કિચન ગાર્ડનિંગ માટે રોગ જીવાત માટે ઓર્ગનિક ઉપાય
જમીનજન્ય રોગો હોય તો ટ્રાયકોડર્મા વીરડી પ ગ્રામ/લિટર પાણીનું દ્રાવણ બનાવી જમીનમાં છોડની આજુબાજુ રેડવું. ચૂસિયા (સફેદમાખી, મોલોમશી, લીલી પોપટી, થ્રીપ્સ) માટે વરટીસિલિયમ લેકાની, બ્યુવેરીયા બેસીયાના બંને પ ગ્રામ/લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો ઈયળ જોવા મળે તો હાથથી વીણીને અથવા બ્યુવેરીયા બેસીયાના, મેટારાઈઝીયમ એનીસોપ્લી બંને પ ગ્રામ/લિટર પાણીમા ભેગાં કરી છંટકાવ કરવો. ચીકટો (મીલીબગ) હોય તો વરટીસિલિયમ લેકાની પ ગ્રામ/ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જીવાતથી થતા નુકશાનને બચાવવા જીવાત આવતા પહેલાં ૧પ૦૦ પીપીએમના સાંદ્રતાવાળા નીમ ઓઈલને ૪ મી.લી./ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તથા આ છંટકાવ દર ૧પ દિવસે કરતાં રહેવું.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
![]() | ![]() |



.jpg)
.jpg)
.jpg)
.jpg)
Photo courtesy : google Image
0 comments