અંગ્રેજી નામ : Asparagus
વૈજ્ઞાનિક નામ : Asparagus officinalis
વતનઃ યુરોપ
કુળ : Asparaguceae
શતાવરી એ ૧૦૦ થી ૧૫૦ સે.મી. ઊંચાઈવાળુ, બહુ શાખા ધરાવતુ બહુવર્ષીય છોડ છે. સલાડ તરીકે યુરોપમાં ખુબ વપરાય છે
ઉપયોગો:
(૧)હ્દયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે.
(ર)રક્ત શર્કરાના નિયમનમાં મદદ કરે છે.
(૩)વૃદ્ધત્વ વિરોધી લાભો ધરાવે છે.
(૪)ડાયાબીટીસના પ્રકાર-રનું જોખમ ઘટાડે છે.
(૫)ત્વચાના આરોગ્ય માટે ઉપયોગી છે.
(૬)પથરી રોકવામાં મદદ કરે છે.
(૭)સગર્ભા સ્ત્રીઓ માટે ઉપયોગી છે.
(૮)પાચન આરોગ્ય માટે ઉપયોગી છે.
આબોહવા અને જમીન
શતાવરીને ઉષ્ણ કટિબંધીય અને સમશીતોષ્ણ પ્રદેશમાં ૧૩૦૦ મીટરની ઊંચાઈ સુધી સરળતાથી ઉગાડી શકાય છે. સારા નિતારવાળી, ૬.૫ થી ૭.૦ પી.એચ. આંક ધરાવતી, સેન્દ્રિય તત્વો વાળી જમીન શતાવરીને વધુ માફ્ક આવે છે. ભારે જમીનમાં શતાવરીના વાવેતર માટે ગાદી ક્યારા બનાવવામાં આવે છે.
સંવર્ધન
શતાવરીને બીજથી વાવી શકાય છે. આ ઉપરાંત તેનુ સંવર્ધન સારી ગુણવત્તાવાળા તાજથી પણ કરી શકાય છે. સ્થાનિક રીતે મળતી વધુ ઉત્પાદન ધરાવતી નર સંકર જાતના બીજ પણ વાવેતર માટે પસંદ કરી શકાય છે.







Photo courtesy : google Image
0 comments