ઉનાળે વધુ ફૂલો લાવવા સપ્ટેમ્બર મહિનામાં પ્રુનિંગ કરવું જોઈએ અને છોડને આરામમાં મોક્લી દેવો જોઈએ તેમાં લોપીંગ શીયર થી પ્રુનિંગ કરજો .
લોપીંગ શીયર શું છે ?
લોપીંગ શીયર Lopping Shears એક મોટી ડાળીઓને ખુબ જ શાર્પ કાપવા અને ઝાડને નુકશાન ઓછું થાય તેના માટે વપરાતું પૃનીંગ ટુલ્સ છે. આંબા, ચીકુ, બોર, લીંબુ, દાડમ, જામફળના પાકમાં નિશ્ચિત સમયે ફળ લેવાની ટેકનીક 'બહારની માવજત' માટે વપરાતું આ ટુલ્સ બાગાયત/ફળઝાડ વાવતા મિત્રો માટે ખુબ ઉપયોગી ટુલ્સ છે.
લોપીંગ શીયર મજબુત લાંબા હાથ જોડેલ સ્ટીલ બ્લેડનું જોડાણ ડાળીને ખુબ જ ઓછી મહેનતે કાપે છે. હાથ લાંબા હોવાથી લીંબુ - બોરના છોડમાં કાંટાથી બચી શકાય છે. નકામી ડાળીને વખતો વખત કાપવાનું આધુનિક ટુલ્સ છે.
મોટા બાગાયત ધારકો ફાલ્કન બ્રાંડ અને શાર્પેક્ષ બ્રાંડ પસંદ કરે છે. વધુ વિગત માટે ઓથોરાઇઝ ડીસ્ટ્રીબ્યુંટર પટેલ એગ્રો સીડ્સ 9825229966

કુંડું: ઓછામાં ઓછો ૨૦ ઇંચનો વ્યાસ ધરાવતું અને તળિયે કાણાંવાળું મોટું કુંડું વાપરો.
માટી: પોચી અને સારી રીતે પાણી નિતારી શકે તેવી માટી (પોટિંગ મિક્સ) વાપરો.
ટ્રે: વધારાનું પાણી એકઠું કરવા માટે કુંડાની નીચે ટ્રે રાખો.
જાત: 'ડિટરમિનેટ' (Determinate) એટલે કે નાના છોડ પસંદ કરો. ચેરી ટામેટાં કુંડામાં સારા થાય છે. ઊંચી જાતો માટે લાકડીનો ટેકો આપવો પડી શકે છે.
સૂર્યપ્રકાશ: એક કુંડામાં એક જ છોડ રોપો અને તેને દિવસમાં ઓછામાં ઓછા ૬ કલાક તડકો મળે તે રીતે રાખો.
ભેજ: કુંડામાં માટી જલ્દી સુકાઈ જાય છે, તેથી રોજ તપાસ કરો અને જરૂર મુજબ પાણી આપો.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966

બીજની શરૂઆત: ચોમાસામાં પટેલ એગ્રોમાંથી લાવેલા દેશી બીજને ગ્રોબેગ કે કુંડામાં ૧/૪ ઇંચ ઊંડે વાવો. ૧૦ થી ૨૧ દિવસમાં અંકુર દેખાશે. અંકુર દેખાય એટલે તેને તડકા વાળી જગ્યા પાસે રાખો
ખાતર: ૩-૪ અઠવાડિયાના છોડ થાય ત્યારે જ હળવું ખાતર વર્મી કમ્પોસ્ટ આપો.
ટ્રાન્સ પ્લાન્ટિંગ: જો છોડ નજીક નજીક હોય તો તેને ૧૮-૨૪ ઇંચ ઊંડા કુંડામાં પણ ઉગાડી શકાય છે. તેમાં બગીચાની માટીને બદલે 'પોટિંગ મિક્સ' વાપરવું. જેથી મૂળનો વિકાસ સારો થાય. શરૂઆતમાં તેમને પવન અને સખત તડકાથી બચાવો.સીધો સૂર્યપ્રકાશ અને સેન્દ્રીય માટીવાળી જગ્યા પસંદ કરો. જ્યાં ગયા વર્ષે ટામેટાં, મરચાં વાવ્યા હોય તે પોટમાં રીંગણ ન વાવો. બે છોડ વચ્ચે ૨-૩ ફૂટ અંતર રાખો.અથવા એક કુંડામાં એકજ રીંગણ વાવો
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
ઘરની આજુબાજુ એકાદ બે છોડ ફળપાકના જેવા કે પપૈયા, કેળ, સરગવો, આમળા, લીંબુ, ફાલસા, જામફળ, સીતાફળ ઘર આંગણે સહેલાઈથી વાવી શકાય છે. ફળોમાંથી ભરપૂર પ્રોટીન, ખનીજો અને વિટામિન્સ મળે છે
જે આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક અને ઉપયોગી છે. ફળપાકના છોડ માટે મોટી ગ્રોબેગ અથવા મોટું પીપ લેવું જેથી તેના મૂળનો સારો વિકાસ થાય .ચોમાસામાં છોડ રોપતાં પહેલાં માટી તથા તેટલું સેન્દ્રિય ખાતર ઉમેરી રોપણી કરવી
સૌથી પ્રથમ રાજકોટ કિચન ગાર્ડનીંગ ક્લબના એક્ટીવ મેમ્બર તરીકે ધન્યવાદ, જુઓ વરસાદ વધુ થયો છે, ભાદરવાની ગરમી પડવાની છે તેથી રોગ આવાની પૂરી શક્યતા છે. વાતાવરણ ભેજવાળું રહેવાથી ફૂગના રોગો આવે છે મરચીમાં સલ્ફર ૮૦ ટકાનું દ્રાવણ છાંટવાથી અથવા ગૌમૂત્ર છાંટવાથી ફાયદો થશે. રીંગણા ખુબ વધી ગયા છે કારણ કે વરસાદ નું પાણી સતત મળે છે ત્યારે વિકાસ વૃદ્ધિ થઇ જાય છે ક્યારામાં થોડો ગોડ કરી ભેજ ઘટાડવા પ્રયત્ન કરજો. છોડ ખુબ વધી ગયા હોય એટલે કે ગોઠણ સમા થી મોટા થઇ ગયા હોય તો ઉપરની ડુંખ કાપીને વધુ ડાળીઓ ફૂટે તેવું કરજો.
આપણી ક્લબના બીજા મિત્રોને પણ જો કો પ્રશ્ર્ન હોય તો જરૂર પૂછી શકે છે. Mo.
9825229966