
આપણે હોંશે હોંશે કિચન ગાર્ડનિંગ શરુ કરીયે છીએ પણ
ઘણી વખત ખોટી સોશિયલ મીડિયાની માહિતીના આધારે અથવાતો
સાચા માર્ગદર્શન વગર ઘણી વખત નિષ્ફળતા મળે છે એટલે
ચાલો વિચારીયે કે આપણી ક્યાં ક્યાં ભૂલો થાય છે .
બગીચાનું રક્ષણ ન કરવું: ખિસકોલી કે ચુસીયા જીવાતો આખા બગીચાને નુકશાન કરી શકે છે.તેના બદલે શું કરવું: આખા કુંડાની ફરતે ઇન્સેક્ટ નેટ જેવી સુરક્ષા પહેલેથી જ તૈયાર રાખો.
બારી પાસે બીજ ઉગાડવા (યોગ્ય પ્રકાશ વગર): બારીમાંથી આવતો તડકો પૂરતો નથી હોતો, જેનાથી છોડ નબળા અને પાતળા ઉગે છે.તેના બદલે શું કરવું: બાલ્કની કે રવેશમાં ઉગાડો.
બીમાર છોડને રહેવા દેવા : ઘણા લોકો દયા ખાઈને બીમાર છોડને બગીચામાં રહેવા દે છે,
જે આખા બગીચામાં બીમારી ફેલાવે છે.તેના બદલે શું કરવું: નબળા છોડ દૂર કરવા નવા તંદુરસ્ત છોડ લગાડવા .
ઉપરથી પાણી આપવું (Overhead Watering): છોડના પાંદડા પર ઉપરથી પાણી નાખવાથી ફૂગ (fungus) અને અન્ય રોગો થવાની શક્યતા વધી જાય છે.તેના બદલે શું કરવું: છોડના મૂળમાં જ પાણી આપો આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966
કિચન ગાર્ડનિંગ નો ઉદેશ સમજી લેવો જોઈએ , આપણા પરિવારને ઓર્ગનિક શાકભાજી દવારા સારું પોષણ આપવું છે તે આપણો ધ્યેય હોય અને તેમાં હોબી ભળે તો ઓર્ગનિક ગાર્ડનિંગ તમારા ઘર આંગણે જરૂર કરી શકો , ખુબ સરળ છે પણ સાથે સાથે આવતી દરેક પરિસ્થિતિ માટે ઓર્ગનિક ઉપાય તમારી પાસે હોવો જોઈએ , ઉપાયના ઉકેલ માટે આપ RKGC કોમ્યુનિટી ફેસબુકના માધ્યમથી ગમે ત્યારે સમશ્યાનાં નજીકથી પડેલ ફોટા સાથે એગ્રોનોમીસ્ટ પ્રવીણ પટેલને પ્રશ્નઃ પૂછી શકો છો .
આપણા રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી RKGC કોમ્યુનિટી ના માધ્યમથી અમે રાજકોટમાં જાતે પકવો જાતે ખાવ કોન્સેપટને લાવીને 500 થી વધારે ઘરે ઘરે ઓર્ગનિક કિચન ગાર્ડન બનાવવા માટે પ્રોત્સાહક ભૂમિકા ભજવીએ છીએ , આ હોબીનો અનેરો આનંદ છે , અમારી વર્ષોના અનુભવનો વિના મુલ્યે લાભ આપી રહ્યા છીએ, દર વર્ષે જુલાઈ મહિનો રાજકોટના 500 થી વધારે ફેસબુક યુઝર્સને વિના મુલ્યે ઓર્ગનિક બીજ આપવાનો અમને સંતોષ છે .
રાજકોટના દરેકનું આંગણું એક બે શાકભાજીના કુંડ કે ગ્રોબેગ વાળું હોવું જોઈએ
તમે પણ જો સારી રીતે શાકભાજી ઉગાડી રહ્યા છો ત્યારે ચાલો સાથે મળીને બીજા મિત્રોને પણ પ્રોત્સાહિત કરીયે એમને જરૂર પડે તો માર્ગદર્શન કે બીજ જોઈએ તો ભેટ આપીયે પણ દરેક કૈક ને કૈક વાવીને પર્યાવરણને મદદ કરે તેવું કરીયે .
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
પ્રવીણ પટેલ
એગ્રોનીમીસ્ટ
9825229966
અમે માનીએ છીએ કે રાજકોટના પ્રત્યેક ઘરમાં પોતાની જરૂરિયાતનું શાકભાજી જાતે પેદા કરે અને એ પણ સંપૂર્ણ ઓર્ગેનિક રીતે આપણું રાજકોટ હરિયાળું અને ગ્રીન બને આપણું પર્યાવરણ શુદ્ધ થાય આ ઉમદા હેતુ સાથે પટેલ એગ્રો સીડ્સ રાજકોટ દ્વારા રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટી બનાવવામાં આવી છે બે વર્ષથી રાજકોટ ના 500 થી વધુ ઘરોમાં શાકભાજી અને ફૂલો ઉગાડવામાં આપણે સફળ રહ્યા છીએ . આજે RKGC ફેસબુકમાં 500 થી વધુ મિત્રો જોડાઈ ગયા છે . કોમ્યુનિટી પ્રત્યેક ફેસબુક મિત્રો ને વિવિધ રીતે મદદરૂપ થાય છે અને માહિતી આપે છે
આપણા બાળકોને ગાર્ડનીંગમાં રસ લેતા કરીને પર્યાવરણનું શિક્ષણ આપીએ ચાલો રાજકોટને હરિયાળું બનાવીએ ઘર આંગણે શાકભાજી ઉગાડીએ.
સહેલું છે તમે પણ વિચાર કરો
એક બે ગ્રોબેગ થી શરુ કરો , ઓછા નામે પાંદડાવાળા સેલડ તો ઘરે ઉગાડો
અમે તમને મદદ કરીશું
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ GARDANING RKGC માં જોડાવ 9825229966
ઘરની આજુબાજુ થોડી પણ જમીન ઉપલબ્ધ હોય ત્યારે તેનો સુંદર અને મહત્તમ ઉપયોગ થાય તેવી દરેકની ઈચ્છા હોય છે.
કોઈ ઘર આંગણે સુંદર બગીચો બનાવવાનું આયોજન કરે છે તો કોઈ રોજ-બ-રોજની જરૂરિયાત સંતોષે તેવાં શાકભાજીનું વાવેતર કરે છે.
આમ મકાનની આજુબાજુ ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં ફળ, ફૂલ કે શાકભાજીનું વાવેતર કરે-ફલછોડ ઉગાડે તેને કિચન ગાર્ડન કહે છે જે રાજકોટ માં ખુબજ પ્રચલિત છે .
ચોમાસામાં રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ના માર્ગદર્શન થી 500 થી વધારે ઘરમાં ઓર્ગનિક શાકભાજી ઉગાડાય છે , વધુ માહિતીમાટે આપણી ફેસબુક RKGC કોમ્યુનિટી માં રોજ ગાર્ડનિંગ ને લગતી એક -બે પોસ્ટ વાંચીને માહિતી મેળવે છે . ગાર્ડનિંગ ને લગતા જરૂરી ઉપકરણ કે સાધનો પટેલ એગ્રો ભૂતખાના ચોક નો સંપર્ક કરો ત્યાં મળી રહે છે ત્યાં તમને દેશી ઓર્ગનિક બીજ પણ મળી રહેશે.
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
રાજકોટ કિચન ગાર્ડનીંગ કોમ્યુનિટીના 700 થી વધુ મિત્રો પોતાના ઘર આંગણે ફૂલ છોડ અને શાકભાજી ઉગાડતા મિત્રોને મળે છે ગાર્ડનીંગથી થતા ૭ ફાયદા
૧. બાગકામ સ્ટ્રેસથી મુક્ત કરે છે.
૨. બાગકામ થી શારીરિક કસરત થાય છે.
૩. કિચન ગાર્ડનીંગથી હેલ્ધી ઓર્ગનિક શાકભાજી મળે છે.
૪. બાગકામથી તમારો મૂડ અને આત્મવિશ્વાસ વધે છે.
૫. બાગકામના લીધે બીજા સાથે જોડાણ થાય છે.
૬. બાગકામથી સ્ફૂર્તિ અને આનંદ મળે છે
૭. બાગકામથી સફળતાની ખુશી મળે છે.
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966