ઘરની આજુબાજુની ખુલ્લી, ફાજલ જમીન, અગાશી, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર થઇ શકે છે. તેને ઘર-આંગણની ખેતી પણ કહેવાય છે.આપણે તેને કિચન ગાર્ડનિંગ કહીશુ
મકાનના કમ્પાઉન્ડમાં ઉગાડવાની શાકભાજી માટે જમીનનો પ્રકાર બહુ મહત્વની બાબત છે તેમાં ખેતરોઉ કાળી માટી લઇ શકાય . સારામાં સારી માટી લાલ માટી ગણાય છે . જોકે હવે જો પોટમીક્ષ વાપરવામાં આવે છે.જેમાં માટી સાથે વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ , પોષક તત્વો અને સેન્દ્રીય તત્વો હોયછે .
બહારથી સારી માટી લાવીને ૨૦ થી ૩૦ સે.મી. સુધી ક્યારી માં અથવા લાકડાના ખોખાં, માટીનાં મોટા કુંડામાં અથવા ગ્રોબેગમાં આપણે ટામેટા, કોબીજ, ફ્લાવર, પાલખ, લેપ્યુસ, કાકડી, દુધી, ગલકાં, તુરીયા, રીંગણાં વગેરે જેવા શાકભાજી સરળતાથી ઉગાડી શકીયે .
સામાન્ય રીતે શાકભાજી ઉગાડવા માટેની જમીન પોરસ એટલી કે સમતળ, પોચી , નિતારવાળી અને ભરભરી હોવી જોઇએ.
|
|





Photo courtesy : google Image
0 comments