આજે વિશ્વમાં તાજા ખોરાકની પ્રાપ્યતા, જૈવ વિવિધતામાં ઘટાડો, શહેરી કચરાનો નિકાલ, વાયુ અને ધ્વનિ પ્રદૂષણ, જંતુનાશક દવાના ઉપયોગથી થતા સ્વાથ્યના જોખમો, કુપોષણ, સતત વસ્તી વધારો જેવી અનેક વૈશ્વિક ચિંતાઓથી ઘેરાયેલ છે. હરિયાળી ક્રાંતિથી દેશે ઉપલબ્ધ ખેતીલાયક જમીનમાં ખાદ્ય સુરક્ષા હાંસલ કરી છે. પરંતુ, હવે પોષણ સુરક્ષા વિશે વિચારવાનો સમય આવી ગયો છે. દેશમાં થઇ રહેલા ઝડપી શહેરીકરણથી વિવિધ કુદરતી સંસાધનો પર ભારે દબાણ સર્જાયું છે. જેને કારણે શહેરોમાં સ્થાનિક પર્યાવરણીય સમસ્યાઓ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીની સમસ્યાઓ સર્જાયી છે. તાજેતરમાં ટેરેસ ગાર્ડનનો વિચાર ઝડપથી વિકસિત થઇ રહ્યો છે ટેરેસ ગાર્ડનીંગ ખાઘસુરક્ષા, કુપોષણ અને પર્યાવરણીય સમસ્યાઓના નિવારણનો એક ટકાઉ ઉપાય બની શકે છે.



Photo courtesy : google Image
0 comments