મારે પણ આ વર્ષે એક લીંબુનો છોડ ઘરે તાજા લીંબુ માટે વાવવો છે












મારે લીંબુનો છોડ મોટા કુંડામાં વાવીને લીંબુ લેવા છે , લીંબુના છોડને ઉગાડવા શું કરવું ? આપણું RKGC કોમ્યુનિટી મને કેવી રીતે મદદ કરશે . હું ફેસબુકમાં આપણી કોમ્યુનિટીની મેમ્બર છું . ગયા વર્ષે અમને મળેલા દેશી બીજમાંથી સારા શાકભાજી ઉગાડેલા તે ફ્રિ દેશી બીજ માટે પણ કોમ્યુનિટી અને પટેલ એગ્રોનો આભાર 

મોટા કુંડામાં લીંબુ નો છોડ ઉછેરવાની પદ્ધતિ :

લીંબુ માટે કન્ટેનર : 
લીંબુ માટે મોટું કન્ટેનર જોઈએ , મોટી ગ્રો બેગ અથવા અર્ધું પ્લાસ્ટિકનું ડ્રમ ચાલે , લીંબુને વધુ માટી જોઈએ કારણકે તેના મૂળ પ્રદેશ મોટો જોઈએ અને વધુ પોષણ આપવું  જોઈએ .

લીંબુ માટે રાખવાની જગ્યા : 
લીંબુના છોડને 6-8 કલાક સીધી સૂર્ય પ્રકાશ જોઈએ .ઉનાળામાં થોડો ઓછો હોય તો ચાલે .લીંબુના છોડને સતત ભેજ જોઈએ પરંતુ વધુ પડતું પાણી હોય તો તેના મૂળ સડી જાય . લીંબુ માટે સારું પોટમીક્ષ વાપરવું જેથી નિતાર સારો મળે .

લીંબુ માટે બીજ કે પ્લાન્ટ : 
લીંબુ બીજમાંથી પણ ઉગાડી શકાય . એક લીંબુના બીજમાંથી બે છોડ ઉગે છે તેમાંથી નબળો છોડને બદલે જુસ્સાદાર છોડ પસંદ કરવો . આપણે ત્યાં પાતળી છાલ વાળા કાગદી લીંબુના કલમ એટલેકે ગ્રાફટીંગ કરેલ રોપા નર્સરીમાંથી મળે તે રોપીએ  તો લીંબુ નો ફાલ 2-3  વરસે મળે છે જયારે બીજમાંથી કરેલ છોડમાં 5-6  વર્ષે ફળ આવે છે . માટે ગ્રાફ્ટિંગ કરેલ રોપ સારો .


લીંબુની કાળજી : 
લીંબુ માં ચુસીયા જીવાત અને થોડા રોગ આવે છે પરંતુ તેનું નિયંત્રણ કરવું સહેલું હોય છે .આપણા ઘરમાં એક મીઠા લીંબડા અને એક લીંબુનો છોડ હોવો જોઈએ . 


વધુ માહિતી , ગ્રો બેગ , પોટમીક્ષ , સ્પૂન સપ્લીમેન્ટ  માટે 9825229966

_______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot