સફેદ માખીને વ્હાઇટ ફ્લાય પણ કહે છે તે એકદમ નાનકડી જીવાત છે ઉપરનું ચિત્ર ઝૂમ કરેલું છે , વ્હાઇટ ફ્લાય લગભગ બધા છોડને નુકશાન કરે છે , તે રસ ચૂસક જીવાત છે અને સાથે સાથે પ્લાન્ટ વાઇરસને ફેલાવવામાં કારણભૂત છે એટલે તમે જોશો કે તમે જો તમારા પ્રો હોમ ગાર્ડનમાં ચીલી મરચી વાવી હોય તો મરચીમાં કુક્ડ આવી જાય છે તેનો ફેલાવો પણ વ્હાઇટ ફ્લાય કરે છે .
વ્હાઇટ ફ્લાય ના નિયંત્રણ માટે ઘણી જંતુનાંશકો તેના નિયંત્રણ માટે આવે છે
પરંતુ આપણે જયારે ઓર્ગનિક ગાર્ડનિંગ કરીયે છીએ ત્યારે ...આ રહી 🔑
🔑સોફ્ટ બોડી ઇન્સેક્ટ છે તેથી ઓછો ઉપદ્રવ હોય તો પાણીના સ્પ્રેય થી પાંદડા ધોઈ નાખો આવું 2 દિવસના ફેરે બે વાર કરો
🔑 ડિટર્જન્ટ પાવડર એક સહેલો ઉપાય છે એક લીટર પાણીમાં એક ચમચી લીકવીડ ડિટર્જન્ટનો 2-3 દિવસ સાંજના સમયે સ્પ્રેય કરવો
🔑1500 PPM નીમ એક્સટ્રૅક 5 મિલી પ્રતિ લીટર પાણી સાથે એક નાની ચમચી પાવડર સાથે પમ્પ થી પાંદડા ની ઉપર નીચે ખુબ કાળજીથી સતત 2 દિવસ સ્પ્રે કરવો ,
🔑 ખુબજ સરળ બીજો ઉપાય દરેકે પોતાના પ્રો હોમમાં ગાર્ડન માટે કરવો જોઈએ અને તે છે પીળા કલરના ચીકણા સ્ટીકી ટ્રેપ દરેક કુંડા અથવા દરેક ગ્રોબેગમાં લાકડાની પેટ્ટી સાથે લગાડો , વ્હાઇટ ફ્લાય , થ્રિપ્સ , જેસિડ , માઈટ્સ ગુંદરવાળા કાર્ડમાં ચોંટી જશે , આખી પટ્ટી ભરાય જાય ત્યારે કચરામાં ફેંકી દો .
વધુ માહિતી અને તમારા પ્રો હોમ ગાર્ડન ને લગતી સમશ્યા માટે ફેસબુકના મેસેન્જર અથવા કોઈ પણ પોસ્ટના કોમેન્ટ બોક્સમાં ફોટા સાથે પ્રશ્ર્ન પૂછો અથવા 9825229966 ઉપર વોટ્સએપ કરો
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
|
|




Photo courtesy : google Image
0 comments