Total Pageviews

ચાઈવ - યુરોપીયન લસણ ની સુગંધ વાળું હર્બ


ચાઈવ એ લસણ વર્ગનું હર્બ છે. લસણની ફ્લેવર માટે ગાર્નિશિંગ  માટે ચાઈવ ઉતમ છે. ચાઈવ લાંબુ અને પોલું એક પ્રકારનું ગ્રાસ છે. જે ૬ થી ૮ ઇંચ નું હોય છે. ચાઈવ ઘર આંગણાના બગીચામાં ઉગાડી શકાય છે. કુંડા અથવા ગ્રો બેગમાં વાવી શકાય છે. આ યુરોપની પ્રજાતિ છે. શિયાળામાં વધુ સારા થાય છે. 
ચાઈવ ને ઓર્ગેનિક મેટર વાળી માટી જોઈએ છે. તેથી માટીમાં વર્મીકમ્પોસ્ટ, પુરે પૂરું સડેલું કમ્પોસ્ટ અને બેક્ટેરિયા મુક્ત કોકોપીટ નાખવું જોઈએ.  
ચાઈવની આસપાસ ગાજર, સેલરી, ટામેટા, મિન્ટ, વાવેતર કરો તો સારું પડે છે. 

વધુ પાણી આપીને જમીનમાં વધુ ભેજ હોય તો જીવાત અને લસણને લગતા રોગ ચાઈવને પણ લાગુ પડે છે. 

ચાઈવનું વાવેતર બીજ દ્વારા કરી શકાય છે. ચાઈવના બિયારણ માટે પટેલ એગ્રો અથવા રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક દ્વારા જાણો. અથવા 9825229966 ઉપર સંપર્ક કરી શકાય. 

આજેજ RKGC કોમ્યુનિટી ફેસબુક પેજ માં જોડાઈ જાવ અને ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ચેનલ માં જોડાઈ જાવ 9825229966

અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments