અંગ્રેજી નામ : Broccoli
વૈજ્ઞાનિક નામ : Brassica oleracea L
વતન : Italy
કુળ : Cruciferae
બ્રોકોલી કોબીજ વર્ગનો ઠંડા પ્રદેશમાં થતો અગત્યનો શાકભાજીનો પાક છે.શિયાળામાં ખુલ્લામાં પણ બ્રોકોલી થઈ શકે છે.
સ્પ્રાઉટીંગ બ્રોકોલી એ કોબી ફ્લાવરને મળતો આવતો, શરૂઆતમાં લીલાશ પડતા રંગની અસંખ્ય ક્ડીઓનો દડા જેવો સમૂહ ધરાવો પાક છે. છોડનુ મુખ્ય થડ લગભગ ૫ થી ૬ સે.મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. જેના પર ખાસ પ્રકારની સુવાસ ધરાવતા નાના દડા જેવા સ્પ્રાઉટસ વિકસે છે.
બ્રોકોલી વિટામીન-સી, કે, એ નું તેમજ પ્રોટીનનું પણ વ્યાપક પ્રમાણ ધરાવે છે. આ ઉપરાંત બ્રોકોલીમાં એક કરતા વધુ પોષક દ્રવ્યો જેવા કે ડીન્ડોલીમીથેન ગ્લુકોરેફેનીન અને સેલેનીયમ જેવા કેન્સર પ્રતિકારક તત્વો પણ રહેલા છે જે એક સાથે માણસની ઈમ્યુન સિસ્ટમને ઉત્તેજીત કરે છે. માનવ જાતમાં સામેની પ્રતિકારક શક્તિ વધારે છે.
હવામાનઃ
બ્રોકોલી ઠંડા પ્રદેશનો પાક હોઈ હિમ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. સામાન્ય રીતે બ્રોકોલી ને ર૦ થી રપ° સે. તાપમાન વધુ અનુકૂળ આવે છે. દડાના વિકાસ સમયે ૧૫° થી ર૦° સે. તાપમાન હોવું જરૂરી છે. પરંતુ તાપમાનમાં જો વધારો થાય તો દડાનો વિકાસ બરાબર થતો નથી.
વાવણી
સ્પ્રાઉટીંગ બ્રોકોલીનો ઉછેર કોબીજ અને કોબી ફ્લાવરની જેમ જ નર્સરીમાં બીજ દ્વારા પ્રથમ ધરૂ ઉછેર કરીને થાય છે. બ્રોકોલીનો ધરૂ ઉછેર નર્સરીમાં સામાન્ય રીતે ઓગષ્ટ-નવેમ્બર માસ દરમ્યાન કરી ૪ થી ૬ અઠવાડિયા પછી તેની રોપણી કરવામાં આવે છે.
વાવેતરનું અંતર :
ફળદ્રુપ જમીનમાં ૪૫ સે.મી. × ૩૦ સે.મી.ના અંતરે રોપણી કરવી હિત્તાવહ છે.
કાપણી:
બ્રોકોલીના અગ્ર દડા ૧૦ થી ૧૫ સે.મી. ઊંચાઈના થાય અને તેની કળીઓ ખુલવાના સમય પહેલાં ધારદાર ચપ્પુથી તેની કાપણી કરવી જોઈએ. આ બાબત ધ્યાને લેવામાં ન આવે તો દડા કે જેને હેડ પણ કહે છે. તે પહોળા થઈ જાય છે. જેનાથી બજાર કિંમતમાં ઘટાડો થવા પામે છે બ્રોકોલીની કાપણી ૪ થી ૬ અઠવાડિયા સુધી ચાલે છે.
આ વખતે સામાન્ય રીતે દડાનું વજન ૫૦૦ થી ૬૦૦ ગ્રામ જેટલું હોય છે
0 comments