લીમડો એ ઉપયોગી, પરોપકારી અને છાયાનું ઝાડ છે. લીમડો ૩૦ થી ૪૦ ફુટ ઉંચો થાય છે, સમગ્ર ભારતમાં આ વૃક્ષ જોવા મળે છે. તેનો છાયો શીતલ હોય છે. ચૈત્ર મહિનામાં લીમડામાં જીણા જીણા સફેદ ફૂલોની લંગરો લાગે છે. ચૈત્ર મહિનામાં આ ફુલો ખાવાથી પીતમાં ખુબ જ ફાયદો થાય છે. એટલે કે આ ફૂલો પિત્તનાશક છે. વૈશાખ જેઠમાં તેના ફળો પાકે છે. પક્ષીઓ આ ફળો ખાય છે. પાકેલી લીંબોળીના બીજ માંથી લીમડાનું નવા વૃક્ષો ઉછેરી શકાય છે. લીમડો એ ગુજરાત રાજ્યનું વૃક્ષ છે. લીમડો ઘણા બધા દર્દોમાં તેના પાંદડા કુલ ફળ કામ આપે છે. બધા જ પ્રકારની જમીનમાં લીમડો સરળતાથી ઉગાળી શકાય છે. શેરીમાં, ખેતર-વાડી, કારખાના ફરતે વાવી શકાય. ફળીયામાં કે શેરીમાં લીમડો ખાસ વાવવો જોઇએ. લીમડો એ મેલિયેસી વર્ગનું વૃક્ષ છે. લીમડામાં એઝારીડેકટીન નામનું તત્વ હોવાથી લીંબોળીને વાટીને તેના અર્કનો ઘર આંગણે હોમ ગાર્ડન ના શાકભાજી કે ખેતી પાકોમાં છંટકાવ કરવામાં આવે તો પાકને રોગ જીવાતથી બચાવી શકાય છે .ઓર્ગનિક શાકભાજી તમારા ઘરે વાવેલા હોઈ તો લીંબોળી વીણી ને સૂર્ય પ્રકાશમાં સુકવી ને સાચવજો તમારી શાકભાજી માં જયારે કીડા આવે ત્યારે તેને દૂર રાખવાને માર્યા વગર તમારા છોડ બચાવી શકશો
Total Pageviews
Showing posts with label લીમડો. Show all posts
Showing posts with label લીમડો. Show all posts
બ્રહ્માસ્ત્ર વાનસ્પતિક જંતુનાશક બનાવવા ની રીત :
એક લિટર ગૌમુત્ર લો તેમાં
300 ગ્રામ લીમડાના પાન,
200 ગ્રામ સીતાફળના પાન,
200 ગ્રામ પપૈયાના પાન
200 ગ્રામ દાડમના પાન,
200 ગ્રામ જામફળના પાન,
200 ગ્રામ ગંધાતીના પાન ( પીળા ,ગુલાબી ફૂલ ધરાવતી વાડ માં થતી વનસ્પતિ )
200 ગ્રામ ધતુરાના પાન લઈ બધા પાનની પેસ્ટ(લુગદી) વાટી ને ગૌમુત્રમાં ઉમેરી દો.
આ મિશ્રણને ગરમ કરી ઉકાળો. 10 મિનિટ જેટલુ ઉકળવા દઈ તેને 24 ક્લાક ઢાંકી ઠંડુ થવા રાખી મુકો. ત્યારબાદ બારીક કપડાથી ગાળી લઈ બોટલમાં ભરી લેવુ આ થયું ચુસીયા જીવાંત માટે નું બ્રહ્માસ્ત્ર
છોડ પર છંટકાવ કરવા 1 લિટર પાણીમાં 100 મીલી બ્રહ્માસ્ત્ર મેળવી પમ્પ દ્વારા છોડ પર છંટકાવ કરો.
ચુસીયા પ્રકારની જીવાતો અને ઈયળના નિયંત્રણ માટે છોડ પર છંટકાવ કરો.
બ્રહ્માસ્ત્ર નામની જંતુનાશક મળે છે તે આ બોટાનીકલ પેસ્ટીસાઈડ નથી એટલું જાણજો , આ તો જાતેજ બનાવવું પડશે


Photo courtesy : google Image