સફેદ માખી જેવા ચૂસિયા પ્રકારની જીવાતો દ્વારા આ રોગ થાય છે. શિયાળાના શરૂઆતમાં ટામેટાં, રીંગણ, મરચી અને અન્ય શાકભાજી વર્ગના પાકમાં કોકડવા રોગની ફરિયાદ સાંભળવા મળે છે. છોડ ચીમળાઈ જાય છે પાન કઢંગા અને વિચિત્ર આકારના કૂક્ડાઇ ગયેલ આકારના થઇ જાય છે .
આ રોગના નિયંત્રણ માટે રાજકોટ જિલ્લાના લીલાપુર ગામના ખેડૂત નો પ્રયોગ જાણવા જેવો છે , ગોપાલભાઈ રામાણી ખાટી છાશ અને ગૌમૂત્રનો ઉપયોગ કરે છે. ગોપાલભાઈના જણાવ્યા મુજબ રોગ આવવાની શરૂઆત થાય ત્યારે
ગાય ના દૂધની ખાટી છાશ 100 મિલી લઈને એક લિટર પાણીમાં માં મિશ્ર કરી તેમાં 60 મિલી ગૌમૂત્ર નાખીને છોડ ઉપર પમ્પ દ્વારા આઠ-દસ દિવસમાં અંતરે બે છંટકાવ કરવાથી ફાયદો થાય છે. "
૪૫ વર્ષીય ખેડૂત શ્રી ગોપાલભાઈ સાત ધોરણ સુધી ભણેલા છે. તેમની પાસે ૬૦ વીઘાં પિયત જમીન છે. તેમાં તેઓ કપાસ, મગફળી, શાકભાજી વગેરેનું વાવેતર કરે છે.
આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966



Photo courtesy : google Image