હોમ ગાર્ડન ની શાકભાજી ના રક્ષણ માટે લીમડો કઈ રીતે ઉપયોગી ?



લીમડો એ ઉપયોગી, પરોપકારી અને છાયાનું ઝાડ છે. લીમડો ૩૦ થી ૪૦ ફુટ ઉંચો થાય છે, સમગ્ર ભારતમાં આ વૃક્ષ જોવા મળે છે. તેનો છાયો શીતલ હોય છે. ચૈત્ર મહિનામાં લીમડામાં જીણા જીણા સફેદ ફૂલોની લંગરો લાગે છે. ચૈત્ર મહિનામાં આ ફુલો ખાવાથી પીતમાં ખુબ જ ફાયદો થાય છે. એટલે કે આ ફૂલો પિત્તનાશક છે. વૈશાખ જેઠમાં તેના ફળો પાકે છે. પક્ષીઓ આ ફળો ખાય છે. પાકેલી લીંબોળીના બીજ માંથી લીમડાનું નવા વૃક્ષો ઉછેરી શકાય છે. લીમડો એ ગુજરાત રાજ્યનું વૃક્ષ છે. લીમડો ઘણા બધા દર્દોમાં તેના પાંદડા કુલ ફળ કામ આપે છે. બધા જ પ્રકારની જમીનમાં લીમડો સરળતાથી ઉગાળી શકાય છે. શેરીમાં, ખેતર-વાડી, કારખાના ફરતે વાવી શકાય. ફળીયામાં કે શેરીમાં લીમડો ખાસ વાવવો જોઇએ. લીમડો એ મેલિયેસી વર્ગનું વૃક્ષ છે. લીમડામાં એઝારીડેકટીન નામનું તત્વ હોવાથી લીંબોળીને વાટીને તેના અર્કનો ઘર આંગણે હોમ ગાર્ડન ના શાકભાજી કે ખેતી પાકોમાં છંટકાવ કરવામાં આવે તો પાકને રોગ જીવાતથી બચાવી શકાય છે .ઓર્ગનિક શાકભાજી તમારા ઘરે વાવેલા હોઈ તો લીંબોળી વીણી ને સૂર્ય પ્રકાશમાં સુકવી ને સાચવજો તમારી શાકભાજી માં જયારે કીડા આવે ત્યારે તેને દૂર રાખવા ને માર્યા વગર તમારા છોડ બચાવી શકશો
_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot