ચોમાસામાં તથા શિયાળામાં કિચન ગાર્ડનની શાકભાજીમાં ફૂલ આવે છે પણ ફૂલનું ખરણ થાય છે, ફળ બેસે તે પહેલાં જ ફૂલ ખરી પડે છે, જેના કારણે ફળ બિલકુલ ઓછા મળે છે. શાકભાજીમાં ફૂલનું ખરણ થાય ત્યારે હિંગ (Ferula asafoetida) અને બાજરી (Pennisetum typhoides) ના લોટનો ઉપયોગ થાય છે.
૫ ગ્રામ હિંગ અને ૫૦ ગ્રામ બાજરીનો વાસી લોટ મિશ્ર કરી એક પોટલી બનાવી ફૂલ આવવાના સમયે પાણી આપતી વખતે પોટલી મૂકવામાં આ છે પછી તેના ઉપર પાણી રેડીને આપવામાં આવે છે
આ પ્રમાણે કરવાથી ફૂલ ખરતાં અટકે છે અને કોકડવા જેવો રોગ પર આવતો નથી. એકલી હિંગ મૂકવાથી છોડ ઉપર આડઅસર થવાની સંભાવના છે તેથી સાથે બાજરાનો લોટ જરૂર મુકવો : ખેડૂતના જણાવ્યા મુજબ બેથી ત્રણ વખત પાણી આપતી વખતે આ પદ્ધતિ અપનાવવાથી ફાયદો થાય છે. તેઓ આ પદ્ધતિ તેમના બાપદાદા પાસેથી શીખ્યા છે તેમ જ છે ૪૦ વર્ષથી તેનો ઉપયોગ કરે છે.
બ્રહ્માસ્ત્ર વાનસ્પતિક જંતુનાશક બનાવવા ની રીત :
એક લિટર ગૌમુત્ર લો તેમાં
300 ગ્રામ લીમડાના પાન,
200 ગ્રામ સીતાફળના પાન,
200 ગ્રામ પપૈયાના પાન
200 ગ્રામ દાડમના પાન,
200 ગ્રામ જામફળના પાન,
200 ગ્રામ ગંધાતીના પાન ( પીળા ,ગુલાબી ફૂલ ધરાવતી વાડ માં થતી વનસ્પતિ )
200 ગ્રામ ધતુરાના પાન લઈ બધા પાનની પેસ્ટ(લુગદી) વાટી ને ગૌમુત્રમાં ઉમેરી દો.
આ મિશ્રણને ગરમ કરી ઉકાળો. 10 મિનિટ જેટલુ ઉકળવા દઈ તેને 24 ક્લાક ઢાંકી ઠંડુ થવા રાખી મુકો. ત્યારબાદ બારીક કપડાથી ગાળી લઈ બોટલમાં ભરી લેવુ આ થયું ચુસીયા જીવાંત માટે નું બ્રહ્માસ્ત્ર
છોડ પર છંટકાવ કરવા 1 લિટર પાણીમાં 100 મીલી બ્રહ્માસ્ત્ર મેળવી પમ્પ દ્વારા છોડ પર છંટકાવ કરો.
ચુસીયા પ્રકારની જીવાતો અને ઈયળના નિયંત્રણ માટે છોડ પર છંટકાવ કરો.
બ્રહ્માસ્ત્ર નામની જંતુનાશક મળે છે તે આ બોટાનીકલ પેસ્ટીસાઈડ નથી એટલું જાણજો , આ તો જાતેજ બનાવવું પડશે