અંગ્રેજી નામ : Baby Corn
વૈજ્ઞાનિક નામ : Zea mays L.
વતન : United States
કુળ : Gramineae (Poaceae)
મકાઇના છોડ ઉપર મૂછ આવ્યા બાદ ત્રણ દિવસમાં નાના ડોડાની કાપણી કરવી તેને બેબીકોર્ન કહેવાય છે. મકાઈના ડોડામાં પરાગનયનથી દાણા સિવાયનો ફક્ત ગર્ભનો ઉપયોગ બેબીકોર્ન તરીકે થાય છે. બેબીકોર્નમાં સામાન્ય મકાઈ કરતાં વધુ માત્રામાં પોષકતત્વો હોવાથી કૂપોષણ સામે લડાઈ આપે છે.બેબી કોર્ન નું બિયારણ સાડી મકાઈ કરતા જુદું હોય છે જે બાઝાર માં મળે છે 9825229966
આરોગ્યમાં ઉપયોગ:
*બેબીકોર્ન ઓછી કેલરી વાળી વનસ્પતિ છે. - તે વજન વ્યવસ્થાપનમાં મદદ કરે છે.
*ઓછો કાર્બન, ઉચ્ચ ફાઈબર વનસ્પતિ છે.
*બેબી કોર્ન વિટામિન્સ અને ખનીજ પોષક તત્વથી સમૃદ્ધ અને સારો સ્રોત છે,
*લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવા માટે સારી છે.
આબોહવા:
બેબીકોર્નનો 28 સે થી 2 2 ના તાપમાન શ્રેણીમાં સારી રીતે વિકાસ સારો સૂર્યપ્રકાશ પણ જરૂરી હોય છે. વાવવું ક્યારે : સમગ્ર વર્ષ દરમિયાન વાવેતર થઇ શકે છે પરંતુ ચોમાસુ ૧૫ જૂન થી ૧૫ જુલાઈ, શિયાળું ૧૫ ઓકટોબરથી ૧૫ નવેમ્બર અને ઉનાળુ ૧૫ જાન્યુઆરી થી ૧૫ ફેબ્રુઆરીનો સમય ઉત્તમ હોય છે.
વાવણી અંતર:
બે હાર વચ્ચેનું અંતર ૪૫ સે.મી અને બે છોડ વચ્ચેનું અંતર ૨૫ સે.મી રાખવું. સામાન્ય રીતે મકાઈ ના અંતર કરતા બેબીકોર્ન નુ અંતર ઓછુ હોવાથી વધુ છોડ આવરી શકાય છે.
:max_bytes(150000):strip_icc()/101048333.jpg.rendition.largest-5000315b9da440c794eb9e1ee60a34fd.jpg)






Photo courtesy : google Image
0 comments