ટેરેસ ગાર્ડન અને RKGC કમ્યુનિટીમાં ઓર્ગેનિક ખેતી કરતા મિત્રો માટે જયારે નીમ છાંટો છો ત્યારે પંપમાં પાણીનું pH લેવલ 5.5 થી 6.5 ની વચ્ચે લાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બોરવેલ કે જમીનનું પાણી ઘણીવાર ક્ષારવાળું (આલ્કલાઇન) હોય છે. ઓર્ગેનિક દવાઓનું પૂરેપૂરું પરિણામ મેળવવા માટે નીચે મુજબના સસ્તા અને ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકાય:
૧. લીંબુના ફૂલ (Citric Acid): આ સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે. કરિયાણાની દુકાને તે આસાનીથી મળી જાય છે. માત્ર થોડા દાણા (૧૫ લિટર પાણી માં અડધીથી એક ચમચી) ઉમેરવાથી pH લેવલ ઝડપથી નીચે આવી જાય છે.
૨. સફેદ સરકો (White Vinegar): રસોડામાં વપરાતો વિનેગર પણ હળવો એસિડ છે. એક લિટરના સ્પ્રે પંપમાં આશરે 1.5 મિલી જેટલો સરકો ઉમેરવાથી ફાયદો થાય છે.
૩. ખાટી છાશ અથવા જીવામૃત: ઓર્ગેનિક ખેતીમાં સારી રીતે આથો આવેલી ખાટી છાશ કે જીવામૃત પોતે હળવા એસિડિક હોય છે. તેને દ્રાવણમાં મિક્સ કરવાથી pH સુધરે છે અને છોડને વધારાનું પોષણ પણ મળે છે.
pH સેટ કરવાની સાચી રીત કોઈપણ વસ્તુ ઉમેરતી વખતે સીધી દવામાં ન નાખતા, નીચે મુજબની પદ્ધતિ અપનાવવી જેથી દ્રાવણ વધુ પડતું એસિડિક ન થઈ જાય:
1.પહેલા સાદા પાણીનું pH માપો:દવા ઉમેર્યા વગરના સાદા પાણીમાં pH પેપર (લિટમસ પેપર) બોળીને ચેક કરો કે તમારું પાણી કેટલું ક્ષારયુક્ત છે.
2.એસિડિક વસ્તુ ઉમેરો:ટાંકીના પાણીમાં અંદાજ મુજબ થોડી માત્રામાં લીંબુના ફૂલ અથવા સરકો ઉમેરીને તેને લાકડીથી બરાબર હલાવો.
3.ફરીથી માપો:ફરીથી pH પેપરથી ચેક કરો. જો કલર ચાર્ટ મુજબ pH 5.5 થી 6.5 (આછો પીળો કે લીલો રંગ) ની વચ્ચે આવી જાય, તો જ તેમાં તમારી મુખ્ય ઓર્ગેનિક દવા કે લીમડાનું તેલ (Neem Oil) મિક્સ કરો.
દરરોજ માહિતી માટે Gardening RKGC વોટ્સઅપ ચેનલમાં જોડાવ.
અહી ક્લિક કરો. અથવા મો.9825229966 પર સંપર્ક કરો.
Photo courtesy : google Image
0 comments