આપણું આંગણું લીલુંછમ હરિયાળું અને રંગબેરંગી ફૂલોથી સજેલું હોય તો કોને ન ગમે?






આપણા આંગણે શાકભાજીનું વાડોલીયું હોય, થોડા રંગબેરંગી ફૂલો હોય, ઘરની બહાર છાયો આપતા વૃક્ષો હોય અને તેના ઉપર કોયલના ટહુકા સંભળાતા હોય તેવા ઘરની કલ્પના સૌને હોય આવું ઘર આજના ઝડપી યુગમાં ઘણી વખત બધા ઝંખતા હોય ત્યારે તમે તમારો થોડો સમય આંગણા પ્રવૃતિમાં ગાળો તો આજના પ્રવર્તમાના કાળમાં પણ શહેર હોય કે ગામડું, ફળીયામાં કે અગાશી ઉપર કે વાડીના એક ખૂણે કુણી કુણી ભાજી, કોથમીરની સુગંધ, ટમેટાના નાનકડા છોડમાં લાલઘુમ ટમેટા અને મરચાના છોડમાં મરચા લાગ્યા હોય અને તેનો રોજેરોજની રસોઇમાં ઉપયોગ થાય તો રસોઇમાં પણ કેવી મીઠાશ અને સુગંધ આવે ? 

ગૃહિણીઓ પાસે રહેલા સમયનો ઉપયોગ કરી ઓર્ગેનીક ગાર્ડન પોતાની અગાશી ઉપર કરીને પ્રવૃતિ સાથે શારિરીક શ્રમ કરીને શરીર પણ તંદુરસ્ત રાખી શકાય છે. શહેરમાં રહેતા બધાએ આવું વાડોલીયું કે ધાબા ખેતી કરવી જોઇએ. ગામડે રહેતા ખેડૂતો પણ એક પાકની ખેતી કરતા હોય તો તેઓ એ પણ પોતાની ખેતીમાં આવું વાડોલીયું બનાવીને રોજ બરોજની જરૂરીયાતના શાકભાજી ઉગાડવા જોઇએ. 

0 comments

Add a heading by kheti rajkot