શાકભાજી માં મળતા પોષક તત્વો નો લાભ લેવા ઓર્ગનિક શાકભાજી ઉગાડીયે

વિવિધ ઓર્ગનિક શાકભાજીનો ઉપયોગ કરવાથી અનેક ફાયદા થાય છે. લીલા પાંદડાવાળા શાકભાજી તાંદળજો, મેથી, પાલક, સુવા, મૂળા વગેરેમાંથી સારા પ્રમાણમાં લોહતત્વ (આયર્ન)મળે છે. 

ચોળી, વાલોળ, ગુવાર, પાપડી, વટાણા, તુવેર, ચણા વગેરેમાંથી શરીરને પ્રોટીન મળે છે. ટામેટા, રિંગણ, દૂધી, ગલકા, ગીલોડા, તુરીયા, પરવળમાંથી સારા પ્રમાણમાં ક્ષારતત્વો પ્રાપ્ત થાય છે. 

કંદમૂળ વર્ગના બટાટા, સૂરણ, રતાળુ, શક્કરીયા,ડુંગળી, લસણ વગેરે શાકભાજીમાંથી સ્ટાર્ચ ભરપૂર પ્રમાણમાં મળે છે જે કાર્બોહાઈડ્રેટના સ્વરૂપમાં શરીરને શક્તિ પૂરી પાડે છે.


ગયા વર્ષે આપણી RKGC કોમ્યુનિટીના 500 થી વધુ ફેસબુક મિત્રોને શાકભાજીના બીજ આપીને આપણે સારી શરુઆત કરી હતી આ વર્ષે તમે પણ 3-5 ગ્રોબેગ વસાવીને ચોમાસે શાકભાજી વાવો  અને જે મિત્રો પોતાના કિચન ગાર્ડન માં ઉગાડીને સફળ થયા  છે તેમને  વિનંતીકે તમારા અનુભવો આપણી ફેસબુક કોમ્યુનિટીમાં લખીને જણાવો ચાલો આ વર્ષે ફરી પ્રયત્નકરીને સફળતા મેળવીએ . 
_______
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen





0 comments

Add a heading by kheti rajkot