બીટ ની ભાજી અને. લાલચટાક બીટ એટલે સારો સલાડ






બીટ એક જમીનમાં ઉગતું શાકભાજી , સલાડ માટે બેસ્ટ શાકભાજી છે. બીટ કિચન ગાર્ડનમાં ગ્રો બેગમાં ઉગાડવું સહેલું છે. બીટમાં રહેલા પોષક તત્વોને લીધે નિયમિત સલાડ ડીશમાં તેનો ઉમેરો કરવો જોઈએ. 

બીટનું વાવેતર બીજ દ્વારા થાય છે. બીટનું ઓર્ગેનિક બીજ પટેલ એગ્રો રાજકોટ થી મળી જશે બહારગામથી મંગાવનારે ભારત પે દ્વારા પેમેન્ટ કરીને કુરિયરથી પણ મંગાવી શકે છે. 

બીટ ગાર્ડન વેરાઈટી વાવ્યા પછી તેનો લાલ બલ્બ જમીનમાં મોટો થાય ત્યાં સુધી બીટના પાનનો ભાજી તરીકે પાલક સાથે મિક્ષ કરીને ભાજી બનાવી શકાય છે. તેથી બે ઉપયોગી થઇ શકે છે. 

બીટ જમીનમાં થતું હોવાથી પોચી અને ભરભરી માટી જોઈએ તેના માટે ઓર્ગેનિક ખાતર સાથેનું વજનમાં ખુબ જ હળવું અને પોચું પોટ મિક્સ ગ્રો બેગમાં વાપરવું જોઈએ. 

બીટના દડા મોટા કરવા હોય તો તેના બીજને મુઠી મુઠી દુર વાવેતર કરવા જોઈએ અથવા બીજ નજીક નજીક ઉગ્યા હોય તો પારવણી કરી નાખવી જોઈએ. બીટના ઓર્ગેનિક બીજ માટે પટેલ એગ્રો રાજકોટ નો સંપર્ક કરવો.9825229766  

બીટની રેશીપી અથવા તો સલાડ ડેકોરેશનના ફોટા તમે આપણી રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી  ફેસબુક પ્રોફાઈલ ઉપર મૂકી બીજાને પણ પ્રોત્સાહિત કરી શકો છો. 
અમારી સાથે જોડાવ.

દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.

અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

0 comments