લીંબુમાં બીજ થી ઉગાડેલા છોડમાં પાંચ વરસે થોડા ફૂલો આવે છે એટલે કે લીંબુમાં કલમ કરેલ ગ્રાફ્ટેડ રોપા વાવવા જોઈએ . લીંબુ ને પાણી વધુ આપવું જોઈએ નહિ , છોડ લંઘાતા લંઘાતાં આપવું જોઈએ , છોડના ઘેરાવા મુજબ ખામણું કરીને ઊંડો તંતુમુળ તૂટે તેવો ગોડ કરવો જોઈએ . ચોમાસામાં પાણી મળી જતું હોય પાણી આપવું જોઈએ નહિ . છોડની મોટી ડાળીઓમાં પૃનીંગ કરવું જોઈએ
Total Pageviews
Showing posts with label લીંબુ. Show all posts
Showing posts with label લીંબુ. Show all posts
મારે લીંબુનો છોડ મોટા કુંડામાં વાવીને લીંબુ લેવા છે , લીંબુના છોડને ઉગાડવા શું કરવું ? આપણું RKGC કોમ્યુનિટી મને કેવી રીતે મદદ કરશે . હું ફેસબુકમાં આપણી કોમ્યુનિટીની મેમ્બર છું . ગયા વર્ષે અમને મળેલા દેશી બીજમાંથી સારા શાકભાજી ઉગાડેલા તે ફ્રિ દેશી બીજ માટે પણ કોમ્યુનિટી અને પટેલ એગ્રોનો આભાર
મોટા કુંડામાં લીંબુ નો છોડ ઉછેરવાની પદ્ધતિ :
લીંબુ માટે કન્ટેનર :
લીંબુ માટે મોટું કન્ટેનર જોઈએ , મોટી ગ્રો બેગ અથવા અર્ધું પ્લાસ્ટિકનું ડ્રમ ચાલે , લીંબુને વધુ માટી જોઈએ કારણકે તેના મૂળ પ્રદેશ મોટો જોઈએ અને વધુ પોષણ આપવું જોઈએ .
લીંબુ માટે રાખવાની જગ્યા :
લીંબુના છોડને 6-8 કલાક સીધી સૂર્ય પ્રકાશ જોઈએ .ઉનાળામાં થોડો ઓછો હોય તો ચાલે .લીંબુના છોડને સતત ભેજ જોઈએ પરંતુ વધુ પડતું પાણી હોય તો તેના મૂળ સડી જાય . લીંબુ માટે સારું પોટમીક્ષ વાપરવું જેથી નિતાર સારો મળે .
લીંબુ માટે બીજ કે પ્લાન્ટ :
લીંબુ બીજમાંથી પણ ઉગાડી શકાય . એક લીંબુના બીજમાંથી બે છોડ ઉગે છે તેમાંથી નબળો છોડને બદલે જુસ્સાદાર છોડ પસંદ કરવો . આપણે ત્યાં પાતળી છાલ વાળા કાગદી લીંબુના કલમ એટલેકે ગ્રાફટીંગ કરેલ રોપા નર્સરીમાંથી મળે તે રોપીએ તો લીંબુ નો ફાલ 2-3 વરસે મળે છે જયારે બીજમાંથી કરેલ છોડમાં 5-6 વર્ષે ફળ આવે છે . માટે ગ્રાફ્ટિંગ કરેલ રોપ સારો .
લીંબુની કાળજી :
લીંબુ માં ચુસીયા જીવાત અને થોડા રોગ આવે છે પરંતુ તેનું નિયંત્રણ કરવું સહેલું હોય છે .આપણા ઘરમાં એક મીઠા લીંબડા અને એક લીંબુનો છોડ હોવો જોઈએ .
વધુ માહિતી , ગ્રો બેગ , પોટમીક્ષ , સ્પૂન સપ્લીમેન્ટ માટે 9825229966

Photo courtesy : google Image