વસંત, ઉનાળો અને પાનખર માટે વાવેતરની તારીખો નક્કી કરો: જેથી તમારો બગીચો માત્ર એક સીઝન પૂરતો મર્યાદિત ન રહેતા સતત ઉત્પાદન આપતો રહે.
આખા વર્ષ દરમિયાન પાકનું આયોજન (Mapping) કરો: આનાથી તમે જોઈ શકશો કે મૂંઝવણ વગર ક્રમિક વાવેતર (planting) માટે ક્યારે અને કેવી રીતે જગ્યા ખાલી થાય છે.
Total Pageviews
Showing posts with label સીઝન અનુરૂપ વાવેતર. Show all posts
Showing posts with label સીઝન અનુરૂપ વાવેતર. Show all posts

વાવેતર કરવું એ એક કળા છે. બીજ ખુબ ઊંડું જવું ન જોઈએ. અને બીજ વાવતા પહેલા જે સ્થળે બીજ વાવો છો તેની માટી પોચી અને ભરભરી હોવી જોઈએ.
બીજ જેવડું હોય તેનાથી ૨ થી ૩ ગણું ઊંડું જવું જોઈએ નહિ. એટલે કે જ્યાં વાવવું છે ત્યાં ગાર્ડન ટુલ્સ દ્વારા જમીન પોચી અને ભરભરી બનાવ્યા બાદ છોડને જે અંતર રાખવું છે તેટલા દુર દુરના અંતરે આંગળી દ્વારા લીટી કરીને અથવા તો બીજની સાઈઝ પ્રમાણે એકદમ છીછરું બીજ મૂકીને હાથની આગળીઓ દ્વારા તેના ઉપર ભરભરી થયેલ માટી મુકવી જોઈએ .
બીજ વાવ્યા પછી પ્રથમ પાણી વોટર કેન એટલે કે પાણીના જારા દ્વારા આપવું જોઈએ જેથી બીજ પોતાના સ્થાને થી ખસી ન જાય.
૭-૮ દિવસમાં બીજ ઉગે અને બે પાંદડે થાય ત્યાં સુધી કુમળો છોડ પોતાની જગ્યાએથી હલી ન જાય તે માટે વોટર કેન દ્વારા નિયમિત ધીરે થી પાણી આપવું જોઈએ.

શિયાળુ : રીંગણ, ટમેટા, મરચા, ગાજર, મુળા, કોબીજ, ફુલાવર,શક્કરીયા, ડુંગળી, લસણ, ધાણા , મેથી , પાલક , તાંજલિઓ , મૂળા , મોગરી વગેરે.
ઉનાળુ : ભીંડા, ગુવાર, રીંગણ, દુધી, તુરીયા, કારેલા, ચોળી, તાંદળજો વગેર.
ચોમાસુઃ રીંગણ, તુરીયા, ગલકા, પાપડી, દુધી, પરવળ, કરેલા ,કાકડી, ધીલોડા, ભીંડા, ટામેટા , મરચી બધાજ પ્રકારની ભાજી અને પાંદડાવાળા શાકભાજી વગેરે.
મોન્સુન, ખરીફ અને ચોમાસું શાકભાજી ઘેરબેઠા ઉગાડવાનો સમય જૂન જુલાઇથી શરૂ કરી ઓકટોબર સુધી આવી રહ્યો છે ત્યારે ચોમાસામાં કયા શાકભાજી ગ્રોબેગ, કુંડા કે ફળિયાના કયારામાં વાવવા તેની યાદી ટપકાવી લઈએ તમારી ગ્રો બેગની માટીનો પીએચ, માટીની ફળદ્રુપતા અને માટીમાં પોષણ માટે જરૂરી પોટમિક્સ વાપરજો તો તમને સમગ્ર પરિવાર પુરતું લીલોતરી શાકભાજી મળતા રહેશે . ચોમાસામાં ટામેટા, મરચા, કાકડી, રીગણ, મૂળા, ભીંડા, દુધી, પલક, કારેલા, બીટ વગેરે વાવી શકાય છે. પત્તાવાળા એટલે કે લીફી વેજીટેબલ ઉગાડવાનો પણ આ સમય છે. સેલડના શોખીનો માટે પાલક, બાસિલ,પાર્સલી,ઓરેગાનો,ચાઈવ,સેગ વગેરે વાવવાનો માટે પણ આ ચોમાસાનો લાભ લેવો રહ્યો.
વધુ વિગત તમને RKGC ફેસબુક કોમ્યુનિટી માં મળશે અથવા ફોન કરો 9825229966

Photo courtesy : google Image