પામની ઘણી પ્રજાતિ છે , પામ વિવિધ પ્રકારના વૃક્ષો પણ હોય છે જેના વૃક્ષો આપણે ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટમાં જોયા હોય છે . આપણે વાત કરીયે છીએ ઇન્ડોર પામ એરિકા પામની જે પરોક્ષ ઘાટા પ્રકાશમાં સારી રીતે ઉગાવી શકાય છે અને તે આપણા ઘરો માટે ખુબજ ઉપયોગી છોડ છે તેની અગત્યની જાતોના નામ પણ જાણી રાખો . જાપાનીઝ લેડી પામ , પાર્લર પામ,પોનીટેઈલ પામ ,ફિશ ટેઈલ પામ ,મેજેસ્ટી પામ અને એરિકા પામ .
આપણા માટે એરિકા પામ ખુબ જાણીતું અને આપણા વિસ્તારને અનુકૂળ ઇન્ડોર પામ છે જેને ઓછુ પાણી આપવાની જરૂર છે. તે એક સૌથી અસરકારક છોડ છે જે બેન્ઝીન, ફોર્માલ્ડીહાઇડ, ટ્રાઇક્લોરેથિલિન, એમોનિયા, ઝાયલીન, ટોલ્યુએન અને અન્ય ઘણા જાણીતા ઘરના ફર્નિચર અને કાર્પેટમાંથી નીકળતા પ્રદૂષકોને દૂર કરે છે. એરિકા પામ ની ઊંચાઈ ચાર થી બાર ફૂટ સુધીની થાય છે .એરિકા પામ ને મીડીયમ થી બ્રાઇટ લાઈટ અથવા બ્રાઇટ ઈન્ડાયરેક્ટ લાઈટ પણ અનુકૂળ આવે છે . એરિકા પામ ને દર 10 દિવસે સ્પૂન ફર્ટિલાઇઝર આપવું . પાણી નિયમિત રૂપમાં એકાંતરા વધુ પડતું ન આપવું .
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen
0 comments