કોયલ નો મધુર અવાજ માદા કોયલ નો હોય કે નર કોયલ નો ?


કોયલ તો કાળી હોય ?
કોયલ (માદા) કોયલો એટલે કે નર કોયલ કાળો હોય અને જે સવારના પેહલા પોરે અથવા સાંજના સુરજ આથમી જાય પછી મીઠું મીઠું કૂઉ - કૂઉ બોલે છે. ભર ઉનાળે નર કોયલ ખીલતો હોય છે શિયાળા દરમિયાન તે શાંત રહે છે. એમ કહેવાય છે કે માદા કોયલ બોલી નથી શકતી પણ ખરેખર તે ફકત કીક-કીક-કીક કકી એક ડાળથી બીજી ડાળ પર કુદકા મારે છે. માદા કોયલા ભૂખરા રંગની અને તેના ઉપર ઘાટા રંગના છરકા હોય છે. બંને નર અને માદા દેખાવમાં નાજુક અને લાંબી પૂંછડીવાળા હોય અને બંનેની આંખ લોહી રંગની તથા નરની ચાંચ સફેદ હોય છે.
કોયલ આપણને મીઠું મીઠું અને મુદદાસર બોલવાની પ્રેરણા આપે છે. કોયલ કુળના કોઇ પણ પક્ષીઓ પોતાનો માળો બનાવતા નથી.કોયલ કુળના સભ્યોમાં કોયલ, ચાતક, બપૈયો આ પક્ષીઓ બીજાના માળામાં ઈંડા મુકીને બચ્ચા ઉછેરવાનું કામ પોતાના બદલે બીજાને સોંપે છે માનવ જાતમાં પણ અમુક લોકો કોયલ કુળના સ્વભાવના હોઇ શકે છે. કોયલ એપ્રિલથી ઓગસ્ટ (જે કાગડાનો પણ માળા બનાવવાનો સમય હોય) દરમિયાન તે કાગડાના માળામાં પથરિયા અથવા આછા લીલા રંગના ૭ થી ૧૩ જેટલા ઇંડા મુકે છે. કદાચ આજ કારણે ઘણા લોકો કોયલ એટલે કાગડાની માદા માની બેસતા હશે.
કોયલ બગીચા, આછા જંગલોમાં, પોહળા પાંદડા વાળા વૃક્ષોમાં બેસવાનું પસંદ કરે છે. આમ તો કોયલનો મુખ્ય ખોરાક ફળ અને ટેટા છે. વડના ટેટા ઉમરા, કટમદી જેવા વૃક્ષો તેને પ્રીય છે કારણ કે ત્યાં તેને ફળ અને ટેટા મળી રહે છે. કોયલ નાની ઇયળો અને જંતુઓ પણ આરોગે છે. કોયલની ઉડાન સીધી, લાંબુ અંતર તે ઝડપથી બે ચાર વખત પાંખ ફફડાવી પૂરી કરે છે. તેને અંગ્રેજીમાં એશિયન કોયલ અને મરાઠવાડમાં નરને કોકિલ અને માદાને કોકિલા કહે છે.
પક્ષીઓને આપણા ઘર આંગણે જો પાણીની ઠીબ માંથી પાણી પીવા મળે તો તેઓ આપણા મિત્ર પક્ષી બને છે. આપણો ધર્મ છે કે પક્ષીઓ માટે રોજ પીવાના પાણીની ઠીબમાં પાણી ભરી રાખીએ અને પક્ષીને મિત્ર બનાવીએ ટૂંકમાં પરબ વિનાનું ઘર એ ઘર નહિ. 

0 comments

Add a heading by kheti rajkot