માઇક્રોગીન એટલે પોષણનો ખજાનો , છોડમાં કુદરતે શક્તિ મૂકી છે કે જયારે તેની મૂળ અંકુરણ અને શરૂઆત ની
પાંદડાની અવસ્થા હોય ત્યારે તેની પાસે કુદરતી પ્રતિકૂળતા સામે લડવાની તાકાત ધરાવતા તત્વો ભરપૂર માત્ર માં હોય છે આ અવસ્થા વખતે તેને આપણે કાપી લૈયે અને ખોરાકમાં લઈએ તો આપણને ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડંટ મળે છે અને માઈક્રો ગ્રીન ઉગાડવા સાવ સહેલા છે .
- લાલ તાંદળજો : લાલ તાંદળજો મીઠો અને રસદાર સ્વાદ ધરાવે છે. કચુંબરમાં તે સરસ રંગ ધરાવે છે જેનો ઉપયોગ વાનગી પર સુશોભન કરવા માટે થાય છે.
- બીટ : બીટ આકર્ષક ઘાટાં લાલ, જાંબલી રંગના પાન ધરાવે છે. તે વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ, ગુણધર્મો અને વિટામિનથી ભરપુર છે.
- બ્રોકોલી : બ્રોકોલી વિટામિન્સ, મિનરલ્સ, ખનીજો, પાચક રસો, પ્રોટીન અને હરિતદ્રવ્યથી સમૃદ્ધ છે, તે રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજીત કરે છે.
- સુવા : સુવા નાનો સૂક્ષ્મ, પીંછાકાર પર્ણ સમૂહ ધરાવે છે. અને લિજ્જતદાર સ્વાદ આપે છે. તે કાકડી, અને કોબી સાથે સારી રીતે સંયોજીત થાય છે.
મૂળા , મેથી , રાયડો , સૂર્યમુખી વગેરે પણ ઉગાડી શકાય
|
|




Photo courtesy : google Image
0 comments