સારા બોન્સાઇ માટે યોગ્ય છોડની પસંદગી એ નવા નિશાળીયા માટે સૌથી મહત્વપૂર્ણ પસંદગી છે. જેમ આપણે જાણીએ છીએ કે બોન્સાઇ નું મહત્તમ કદ માત્ર ૩૦ થી ૬૦ સે.મી.ની ઊંચાઈ સુધીનું હોય છે. છોડના મૂળને સારી જગ્યા પૂરી પાડવા માટે પાત્રની ઊંડાઈ પહોળાઈ અને રોપણી માટે વપરાતા પાત્રના પ્રકારનું પણ ધ્યાન રાખવું જોઈએ. પસંદ કરેલ છોડ પણ તે વિસ્તારની પર્યાવરણીય પરિસ્થિતિઓ અનુસાર હોવા જોઈએ. બોન્સાઇ બનાવવા માટે મુખ્યત્વે નાના પાંદડાવાળા છોડ અને પહોળા અને મોટા આકારના પાંદડાઓ પર પ્રાધાન્ય આપવામાં આવે છે. છાલ આકર્ષક હોવી જોઈએ અને ઉપરના ભાગની સરખામણીએ તળિયે થડ જાડી હોવી જોઈએ જે પરિપકવતાનો આભાસ આપે છે. ઝાડને કુદરતી દેખાવ આપતા ઉપલી બાજુની શાખાઓ વ્યાસમાં નાની હોવી જોઈએ.
Total Pageviews
Showing posts with label બોન્સાઈ. Show all posts
Showing posts with label બોન્સાઈ. Show all posts
છોડ, કુંડા, કુંડામાં ભરવા માટેનું મિશ્રણઃ
માટીઃ રેતીઃ પાંદડાનું ખાતર અથવા અળસિયાનું ખાતર (૧ઃ ૨ઃ ૧),
ચાળણી, ૧૦ થી ૨૨ ગેજનો કોપર વાયર, વાયર કટર, છરી અને સીકેટર , પાણી આપવાનો ડબ્બો અને ટબ, ટર્નટેબલ
૨. નાનું - ૬” થી ૧૨”
૩. મધ્યમ - ૧૨” થી ૨૪”
૪. મોટું - ૨૪” થી ૬૦”
બોન્સાઈ માટે કુંડા કેવા હોવા જોઈએ ? : મોટે ભાગે ટેરાકોટા અથવા સિરામિક, કદમાં છીછરા અને નાના, ચોરસ/ગોળ/લંબચોરસ/અંડાકાર આકાર, પ્રાધાન્ય અંડાકાર / લંબચોરસ.
કદના સંદર્ભમાં બોંસાઈની શ્રેણીઓ
૧. મામી - ૨” થી ૬”૨. નાનું - ૬” થી ૧૨”
૩. મધ્યમ - ૧૨” થી ૨૪”
૪. મોટું - ૨૪” થી ૬૦”
કોકેડામાને ગરીબ માણસનું બોન્સાઈ પણ કહેવામાં આવે છે. કોકેદામા એ જાપાનમાંથી ઉદ્ભવેલ કલા છે જેના અર્થ થાય છે શેવાળનો દડો જાપાનીઓ હંમેશા સૌંદર્ય શાસ્ત્ર માટે ઊંડી કદર ધરાવે છે. કોકેદામાનો ઉદ્ભવ ૧૬૦૩ - ૧૮૬૮ સમયગાળામાં થયો હતો. કોકડામા જૂની નીરાઈ બોન્સાઈ પદ્ઘતિ પરથી ઉતરી આવ્યા છે જે બાગકામની સદીઓ જૂની કલા છે.
કોકેદામાને ઓફિસ જગ્યા અથવા બાથરૂમમાં (જયાં પ્રકાશ આવતો હોય ત્યાં ) લટકાવો (શેવાળ ભેજને પસંદ કરશે), ડાઇનિંગ રૂમના ટેબલ પર સેન્ટરપીસ તરીકે. બહારની જગ્યાઓ માટે, કોકેડામાને બાલ્કની, મંડપ અથવા અન્ય સંદિગ્ધ વિસ્તારમાં લટકાવી શકાય છે.
કોકેડામા માટે જરૂરી સામગ્રી:
ઓછા વજન વાળું છોડ ઉગાડવાનું માધ્યમનું મિશ્રણ બોંસાઈ માટી (અળસિયા ખાતર : રેતી : માટી ), પીટ મોસ, સ્ફગ્નમ મોસ, છોડ, શણની દોરી, કાતર, પાણી, સ્પ્રે.
૧. પીટ મોસ અને બોંસાઈ માટીને ૭ઃ૩ રેશિયોમાં મિકસ કરો. ધીમે ધીમે પાણી ઉમેરો અને મિશ્રણ કરો જયાં સુધી તે સુસંગતતા સુધી ન પહોંચે ત્યાર પછી નારંગીથી મોટા કદનો દડો બનાવો
૨. સ્ફગ્નમ મોસને પાણીમાં ભીના ન થાય ત્યાં સુધી પલાળી રાખો, પછી પાણી નીતારો. છોડ લો અને મૂળમાંથી માટી સાફ કરો. મૂળને વીંટાળવા અને છોડને સૂતળીથી બાંધવા માટે ભીના સ્ફગ્નમ મોસનો ઉપયોગ કરો.
૩. માટીના દડાને અડધા ભાગમાં તોડી નાખો. શેવાળથી આવરિત છોડને બે ભાગો વચ્ચે મૂકો, પછી જરૂર મુજબ આકાર આપો. દડાને લપેટવા માટે મોસનો ઉપયોગ કરો, પછી તેને સૂતળીથી બાંધો. જયારે કોકેડામા થઈ જાય, ત્યારે તેના પર સ્પ્રે વડે પાણીથી છાંટવું.
કોકેડામા સંભાળ
પાણી આપવાની રીત
દડા ને ઓરડાના તાપમાને પાણીના કપમાં લગભગ ૧૦ મિનિટ માટે પલાળી રાખો. પછી દડાને થોડી મિનિટો માટે કોરી જગ્યા પર સ્થાનાંતરિત કરો જેથી વધારાનું પાણી નીકળી જાય . જયારે દડામાંથી પાણી ટપકતું બંધ થઈ જાય ત્યારે ફરીથી એને મૂળ સ્થાન પર લગાવી શકાય છે. બે સંકેતો કે તમારા છોડને વધુ પાણી આપવામાં આવી રહ્યું છે, અથવા તે સંપૂર્ણપણે સૂકાઈ રહ્યું નથી તે છે પાંદડા પીળા થવા અને ફૂગ હાજરી. જો તમને તમારા છોડ પર ફૂગ જોવા મળે તો, ગરભરાશો નહીં - ફક્ત ચેપગ્રસ્ત પાંદડાને કાપી નાખો અથવા કૂગને ગરમ, ભીના ટુવાલથી લૂછી નાખો.
કોકેડામાને ખાતર આપવાની રીત
વસંત અને ઉનાળા દરમિયાન, તમારા કોકેડામાને દર મહિને પ્રવાહી, ૨૫ મિલિ ગ્રામ/ લિટર સાંદ્રતા સાથે ખાતર (૧૯ ઃ૧૯ ઃ૧૯) આપો. ખાલી ખાતરને પાણીમાં ભેળવી દો અને હંમેશાં પાણી મળે એ રીતે કરો.
કોકેડામા બનાવવાં માટે છોડ પસંદગી કરવા માટેની લાક્ષણિકતાઓ ;
ઓછો છાંયો, મધ્યમ તાપમાન, ઓછું પાણીની જરૂરિયાત હોય તેવા છોડ પસંદ કરો જેવા કે સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, સીંગોનીઅમ, હંસરાજ, ક્રાસુલા, સ્પાઇડર છોડ, અઁગ્લોનીમાં, સ્પાથિફિલમ અને બીજા મન પસંદિદા છોડ.
આ શૈલીમાં, વૃક્ષ એવું લાગે છે કે જાણે ઢાળવાળી ભેખડમાં રોપાયેલું હોય અને પર્વતની ધાર પર લટકતું હોય તેમ નીચે તરફ વળેલું હોય. ઝાડનો મુગટ મોટાભાગે ઝાડની કિનાર ઉપર ઉગે છે જયારે ડાળીઓ પછીથી પાત્રની કિનારની નીચે વધારવામાં આવે છે.
અર્ધ કાસ્કેડ કંઈક અંશે કાસ્કેડ શૈલી જેવું જ છે. પ્રકૃતિમાં તેઓ ખડકો અથવા નદીઓ અથવા તળાવોના કાંઠે હોય તેમ તૈયાર કરવામાં આવે છે. થડ નોંધપાત્ર લંબાઈ સુધી સીધું વધે છે અને પછી બાજુની તરફ અથવા નીચે તરફ વાળવા આવે છે.













Photo courtesy : google Image