
હોલો પારેવા કુળનું (ફેમીલી કોલંબાઇડ) પક્ષી છે. ઢોલ અને હોલો ઘણી વાર સાથે ફરતા દેખાય અને તેને લીધે લોકો હોલોને ઢોલની માદા સમજે છે. આછા ભૂરા અને ભૂખરા રંગના આ પક્ષીની ગરદન ઉપર શતરંજના ચોકઠાં જેવાં કાળાં નાનાં ટપકા દેખાય છે. હોલો ૨૦ થી ૨૩ સે.મી. લાંબો અને શરીરમાં નાજુક દેખાય છે. તે જયારે બોલે ત્યારે નાનું બાળક હસતું હોય એમ લાગે છે અને તેથી તેને અંગ્રેજીમાં ‘લાફિંગ ડવ' કહે છે. તેને “લીટલ બ્રાઉન ડવ' પણ કહે હીન્દીમાં તેને પડકી અથવા પેડુંકી કહે છે. હોલો ભારતભરમાં રહે છે. હોલો વધારે સૂકા પ્રદેશમાં અને ખાસ કરીને કાટાળા વન વિસ્તારમાં રહેવા પસંદ કરે છે.
શ્રીલંકા જેવા ભેજવાળા દેશોમાં તે નથી રહેતો. ઢેલની જેમ હોલો પણ ધરનાં આંગણામાં ફરતા દેખાય છે અને ડોક આગળ પાછળ કરતા ચાલે છે. તેની બાજુમાંથી પસાર થઈએ ત્યારે તે બે-પાંચ ડગલાં ખસી અને ફરીથી એજ જગ્યાએ આવી ચણવા માંડે છે. ઢેલની જેમ તે સંવનન સમયે માદાની આજુ બાજુ કાચીંડાની જેમ ગરદન ઉપરનીચે કરતો ચાલે છે અને પ-૬ મીટર ઉપર ઉડી અવાજ કરતો માદાની પાસે પરત આવે છે. 'હોલો જમીન ઉપર વેરાયેલા દાણા અને બી ખાય છે. ગામડાના ધરના પીઢીયા ઉપર અથવા ઉપસી આવેલ પાળ ઉપર પોતાનો માળો બનાવે છે અને ર સફેદ ઈંડા મૂકે છે. પાતળાં સાંઠીકડાં વડે અસ્તવ્યસ્ત માળો બનાવે અને જયારે માદા એમાં બેસવા જાય ત્યારે એકાદ ઈંડું પડી પણ જાય. વળી બાકી રહેલું ઈંડા માંથી એમાં બચ્ચાં થાય. ઇલેકટ્રીકના તાર ઉપર કે ઘર આંગણે તમે જરૂર જોયું અને સાંભળ્યું હશે.
Photo courtesy : google Image
0 comments