અંગ્રેજી નામ : Brussel Sprout
વૈજ્ઞાનિક નામ : Brassica oleracea var. gemmifera
વતન : Belgium
કુળ : Brassicaceae
બ્રુસેલ સ્પ્રાઉટ એક મહત્વની શાકભાજી છે. ભારતમાં મુખ્યત્વે હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપ્રદેશના ટેકરી વિસ્તારમાં, મહારાષ્ટ્ર, નીલગીરી અને તામિલનાડુમાં ઉગાડવામાં આવે છે. ખાસ કરીને યુરોપિયન દેશો તથા અમેરિકામાં તેની ખેતી થાય છે. પાંદડાની ટોચ ઉપર ઉગતા નાના હેડ અથવા સ્પ્રાઉટને સલાડ તેમજ શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. જેમાં વિટામીન-એ, વિટામીન-સી, નિયાસિન, રીબોફ્લોવિન, કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે.
ઉપયોગઃ
(૧) શરીરનું વજન જાળવવામાં મદદ કરે છે.
(ર) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
(૩) બ્રુસેલ સ્પર્સાઉટને જ્યારે આખા અનાજ સાથે એકત્રિત કરવામાં આવે ત્યારે તે એક સંપૂર્ણ પ્રોટીન બનાવે છે.
(૪) આ સિવાય તે કેન્સરના કોષો સામે લડવાની ક્ષમતા ધરાવે છે.
આબોહવા અને જમીન:
ઠંડુ, ભેજવાળુ તેમજ ૧૫° થી ર૦°સે. તાપમાનવાળુ વાતાવરણ માફ્ક આવે છે.સામાન્ય રીતે ૧૦° થી ર૦° સે. તાપમાનમાં સારી ગુણવત્તાવાળા પાક મેળવી શકાય છે. તાપમાનમાં વધારો થતાં ઓછી ગુણવત્તા ધરાવતા છૂટા, લાંબા થયેલ નબળી સુવાસવાળા સ્પ્રાઉટસ મળે છે.
આ પાક કોઈપણ પ્રકારની માટી માં સારી રીતે ઉગી શકે છે. પરંતુ સારા નિતારવાળી ૬ થી ૬૮ પી.એચ. ધરાવતી ગોરાડુ માટી પાકને વધુ અનુકૂળ આવે છે.
વાવણીની તૈયારી:
બીજના અંકુરણ માટે ૪ થી દિવસ લાગે છે. બીજની સારી વૃદ્ધિ માટે વાવેતર પછી તરત પાણી આપવું. વાવણીના ૩૫ થી ૪૫ દિવસ પછી રોપાઓ ફેરરોપણી માટે તૈયાર હોય છે.
ફેરરોપણી
સામાન્ય રીતે ૧૦ થી ૧૫ સે.મી. ઊંચાઈ ધરાવત રોપા ફેરરોપણી માટે ઉપયોગ કરવામાં આવે છે. આ રોપાઓને તૈયાર કરેલી જમીનમાં 60 સે.મી. × 45 સે.મી.ના અંતરે રોપવામાં આવે છે. જમીનના પ્રકા તેમજ પાકની જાત પ્રમાણે રોપણીનું અંતર વધારી ઘટાડી શકાય છે.
સ્પાઉટની લણણી કાપણી:
જ્યારે સ્પ્રાઉટ મહત્તમ કદ અને વાતા ધરાવે ત્યારે તેનો ઘણો કરવામાં આવે છે, યોગ્ય સમયે લણણી કરવો ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે ૩ થી ૬ વખત લણણી કરવામાં આવે છે.
કોલ્ડ સ્ટોરેજમાં સ્પ્રાઉટની સાચવણી
૦ થી ૦.૫ સે. તાપમાને ૩ થી ૫ અઠવાડિયા સુધી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી શકાય છે. કોલ્ડ સ્ટોરેજમાંથી સ્પ્રાઉટને કાઢયા પછી તુરત જ વાપરી નાખવા જોઈએ.








Photo courtesy : google Image
0 comments