અંગ્રેજી નામ : Stevia
વૈજ્ઞાનિક નામ : Stevia rebaudiana, Berton
વતન : Paraguay
કુળ : Asteraceae
સ્ટીવિયા (Stavla robaudhary, Bertor) એક અંગ્રેજી (English) શાકભાજીમાં આવતું એક હર્બલ વનસ્પતિ છે. તેની ખેતી ખાસ કરીને ઠંડા વાતાવરણવાળા વિસ્તારમાં થાય છે, ભારતમાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં જ્યાં શિયાળામાં તાપમાન ઓછું હોય છે ત્યાં ખેતી થઇ શકે છે. પણ નેટ હાઉસ કે પોલી હાઉસમાં બીજા રાજયોમાં પણ તેની ખેતી કરી શકાય. જો ખુલ્લા ખેતરમાં કરવામાં આવે તો ગુજરાત, પંજાબ, હરિયાણા, બિહાર તેમજ ઉત્તર પ્રદેશમાં પણ તેને ઉગાડી શકાય છે પણ તેની ખેતી એક વખત ખેતરમાં રોપણી કર્યા બાદ ૪ થી ૫ વર્ષ સુધી રહેતી હોવાથી ગરમીમાં તેને નેટ કે અન્ય છાંયો આપી ખેતી થાય શકે.
આ સ્ટેવીઆના છોડ લગભગ ૩ થી ૪ ફૂટ જેટલા ઊંચા થાય છે અને એક વખત રોપ્યા પછી સારી માવજત આપવામાં આવે તો ૬ થી ૭ મહિનામાં પ્રથમ કાપણી કરી શકાય છે. ત્યારબાદ દર ૩ મહિને તેને કાપવામાં આવે છે. તેના લીલા પાનમાં ૩૩ ગણું ગળપણ હોય છે અને તેનો સુકો પાઉડર બનાવામાં આવે તો તે લગભગ ૩૦૦ ગણો ગળ્યો હોય છે એટલે કે ૧ કિલો પાઉડર 300 કિલો ખાંડની ગરજ સારે છે.
મોટા ભાગે યુરોપના દેશોમાં તેની ખેતી મોટા પાયે કરવામાં આવે છે અને બજારમાં ૧ કિલો પાઉડરની કિંમત આશરે રૂા, ર૦૦૦ ની આસપાસ હોય છે. તેને મીઠી તુલસી (Meethi Tulsi) કે મીઠી પત્તી (Meethi Patti) પણ કહેવામાં આવે છે. તેમાં ઝીરો (0) કેલેરી હોવાથી ડાયાબીટીસ રોગને કાબુમાં રાખવા માટે તેમજ શરીરનું વજન ઘટાડવામાં ખાસ ઉપયોગમાં આવે છે. બજારમાં મળતી સિન્થેટીક સુગર ફ્રી ગોળીઓ કે પાઉડર ડાયાબીટીસના રોગ માટે માણસો ઉપયોગ કરે છે તેનાથી લાંબાગાળે શરીરને નુકસાન થાય છે. પણ આ સ્ટેવીઆનો પાઉડર/ગોળી એક કુદરતી હર્બલમાંથી બનાવેલ હોવાથી શરીરમાં કોઈ આડઅસર થતી નથી અને ડાયાબીટીસ રોગના થયો હોય તો થતો નથી અને થયો હોય તો કાબુમાં રાખે છે અને શરીરનું વજન પણ વધતું નથી.
બીજથી સંવર્ધન મુશ્કેલ છે તેથી નર્સરીમાંથી રોપ લાવી ને વાવી શકાય

Photo courtesy : google Image
0 comments