લેન્ટેના આપણે ત્યાં તેને ગંધાતી પણ કહે છે , જંગલી જાતો તમને ખેતરની વાડોમાં જોવા મળશે
આ એક નિંદામણ છે
ડવાર્ફ જતો બગીચાની કિનારીઓ માં લગાવવામાં આવે છે
પાન બરછટ હોવાથી પશુ ખાતા નથી
સંવર્ધન :
કટકા કલમ
ફૂલ નો રંગ :
પીળા, સફેદ, લાલ, ભુરા, કેસરી
નોંધ :
કિનારીઓ,વાડ બનાવવામાં ઉપયોગી છે.
કરેણ ની વિવિધ જાતો
સંવર્ધન :
કટકા કલમ
ફૂલ નો રંગ :
પીળો, લાલ, સફેદ, ગુલાબી, આછો કેસરી
નોંધ :
સર્વ સામાન્ય છોડ, પ્રતિકુળ હવામાનમાં પણ ફુલો આવે છે. ઘણી જાતો છે. ભગવાનની પૂજામાં વપરાય છે.
ગલગોટા ઓર્નામેન્ટ - ફૂલનો છોડ છે પરંતુ ખુબ જ ઉપયોગી છોડ પણ છે તમે તમારા બાગમાં વચ્ચે વચ્ચે ગલગોટા નાખ્યા હોય તો તમારા કુંડા કે જમીનની માટીમાં નિમેટોડ નહિ થાય,
સફેદમાખી, ઈયળ માટે ગલગોટા ટ્રેપ ક્રોપ બનશે અને તે ઇન્સેક્ટ છોડ ઉપર ન લગતા ગલગોટા ઉપર લાગશે. ગલગોટા ઉપર દવા છાંટશો તો તે જીવાત/ઈયળ ત્યાજ નિયંત્રિત થઇ જશે
.
કોસેન્દ્રા
સંવર્ધન :
કટકાથી, બીજથી
ફૂલ નો રંગ :
ગુલાબી, લાલ
નોંધ :
બગીચામાં નાનો અને કાયમી લીલો રહેતો છોડ છે.
રૂસેલીયા Russelia equisetiformis
સંવર્ધન :
કટકા કલમ અથવા મૂળના કટકા
ફૂલ નો રંગ :
ગાઢો લાલ, કેસરી લાલ ડાળીના નીચેના ભાગે નળી જેવા ફુલો
નોંધ :
ઝડપી વધતો છોડ છે. બગીચામાં રોકરી માટે ઉપયોગ કરી શકાય છે.