મની પ્લાન્ટ કુંડા અને પાણીમાં ઉગાડી શકાય છે . કુંડામાં વધારાનું પાણી નીકળી જાય તે રીતે છિદ્રો હોવા જોઈએ એટલે કે કુંડાની નીચે વધારાનું પાણી કલેક્ટ કરતી ટ્રે રાખવી જોઈએ . કુંડ માટે પોટમીક્ષ વાપરવાથી મની પ્લાન્ટને પૂરતા પોષક તત્વો મળી રહે છે એટલે તેનો વિકાસ સારો થાય છે . મની પ્લાન્ટને ઉછેરવા મની પ્લાન્ટનો એક ડાળી અથવા એક કટકો પૂરતો છે . પ્લાન્ટ લેવા નર્સરીમાં જવાની જરૂર નથી એક બીજાને કટકા ભેટ આપીને ઉછેરી શકાય છે .
આપણી RKGC કોમ્યુનિટીના એક મિત્ર કહેછે કે મની પ્લાન્ટના પાંદડા મોટા કરવા હોય તો શું કરવું ? મની પ્લાન્ટમાં દરેક પાંદડે મૂળ ફૂટતા હોય છે તેને ફેલાવાની , હવા અને પોષણની તક મળે તો પાંદડા મોટા થાય છે આ મૂળ અને દીવાલનો સહારો મળે કે આપણે આપણા કુંડામાં મોસ ઘાસ લગાડેલ લાકડી મુકીયે કે આપણે જો પ્લાન્ટ ને દીવાલ ઉપર ચડાવવા મોસ અને નેટની ગાદી બનાવીને દીવાલમાં જડી દઈએ અને પછી તેને પાણી છાંટીને સતત ભેજ જળવાય રહે તેવું કરીયે તો થોડા મહિનામાં મની પ્લાન્ટ મૂળ મુકતા મુકતા વધશે અને તેના પાન પણ થાળી જેવડા મોટા થશે .
વધુ વિગત અને માહિતી માટે સંપર્ક 9825229966
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.

Photo courtesy : google Image
0 comments