બ્રોકોલી કોબી ગ્રુપની ખુબ જ ઉપયોગી શાકભાજી છે. બ્રોકોલીને ખુબ જ ફળદ્રુપ અને ઉચ્ચ કક્ષાનું કમ્પોસ્ટ ધરાવતી માટી જોઈએ આ માટે તમે સારામાં સારી પોટ મિક્સ લાવો અને તે તમારા કુંડા અથવાતો ગ્રો બેગમાં ભરો અને પછી તેમાં બ્રોકોલીના બીજ ચોપો.
બ્રોકોલી માટે ઓર્ગેનિક બીજ લઇ આવો યાદ રાખો કે બ્રોકોલીને બહુ તડકા કરતા શીયાળાની શરૂઆત જેટલું તાપમાન વધુ પસંદ પડે છે.
બ્રોકોલી આપણા માટે જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. બ્રોકોલી રોજ સલાડમાં ઉપયોગ કરવાથી એન્ટીઓક્સીડંટ મળે છે. બ્રોકોલી ઉગ્યા પછી તેના છોડ ૪૫ સે.મી.ની દુરી પર લગાડો. બ્રોકલી ચોમાસા પછી કરવાથી ફાયદો થાય છે.
બ્રોકલી ફુલાવરની જેમ મોટું ફળ આપે છે. તેની કાપણી અઢી મહીને કરી શકાય છે. બ્રોકલીમાં નિયમિત અંતરે ૧૫૦૦ પીપીએમ ક્વોલીટીનું નીમ એકસ્ટ્રેક છાંટવું જોઈએ જેથી જીવાતો બ્રોકલીથી દુર રહે છે.
બ્રોકલી કોબી વર્ગનો પાક હોવાથી થોડી કાળજી લેવી પડે છે.
બ્રોકલીના ઓર્ગેનિક બીજ માટે તમે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક અથવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલ પર માહિતી મેળવી શકો છો.
વધુ માહિતી મેળવવા 9825229966 વોટ્સએપ RKG9966 લખો
અમારી સાથે જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.


Photo courtesy : google Image
0 comments