બગીચાના કુંડા માં નીચેથી કાણું પાડવામાં આવે છે , શા માટે ?
છોડમાં વોટર લોગીંગ ન થવું જોઈએ પાણીનું ભરાઈ રહેવું શ્વશન ક્રિયા કરતા અટકાવે છે એટલેજ કુંડા કે ગ્રોબેગમાં નીચે વધારાનું પાણી નીકળી જવા માટે કાણા હોય છે .
વધુ પડતું પાણી પકડાય ન રહે તે માટે પ્લાન્ટ ના મૂળને દરેક કુંડામાં સેન્ડી સોઇલ/ કમ્પોસ્ટ હોવું જોઈએ, પોરસ જોઈએ, કુંડા કે ગ્રોબેગમાં આપણે સૌથી નીચે કાંકરા અને ઉપર પોટમીક્ષ નાખીયે છીએ એટેલે વધારાનું પાણી નીકળી જાય . છોડને ભેજ જોઈએ છે , જો આવું કરીયે તો મૂળ સડશે નહિ એટલે છોડ લીલાછમ રહેશે.
જુઓ આપણી માટીમાં અસંખ્ય ફૂગ અને બેક્ટેરિયા રહેતા હોય છે તે માટીના કણો છોડ ઉપર ઉડે અને પાંદડા ઉપર ભેજ સાથે ચોંટે તો ઘણી વખત પાન ના ટપકા, પાનના રોગો લાગવાની શક્યતા વધી જાય છે તેથી પાણી આપો ત્યારે માટી છોડ ઉપર ન ઉડે તે જોવું અને વધુ વરસાદ પછી બધા છોડ ઉપર કોપર અથવા સાફ નામનો પાવડર છાંટી દેવો નહીંતર આટલા વધુ વરસાદને લીધે પણ ખરી જશે
ખેતી માં પાક ને પાણી પાવા માટે અલગ અલગ પદ્ધતિ જેવી કે ધોરીયા ક્યારા પદ્ધતિ , ફુવારા પદ્ધતિ , ટીપા પિયત પદ્ધતિ અને માટી માં પાણી સચવાય રહે તેની ઝેબા પદ્ધતિ હોય છે ;
ઘરઆંગણે ની કુંડ કે ગ્રો બેગ માં પિયત આપવા આપણે પાઇપ દ્વારા કે ડોલ દ્વારા આપીયે છીએ , ટીપા પિયત પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન દ્વારા દરેક ગ્રોબેગ ને ટીપે ટીપે આપવા પદ્ધતિ લગાડી શકીયે , એક માળ ની ટાંકી ; માંથી ફિલ્ટર લગાડેલ ડ્રિપ ટ્યુબ દ્વારા આપી શકાય , આ ડ્રિપ ટ્યૂબ જાતે અથવા પ્લમ્બર દ્વારા લગાડી શકાય ;
ડ્રિપ ટ્યૂબ માં જરૂરિયાત મુજબના ડ્રિપર એટલે કે ટપકણીયા લગાડી શકાય , ડ્રિપર કલાકે બે લીટર , 4 લીટર અને 8 લીટર વાળા આવતા હોઈ છે , ડ્રિપ પદ્ધતિમાં ફિલટર લગાડવું આવશ્યક છે ;
જરૂરિયાત ;
નાનું સ્ક્રીન ફિલ્ટર ;
સાદી ડ્રિપ ટયુબ ;
આઉટલાઈન ડ્રિપર ;
ડ્રિપ ટ્યૂબ થી છોડ સુધીની કનેક્ટિંગ ટયુબ અને કનેક્ટર ;
એન્ડ કેપ ;

શાકભાજીને સફળતાપુર્વક ઉગાડવામાં પાણી અગત્યની છે. માટીના સ્પર્શથી પણ શાકભાજીને પાણી આપવાની જરૂરીયાત છે કે નહિ તે જાણી શકાય છે.
ગ્રોબેગ માં રોજ થોડું થોડું પાણી આપવા એક પાણી ના જારા ની આવશ્યકતા રહે છે,
યાદ રાખો માટી ના સ્પર્શ થી તમારા કુંડામાં પાણી ની જરૂરિયાત છે કે તે પહેલા ચકાસવું , ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું.અને ઉનળામાં માટી સુકાય નહિ તે ધ્યાન રાખવું , ઉનાળામાં સવારે અથવા સાંજે પાણી આપવાનું રાખવું બપોરે તડકામાં નહિ , શાકભાજીને સાધારણ રીતે સાંજે પાણી આપવું. સુર્યના તાપમાં પાણી આપવું હિતાવહ નથી.
ખૂબ જ સહેલો ઉપાય છે મલ્ચિંગ કરવું, મલ્ચ માટે તમે ઘઉનું પરાળ, લાકડાનો વેર વાપરી શકો, તમારું આપેલું પાણી ઇવોપરેશન એટલે કે બાષ્પીભવન રોકશે. જમીનમાં ભેજ જળવાઈ રહેશે.