- કન્ટેનર ગાર્ડનીંગ એ છોડ ને જમીનમાં રોપવાને બદલે ફક્ત કન્ટેનરમાં જ ઉગાડવાની પદ્ધતિ છે.
- કન્ટેનર ગાર્ડનીંગ શહેરોમાં રહેતા લોકોને મર્યાદિત જગ્યામાં વાવણી માટેનો વિકલ્પ પૂરો પાડે છે.
- કન્ટેનરની સરળતાથી ઉપલબ્ધતાને કારણે આ પદ્ધતિ શહેરી વિસ્તારોમાં વધુ લોકપ્રિય બની છે.
- પાકોના ઉછેર માટે વિવિધ પ્રકારના કૂંડા તેમજ કન્ટેનર વાપરી શકાય છે. વિવિધ પ્રકારની ના પાત્રો જેમ કે સિમેન્ટ, માટી, પ્લાસ્ટિક, લાકડાના વાસણ અથવા બેરલ, ક્ષતિગ્રસ્ત ડોલ, લટકતી ટોપલી વગેરે સરળતાથી મળી શકે છે.
- સૌથી સારો રસ્તો ગ્રોબેગમાં ઉગાડવાનો છે
- ટેરેસ ગાર્ડનીંગ માટે વિવિધ પ્રકારના માધ્યમો જેમ કે, માટી, પર્લાઇટ, કોકોપીટ, વર્મિક્યુલાઇટ, કમ્પોસ્ટ, પીટમોસ, લીફમોલ્ડ, ગોબર મોતી ગાયના છાણની ગોળીઓ, રેતી, લાકડાની કાપલી વગેરેનો ઉપયોગ કરી શકાય છે. કુંડાની ઊંડાઈ છોડના પ્રકાર ઉપર આધાર રાખે છે.
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
કિચન ગાર્ડન :
ઘરની આસપાસની ખુલ્લી જગ્યામાં શાકભાજી અને ફળો ઉગાડવાની પધ્ધતિ
બાલ્કની ગાર્ડન :
બહુમાળી મકાનમાં અગાશી કે ઝરૂખામાં ફળ, શાકભાજી કે ફૂલછોડ ઉગાડવાની પધ્ધતી
વર્ટીકલ ગાર્ડન
જમીન સિવાયના મકાનના ભાગો જેવા કે ઉભી દિવાલ, બાલ્કની કે વરંડાની જાળી, લટકતા કુંડા વગેરે પર શાકભાજી કે ફૂલછોડ ઉગાડવાની પદ્ધતિ
હાઇડ્રોપોનીક્સ :
માટી વગર ફકત પોષક દ્રવ્યોના દ્રાવણ અને પાણી થી ફળ, શાકભાજી કે ફૂલછોડ ઉગાડવાની પધ્ધતી
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966
કિચન ગાર્ડન ની શરૂઆત કરનાર માટે ખુબ જ અગત્યની વાત હોય તો તે છે પોતાની રૂચી, પોતે રસ લેવાના હોય તો કિચન ગાર્ડનીંગ કરવું જોઈએ. આ એક હોબી , શોખ છે અને જેના અનેક લાભ છે.
કિચન ગાર્ડનીંગ માં સૌથી અગત્યની ૪ વાતો છે
પહેલી ૪ થી ૬ કલાક સુર્ય પ્રકાશ આવે તેવી જગ્યાની પસંદગી,ઉનાળામાં બહુ તડકો હોય તો ગ્રીન નેટ નો પ્રયોગ કરો
બીજું પાણી ની સગવડતા,
ત્રીજું પોષક તત્વોથી ભરપુર પોટ-મિક્ષ કે જેમાં ફળદ્રુપ માટી, સેન્દ્રીય ખાતર, વર્મી કમ્પોસ્ટ, સી-વીડ, ઉપયોગી પોષક તત્વો વગેરેનું મિશ્રણ વાપરવું જોઈએ અને
ચોથું છોડનું સંરક્ષણ અને પોષક તત્વોની પૂર્તિ.
યાદ રાખો કિચન ગાર્ડન માટે લોકેશન- લોકેશન લોકેશન ખુબ અગત્યનું છે.
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન ક્લબ ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા પ્રો હોમ ગાર્ડન ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
ગાર્ડનિંગ RKGC વોટ્સએપ ગ્રુપ માં જોડાવ 9825229966