આપણે ઘર આંગણે કિચન ગાર્ડન શા માટે કરીએ ? જાતે પકવો જાતે ખાવ કોન્સેપ્ટ દ્વારા ઓર્ગેનિક શાકભાજી આપણે રસોડામાં વાપરવું છે. તમે સ્ટરીલાઈઝ્ડ કર્યા વગરનું ભીનું કોકોપીટ લો તેમાં નઠારા તત્વો, અને ગંદા પાણી સાથે નુકસાનકારક બેક્ટેરિયા અને ફૂગ આવી જાય તો આપણા છોડ જમીનજન્ય રોગ લાગી શકે છે.
ટૂંકમાં આટલી મહેનત કરીએ છીએ અને પાછા નબળું પોટમિક્ષ કે કોકોપીટ વગેરે ઉપયોગ કરીએ તે કેમ ચાલે ? ઓર્ગનિક કિચન ગાર્ડનિંગ માં જરૂર ના હોય ત્યાં કરકસર ના કરો .
વધુ માહિતી માટે રાજકોટ કિચન ગાર્ડન કોમ્યુનિટી RKGC ફેસબુક પેઝ લાઈક કરી કોમેન્ટ બોક્ષ માં સમસ્યાના ફોટો સાથે સવાલ પૂછી શકો છો. ટેલીગ્રામ દ્વારા જોડાવા કિચન ગાર્ડનિંગ RKGC ચેનલમાં જોડાવ.
કોકોપિટએ નાળીયેરના છોતરા માંથી બનાવેલું પ્રો હોમ ગાર્ડનના કુંડ અથવા તો ગ્રોબેગમાં માટી સાથે ભેળવવાનું પોરસ મટીરીયલ છે. જે પોટિંગ મિક્સમાં ઉમેરીને કુંડાની કે ગ્રોબેગની માટીમાં પોરોસીટી વધારે છે. જે માટી સાથે ભેળવવું આવશ્યક છે , સૂકા નાળિયેરના છોતરામાંથી ઘરે પણ બનાવી શકો .
જે અંદાજે 20 થી 25 % જેટલું પ્રમાણમાં વાપરવું જોઈએ. કોકોપીટ એ નાળિયેરના છોતરા માંથી બનાવ્યા પછી સ્ટરીલાઈઝ્ડ કરીને કેક બનાવવા માં આવે છે , ઘણી વાર સસ્તું કોકોપીટ જે ભીનું અને જમીનને નુકશાન કરતા હજારો બેક્ટેરિયા થી સંક્રમિત હોય છે કારણકે તેમાં ગટરનું કે ગંદુ પાણી ઉમેરીને વજન વધારવાનું વેપારી કરે છે , જે તમારા કુંડામાં ફુગના રોગો લાવે છે , તેનાથી તમારા છોડમાં મુળખાય રોગ અને ઉગસુક રોગ આવવાની શક્યતા વધી જાય છે ,
સારું કોકોપીટ સ્ટરિલિઝ્ડ અને કેકના રૂપમાં ખરીદજો અને તમારી નજર સામે જરૂરી પાણી ઉમેરીને બનાવો .
એક કિલો પ્રો હોમ કોકોપીટની બ્રિક્સ તમને 70 રૂપિયાની મળે છે તે તમારા ઘરે પ્લાસ્ટિકની ડોલમાં 6 લીટર પાણી ભરી એક કિલો કમ્પ્રેસ કરેલ પ્રો હોમમાં કોકોપીટ નાખો થોડીવારમાં આખી ડોલ કોકોપીટ થી ભરાય જશે તેનું અંદાજિત વજન 7 કિલો બનશે , આ સાત કિલો જથ્થો તમને 70 રૂપિયામાં પડતર થશે અને તેમાં નથી કોઈ ફૂગ કે બેક્ટેરિયા કે જે તમારા પ્લાન્ટ ને સતત ભેજ આપતું પોટમીક્ષ બનાવવામાં મદદ કરશે . આ જથ્થાને જરૂરી માટીમાં ઉમેરો
કોકોપીટ જમીન વગરની ખેતી માં ગ્રીનહાઉસ માં પણ વપરાય છે , બઝાર માં પોટમીક્ષ કે જેમાં કોકોપીટ , સી વીડ , પોષક તત્વો ભરેલી ગ્રોબેગ તૈયાર પણ મળે છે , કોકોપીટ હાયડ્રોપોનિક્સ પદ્ધતિ માં પણ વપરાય છે, કોકોપીટ ખરીદવા રાજકોટ માં કોઇમ્બતુરના ઓથોરાઈઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર પટેલ એગ્રો ભૂતખાના ચોક છે વધુ માહિતી માટે 98252229966
કોકોપીટ કેકના સ્વરૂપમાં સ્ટરીલાઇઝ્ડ લાવી કેટલું પાણી ઉમેરવાનું હોય છે ?
લુઝ કોકોપીટ એટલે તમારા છોડમાં રોગ આગમન
.આ સાથે ચિત્ર દ્વારા સમજણ આપી છે એક કિલો કોકોપીટ માં 6 લીટર પાણી ઉમેરશો તો તમને 7 કિલો ભીનું અને તમારી હાજરીમાં તૈયાર કરેલું ખુબ સરસ કોકોપીટ મળશે , આ કોકોપીટને માટી અથવાતો વર્મી કમ્પોસ્ટ સાથે મિક્સ કરી તમારા કુંડ અથવાતો ગ્રોબેગમાં ભરી શકો છો સાથે થોડું સીવીડ અને સેન્દ્રીય તત્વ જેવુકે કેસ્ટર કેક અથવા રાયડાનો ખોળ થોડો ઉમેરી શકો છો . માટીના કુલ જથ્થા માં કોકોપીટ 25 ટકાથી વધુ ન ભેળવવું . 20 થી 25 ટકા પૂરતું છે 40 થી 50 ટકા માટી , 20 ટકા વર્મીકમ્પોસ્ટ અને બાકીનું સીવીડ અને અન્ય પોષક તત્વો .
વધુ વિગત માટે રાજકોટ કિચન ગાર્ડનિંગ કોમ્યુનિટી ફેસબુક પેજ જોઈન કરી કિચન ગાર્ડન ને લગતી માહિતી મેળવી શકો છો ,
વધુ વિગતમાટે 9825229966 ઉપર વોટ્સએપ RKG9966 લખો