિવિધ પોષક તત્વો જેવા કે ફળદ્રુપ માટી (લાલ હોય તો સારું), સી-વિડ, પોષક તત્વો, છાણીયું અથવા ગળતીયું ખાતર, વર્મી કમ્પોસ્ટ વગેરે નું ઉમેરણ કરેલું ખરીદવું જોઈએ
પટેલ એગ્રો સીડ્સ રાજકોટ 9825229766 તૈયાર પોટમિક્ષ સાથે ગ્રો બેગ આવે છે તે તમારા માટે શ્રેષ્ઠ રહી શકે.
ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર થઇ શકે છે. તેને ઘર-આંગણની ખેતી પણ કહેવાય છે.આપણે તેને કિચન ગાર્ડનિંગ કહીશુ
મકાનના કમ્પાઉન્ડમાં ઉગાડવાની શાકભાજી માટે જમીનનો પ્રકાર બહુ મહત્વની બાબત છે તેમાં ખેતરોઉ કાળી માટી લઇ શકાય . સારામાં સારી માટી લાલ માટી ગણાય છે . જોકે હવે જો પોટમીક્ષ વાપરવામાં આવે છે.જેમાં માટી સાથે વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ , પોષક તત્વો અને સેન્દ્રીય તત્વો હોયછે .
બહારથી સારી માટી લાવીને ૨૦ થી ૩૦ સે.મી. સુધી ક્યારી માં અથવા લાકડાના ખોખાં, માટીનાં મોટા કુંડામાં અથવા ગ્રોબેગમાં આપણે ટામેટા, કોબીજ, ફ્લાવર, પાલખ, લેપ્યુસ, કાકડી, દુધી, ગલકાં, તુરીયા, રીંગણાં વગેરે જેવા શાકભાજી સરળતાથી ઉગાડી શકીયે .
સામાન્ય રીતે શાકભાજી ઉગાડવા માટેની જમીન પોરસ એટલી કે સમતળ, પોચી , નિતારવાળી અને ભરભરી હોવી જોઇએ.
આપણે જયારે ઘર આંગણા માં શાકભાજી કે ફૂલો વાવતા હોઈએ ત્યારે તમારો આ પ્રશ્ના બદલ આભાર
કુંડની માટી ઉપર સફેદ છરી બાજે છે . તેનું કારણ જમીન છે અથવા તમે જે પાણી વાપરો છો તેમાં ક્ષાર છે આવી માટીમાં એટલે કે આવી માટીને સલાઈન સોઇલ કહેવાય , મીઠું છાટ્યું હોય તેવું થઇ જાય,
કુંડની માટી માં તમે વર્મી કમ્પોસ્ટ નાખતા રહો અથવા અમૃત જલ, જીવામૃત આપો , આ કેમ બનાવવું તે આપણા બ્લોગ ઉપર મળી જશે .જીપ્સમ પણ કુંડામાં 4-5 ચમચી મહિને આપી શકાય . સાચો રસ્તો છે કે કુંડા ભરવા માટે સાચું અને સારું પોટમીક્ષ વાપરવું જોઈએ . હવે તો ક્વાલિટી વાળું પોટમીક્ષ તૈયાર મળે છે ,
વધુ વિગત માટે 9825229966
કિચન ગાર્ડનિંગ માટે સૌથી અગત્યનું છે પોતા નો શોખ અથવા હોબી , જો તમને બાગકામ કરવાની ઈચ્છા હોય તો ચાલો બાગકામની સફળતાની એબીસીડી જોઈ લઈએ . ગ્રોબેગ ભરવા પોટિંગ મિક્સ ઘરે બનાવતા શીખીયે .
સૌથી પહેલાતો તમારા બગિચા માટે જોઈએ ફળદ્રુપ માટી આ માટી પોરસ જોઈએ , લાલ માટીના હોય તો કાળી અથવા રેતાળ માટી પણ ચાલે તેમાં પોરસ એટલેકે નિતાર સારો કરવા તેમાં 25 ટકા કોકોપીટ ઉમેરી શકાય . કોકોપીટ એટલે નાળીયેરના છોતરામાંથી કરેલ બારીક ભૂકો જે પાણીને પકડી રાખવા સાથે પોરોસોટી જાળવી રાખે છે .કોકોપીટ ભીનું બઝારમાંથી લેવાને બદલે કેક સ્વરૂપે મળતું સ્ટરિલિઝ્ડ લેવું હિતાવહ છે .ગ્રોબેગ માં માટી ભરતા પહેલા માટીમાં પોષક તત્વો અને જૈવિક કીટ નાશક ઉમેરવા પડશે .
ગ્રો બેગ ભરવા ઉપજ આપતી માટી બનાવવા માટે તમારી પાસે જે ખેતરાઉ માટી છે તેમાં 25 ટકા કોકોપીટ , દેશી ખાતર એટલે કે ગોબર ખાતર , વર્મી કમ્પોસ્ટ , વર્મિક્યુલાઇટ, પરલાઇટ, સીવીડ , જૈવિક ખાતર , જૈવિક ફુગનાશક , બાયો ફર્ટિલાઇઝર વગેરે ક્યાં છોડ ઉગાડવાના છે તેના આધારે મિક્સ કરી શકીયે . આ બધું ઓર્ગનિક પસંદ કરવું . બઝારમાં પોટમીક્ષ તૈયાર મળે તે સર્ટિફાઈડ હોય તો લેવું નહીંતર જાતે બનાવવું .
યાદ રાખો કુંડા કરતા ગ્રોબેગ સાચી પસંદગી છે તે ખર્ચાળ પણ નથી , હળવી છે અને કિફાયતી છે .
માટી એ છોડના વિકાસ માટે ટેકો પુરો પાડે છે. છોડને જરૂરી પોષણ મળે તે માટે તેને મદદ કરે છે આમ માટી છોડનો આધાર છે. કુંડા ભરવા માટે ખેતરાઉ માટીની જરૂર પડે છે.
કુંડાને ૧૦૦ ટકા કાળી માટીથી ભરી દેવાને બદલે ૩૩ ટકા ખેતરાઉ માટી જો લાલ માટી મળે તો સારું વતા ૩૩ ટકા સેન્દ્રીય ખાતર કે જે ગળતીયુ સડેલું ખાતર કહેવાય છે તે નાખવું જોઇએ, પરંતુ બઝારમાં તે મળતું નથી તેના બદલે બઝારમાં મળતું સેન્દ્રીય ખાતર મેળવીને વાપરવું જોઇએ અથવા વર્મીકમ્પોસ્ટ મળે તો તમારા કુંડાની માટી સાથે ભેળવવામાં આવે તો છોડને ઉગવામાં મદદ મળે છે.
જો વધુ સારું પોટિંગ મિક્સ બનાવવું હોઈ તો માટી ઓછી કરીને સાથે કોકોપીટ પણ ભેળવી શકાય , ઉપર દર્શાવેલ વસ્તુ સાથે મીકસ કરીને કુંડુ ભરવું જોઇએ. આ મીશ્રણ કુંડામાં નાખતા પહેલા કુંડાના તળીયે વધારાનું પાણી બહાર નીકળી જાય તે માટે કુંડામાં કાણું છે કેમ તે જોઇ લેવું જોઇએ અને તે કાણા ઉપર ટેરાકોટાનું અથવા નળીયાનો ટુકડો અથવા તો મોટા કાંકરાઓ મુકીને માટીથી કુંડુ ભરવું જોઇએ. જેથી વધારાનું પાણી કુંડામાંથી સહેલાઇથી નીકળી જાય.