ફેરોમોન ટ્રેપ એટલે શું ? રીંગણાની ઈયળ માટે મળે ?









ફેરોમોન ટ્રેપ, એટલે કે એવું પીંજરું કે જેમાં નિશ્ચિત જીવાતને આકર્ષીને છોડને નુકશાન કરતી અટકાવીને પિંજરે પુરી શકાય આવા ફેરોમોન વૈજ્ઞાનિકોએ શોધ્યા છે . આ ફેરોમોનમાં જે તે જીવાતની માદા જીવાંત ની ફોરમ હોય છે એટલે કે ફેરેમોન ટ્રેપમાં લીલી ઈયળની માદાની સુગંધ મુકીયે તો લીલી ઈયળના નર ફુદા ( ફુદા એટલે નિશાચર પતંગિયા સમજો ) ઉડીને આ પીંજરામાં જશે પણ ત્યાંથી બહાર નીકળી શકશે નહિ એટલે નરની વસ્તી ઘટતા માદા સાથે નું મેટિંગ ઓછું થતા લીલી ઇયળનો ઉપદ્રવ ઓછો થશે . આવા ફીરોમોન જુદી જુદી ઈયળ માટે બઝારમાં મળે છે .

આજ રીતે   પીળા હજારી ગોટાનું વાવેતર કરીયે તો ઈયળ છોડ ને બદલે પીળા ફૂલ ઉપર ઈંડા મુકશે એટલે છોડ પાર ઈયળ ઓછી લાગશે ,  હવે તો ચુસીયા જીવાત માટે ચીકણા ગુંદર વાળા પીળા સ્ટ્રીકી ટ્રેપનો ઉપયોગ કરી ચુસીયા જીવાતો ને આકર્ષિત કરી ચોંટાડીને દવાઓ સિવાય નિયંત્રણ કરી શકાય છે. તેમ છતાં જંતુ નાશક દવાઓનો છંટકાવ કરવાની જરૂરિયાત ઊભી થાય તો ઉપયોગ ન કરતાં RKGC ના આપણા એગ્રોનોમીસ્ટ ફેસબુકના માધ્યમ થી સમશ્યાનાં ફોટા સાથે પૂછી શકાય - 9825229966
______
RKGC by kheti rajkot

📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/prohomegarden
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/RajkotKitchen




0 comments

Add a heading by kheti rajkot