કિચન ગાર્ડનિંગ માટે આવશ્યક માહિતી



કિચન ગાર્ડનમાં મોટા ક્યારા હોય તો સરગવો, લીંબુ, , મીઠી લીમડી નો સમાવેશ કરવો તથા ઉત્તર દિશામાં સારી માત્રામા પ્રકાશ મળી રહે તેવી રીતે વાવવાનો આગ્રહ રાખવો. નીચે થોડો છાંયડો સહન કરી શકે તેવા નાગરવેલના પાન, ધાણા, મેથી, પાલક, આદુ, હળદર, અળવી જેવા પાકો પણ વાવી શકાય. મૂળા, ધાણા, મેથી વગેરે ર થી ૩ તબકકે ઉગાડવા જેથી કૂમળી અવસ્થામા થોડાં થોડાં સમયે સતત ઉપલબ્ધ થઈ શકે. કોબીજ, કોબી ફલાવર, રીંગણ, ટામેટાં, મરચી, મૂળા, પાલક, મેથીની ભાજી લઈ શકાય. વિવિધ રોગ–જીવાત નિયંત્રણ માટે સંકલિત જીવાત રોગ નિયંત્રણ RKGC પધ્ધતિનો અમલ કરવો.


📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot