ખેતી માં પાક ને પાણી પાવા માટે અલગ અલગ પદ્ધતિ જેવી કે ધોરીયા ક્યારા પદ્ધતિ , ફુવારા પદ્ધતિ , ટીપા પિયત પદ્ધતિ અને માટી માં પાણી સચવાય રહે તેની ઝેબા પદ્ધતિ હોય છે ;
ઘરઆંગણે ની કુંડ કે ગ્રો બેગ માં પિયત આપવા આપણે પાઇપ દ્વારા કે ડોલ દ્વારા આપીયે છીએ , ટીપા પિયત પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન દ્વારા દરેક ગ્રોબેગ ને ટીપે ટીપે આપવા પદ્ધતિ લગાડી શકીયે , એક માળ ની ટાંકી ; માંથી ફિલ્ટર લગાડેલ ડ્રિપ ટ્યુબ દ્વારા આપી શકાય , આ ડ્રિપ ટ્યૂબ જાતે અથવા પ્લમ્બર દ્વારા લગાડી શકાય ;
ડ્રિપ ટ્યૂબ માં જરૂરિયાત મુજબના ડ્રિપર એટલે કે ટપકણીયા લગાડી શકાય , ડ્રિપર કલાકે બે લીટર , 4 લીટર અને 8 લીટર વાળા આવતા હોઈ છે , ડ્રિપ પદ્ધતિમાં ફિલટર લગાડવું આવશ્યક છે ;
જરૂરિયાત ;
નાનું સ્ક્રીન ફિલ્ટર ;
સાદી ડ્રિપ ટયુબ ;
આઉટલાઈન ડ્રિપર ;
ડ્રિપ ટ્યૂબ થી છોડ સુધીની કનેક્ટિંગ ટયુબ અને કનેક્ટર ;
એન્ડ કેપ ;
|
|



Photo courtesy : google Image
0 comments