આ વૃક્ષ મધ્યમ કદનું એશીયા ખંડમાં બધે જ જોવા મળતું બાળકો અને પક્ષીને પ્રિય વૃક્ષ છે. તે કટીગમાંથી બહુજ આશાનીથી ઉગાડી શકાય છે. શિયાળો પુરો થતા તેમાં ફળ આવે છે. તેને સેતુર તરીકે લોકો જાણે છે. શરૂઆતમાં લીલા દેખાતા , પાકે ત્યારે લાલ થઇ મરૂન કાળા કલરના થાય છે.
બાળકોને ખાટા મીઠા સેતુરના ફળ બહુ જ ભાવે છે. રેશમના કીડા ઉછેરવામાં પણ સેતુરનું વાવેતર કરવામાં આવે છે. પાકા સેતુર શીતળ અને મીઠા છે. વાયુ, પિત્ત તેમજ રકતદોષનો નાશ કરનાર છે. આ વૃક્ષ ઘરના આંગણામાં વાવવામાં આવે તો બહુ જ આશાનીથી ઉછેરી શકાય છે.
આ વૃક્ષને તમારા આંગણે વાવશો તો પક્ષી પ્રિય વૃક્ષ હોવાથી અસંખ્ય પક્ષીઓ પણ તેમાં કિલકિલાટ કરતા ફળ ખાવા આવશે. શું તમારે તમારા આંગણે વિવિધ પક્ષીઓ બોલાવવા છે? તો શેતુર જરૂર વાવજો.
શેતુરના રોપા તમને વનખાતાની નર્સરી અથવા નજીકની નર્સરીમાંથી પણ મળશે. જો તમારા કોઈ મિત્રને ત્યાં સેતુરનું ઝાડ હોય તો કટીંગ લઇ આવીને ૪૫ અંશ ના ખૂણે કાળી જમીનમાં રોપી દેશો તો પણ ઉજરી જશે.

Photo courtesy : google Image
0 comments