
હા , જરૂર , ઘર આંગણે કે વાડોલીયામાં કેવા કેવા અને કેટલા શાકભાજી વાવેતર કરવા જોઈએ કે જેથી આપણી દૈનિક જરૂરીયાત સંતોષાય ? આવા ઘર આંગણે શાકભાજી ઉગાડવા શું તૈયારી કરવી ? તેની વાતો આ બ્લોગમાં આપણે વખતો વખત કરતા રહીશું, નિયમિત બ્લોગ ની મુલાકાત લેતા રહો અને તમારા મિત્ર ને પણ બ્લોગ નું સરનામું આપો , શહેર હોય કે ગામડું સૌ ખપ પુરતુ શાકભાજી પોતે ઉગાડે અને હોશે હોંશે પોતે ખાય તો કુટુંબની તંદુરસ્તી પણ વધશે અને જંતુનાશક અને રસાયણીક ખાતર વગરના જલ્દી ચડીતે જાય તેવા સ્વાદિષ્ટ ઓર્ગેનીક શાકભાજી પકાવવાનો આનંદ પણ મળશે. ચાલો જાતે પકવીએ જાતે ખાઇએ... થોડો શોખ અને બગીચાની સંભાળ રાખવાની હિંમત હોઈ તો ઘર આંગણે શાકભાજી જરૂર ઉગી શકે
સૌથી પહેલા તો તમને બાગ કામ નો આનંદ આવવો જોઈએ ઝંઝટ નહિ , પ્રો હોમ ગાર્ડન ઉગાડવા બીજા કામ કરે તેવું કરશો તો આનંદ નહિ આવે , તમારે બગીચાની સાર સંભાળ લેવાની રુચિ હોય , તમે વાવેલા છોડ ના એક એક નવા પાંદડા ના અંકુરણથી શરુ કરી ફૂલો ,ફળો આવે તેની તમને ખબર હોય , ક્યારે ફૂલ આવ્યું , ક્યાં પાંદડા પર જીવાત કે રોગ ના લક્ષણ દેખાયા ? કેટલા દિવસે દૂધી ના વેલા માં દૂધી બેઠી આવી નાની નાની વાતો ની રુચિ હોય તો અને થોડું માટી સાથે એટલે કે કુદરત સાથે રહેવાની તૈયારી હોઈ તો પ્રો હોમ ગાર્ડન તમે જરૂર કરી શકો , આવતું ચોમાસું તમારી રાહ જુવે છે .......
Photo courtesy : google Image
0 comments